ભુજ, તા. 4 : અંજાર તાલુકાના નાગલપરની પરિણીતાનાં લગ્ન પાંચેક
વર્ષ પૂર્વે થયાં હતાં. કરિયાવરમાં સાથે ટીવી ન લાવવાના મુદ્દે સાસરિયાએ માર મારતાં
પરિણીતા હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાઇ છે.ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલમાં અંજાર તાલુકાના નાગલપરની 24 વર્ષીય પરિણીતા આરતી લાલજી મહેશ્વરીને
ઘાયલ અવસ્થામાં તેમના પિતા લાલજીભાઈ મહેશ્વરી
(રહે. માનકૂવા) લઇ આવ્યા હતા અને હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગત નોંધાવી હતી
કે, તેની દીકરી આરતીના લગ્ન અંજારના નાગલપરમાં નીતિન કાનજીભાઇ ધેડા સાથે અંદાજે પાંચ
વર્ષ પૂર્વે થયા હતા. લગ્નમાં તું ટીવી કેમ નથી લાવી તેમ કહી ગઇકાલે સાંજે તેના પતિ
અને તેના સાસુ-સસરા તથા દેરાણી-જેઠાણીએ લાકડાના ધોકા તથા ભીતમાં માથું ભટકાવી ઇજા પહોંચાડતાં
સારવાર અર્થે લઇ આવ્યા છે. આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીએ અંજાર પોલીસને જાણ કરી છે.