• ગુરુવાર, 19 માર્ચ, 2026

હોકી વર્લ્ડકપમાં ભારત-પાક એક ગૃપમાં

નવી દિલ્હી, તા.19 : બેલ્જિયમ અને નેધરલેન્ડની સહ-યજમાનીમાં 1પથી 30 ઓગસ્ટ દરમિયાન રમાનાર પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપના ગ્રુપ જાહેર થયા છે. જેમાં ભારતીય પુરુષ ટીમ ગ્રુપ ડીમાં છે. જેમાં ભારત સાથે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેલ્સ ટીમ છે જ્યારે મહિલા વિભાગમાં ભારતીય ટીમ પૂલ ડીમાં છે. જેમાં તેની સાથે ચીન, ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકા છે. મહિલા અને પુરુષ એફઆઇએચ હોકી વર્લ્ડ કપની 16 ટીમોને 4-4ના ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય પુરુષ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાની ટીમને હાર આપવી પડશે. વેલ્સ પ્રમાણમાં નબળી ટીમ છે. પ્રત્યેક ગ્રુપમાં બીજા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમોએ રાઉન્ડ-8માં જગ્યા બનાવવા માટે ક્રોસઓવર મેચ રમવી પડશે. મહિલા હોકી વર્લ્ડ કપ પણ આ દરમિયાન જ રમાશે. જેમાં ભારતીય ટીમ કઠિન ગ્રુપમાં છે. ભારત સાથે એશિયન ચેમ્પિયન ચીન, આફ્રિકી ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા અને મજબૂત ઇંગ્લેન્ડ ટીમ છે. હૈદરાબાદમાં તાજેતરમાં રમાયેલ વર્લ્ડ કપ ક્વોલીફાય ટૂર્નામેન્ટના ફાઇનલમાં ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે 0-2થી હાર થઇ હતી.  

Panchang

dd