દહીંસરા (તા. ભુજ), તા. 29 : અહીંથી કેરા
તરફ જતાં નવી કિ.મી. માર્ગનું બે-બે વખત ખાતમુહૂર્ત થયા બાદ કામ શરૂ નહીં થતાં કચ્છમિત્રના
અખબારી અહેવાલ પછી શરૂ થયું હતું. દસ કરોડના ખર્ચે રોડ બન્યો હતો. હાલે આ માર્ગના 9 કિલોમીટરમાં એકથી વધારે ખાડા ખાબોચિયા પડી
ગયા છે. માર્ગમાં અનેક તિરાડો પડતા દયનીય સ્થિતિ નજરે પડે છે. ત્રણ વર્ષમાં જ ગુણવત્તાની
તમામ પોલો ખુલ્લી પડી ગઇ છે. આર.એન.બી. વિભાગ પી.ડબલ્યુ.ડી. તંત્ર તપાસ કરીને કોન્ટ્રાક્ટરના
યોગ્ય પગલાં ભરાય તેવી લોકમાંગ ઊઠી છે. સમયની અવધી પહેલાં રોડની દશા બગડે તસો કોન્ટ્રાક્ટરની
જવાબદારી હોય તેવું જાગૃત લોકોએ જણાવ્યું હતું. વહેલી તકે આ જવાબદારીઓનું પાલન કરાય
તેવી લોકોની માંગણી છે.