નવી દિલ્હી, તા. 18 : પીએમ મોદીએ
બુધાવરે રાજ્યસભામાં વરિષ્ઠ સાંસદો માટે વિદાય ભાષણ આપ્યું હતું. જેમાં પીએમએ કહ્યું
હતું કે, વરિષ્ઠ નેતાઓનો અનુભવ લોકતંત્રની અમૂલ્ય મૂડી
છે અને નવા સાંસદોએ તેમનામાંથી કંઈક શીખવું જોઈએ. મોદીએ રાજનીતિને એવું ક્ષેત્ર ગણાવ્યું
હતું જ્યાં ક્યારેય અંત નથી હોતો અને સદનમાં તમામનું સન્માન જરૂરી છે. પીએમએ પૂર્વ
વડાપ્રધાન અને વરિષ્ઠ નેતાઓનાં સંસદીય યોગદાનની સરાહના કરતા તેમનામાંથી પ્રેરણા લેવાની
વાત કરી હતી. પીએમ મોદીએ પોતાનાં ભાષણમાં કહ્યું હતું કે, સદનમાં
વિવિધ મુદ્દે ચર્ચા થાય છે અને પ્રત્યેક સભ્યની એક અનોખી ભૂમિકા હોય છે. આવી ક્ષણમાં
દળની સીમાથી ઉપર આવીને પરસ્પર સન્માનની ભાવના પેદા થાય છે. પોતાનો કાર્યકાળ પૂરો થયા
બાદ ગૃહ છોડી રહેલા નેતાઓને તેઓ કહેવા માગે છે કે રાજનીતિમાં કોઈ અંત હોતો નથી. પીએમ
મોદીએ એચકે દેવેગૌડા, મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવાર જેવા વરિષ્ઠ
નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ નેતાઓએ પોતાનાં જીવનનો
મોટો હિસ્સો સંસદીય કાર્યમાં વિતાવ્યો છે.