• સોમવાર, 09 માર્ચ, 2026

દરેક ભારતીયને ગર્વ, શાબાશ ટીમ ઇન્ડિયા : મોદીની વધામણી

નવી દિલ્હી, તા. 8 : આજની જીતે દરેક ભારતીયનાં હૃદયને ગર્વ અને ખુશીથી ભરી દીધું છે. શાબાશ ટીમ ઇન્ડિયા... તેવા શબ્દો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 વિશ્વકપ વિજયને વધાવતાં ભારતીય ટીમને વધામણી આપી હતી. મોદીએ `એક્સ' પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, આઇસીસી મેન્સ ટી-20 વિશ્વકપ જીતવા બદલ ભારતીય ટીમને હાર્દિક અભિનંદન આપું છું. વડાપ્રધાને કહ્યું હતું કે, આ શાનદાર વિજય અસાધારણ કૌશલ્ય, દૃઢ સંકલ્પ અને ટીમવર્કનું પ્રતીક છે. - ટીમ ઇન્ડિયાને ટ્રોફી સાથે રૂા. 27.48 કરોડનું ઇનામ : અમદાવાદ, તા. 8 : ભારતીય ટીમની ચમચમાતી વિશ્વ કપ ટ્રોફી સાથે 27.48 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમને રનર્સ-અપ ટ્રોફી સાથે 14.6પ કરોડનું ઇનામ મળ્યું હતું. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન થયા પછી દેશભરમાં મોડી રાત્રે પણ જીતની ભવ્ય ઉજવણી થઇ હતી.  

Panchang

dd