• ગુરુવાર, 19 માર્ચ, 2026

ફ્લાઈંગ સ્ક્વોડ ફરી ત્રાટકી : બે દિ'માં 1.80 કરોડનો મુદ્દામાલ સીઝ

મુંદરાતા. 18 : વધતી ખનિજ ચોરીની ફરિયાદો વચ્ચે ખનિજ તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ઉપરાઉપરી કાર્યવાહી થઈ રહી છે, જેમાં કચ્છની ફ્લાઈંગ સ્ક્વોડની તપાસ ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં લાકડિયામાંથી છ ડમ્પર મુંદરાના નદી વિસ્તારમાંથી એક ડમ્પર અને ખાવડા ખાતેથી બે ડમ્પર મળી કુલ નવ ડમ્પર વાહનોને ગેરકાયદે ખનિજ ખનન મામલે ઝડપી પાડી કુલ 1.80 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સત્તાવાર જાણકારી મુજબ, જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ દ્વારા રાત્રિના સમયે  લાકડિયા (તા. ભચાઉ) ખાતે બે ડમ્પર સાદી રેતી, બે ડમ્પર ચાઈના ક્લે, એક ડમ્પર સાદી માટી તેમજ એક ડમ્પર લિગ્નાઈટ ખનિજનું એમ મળી કુલ છ ડમ્પર રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત ખનિજનું વહન કરવા બદલ જપ્ત કરી લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવી હતી. જ્યારે મુંદરા શહેરના  ભૂખી નદી વિસ્તાર ખાતે એક ડમ્પર સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન તથા ખનન અંગે સીઝ કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા છે. જ્યારે ખાવડા (તા. ભુજ) ખાતેથી બે ડમ્પર મોરમ ખનિજનું ઓવરલોડ વહન કરવા બદલ બંને વાહનને સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા હતા. 

Panchang

dd