• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

શંકરસિંહની કોંગ્રેસ વાપસીની ચર્ચા તેજ

અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરાસિંહ વાઘેલાને લઈને મોટી રાજકીય હલચલ જોવા મળી છે. શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી ચર્ચા વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. વાઘેલાએ પણ ચર્ચા ચાલી રહી હોવાની વાતની પુષ્ટિ કરતા આ વાતને સાચી ગણાવી છે. જોકે, કોંગ્રેસમાં તેમની સત્તાવાર ઘરવાપસી અંગે હજુ કોઈ અંતિમ જાહેરાત થઈ નથી પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી બાદ શંકરાસિંહના જોડાવાનો લઈને નિર્ણય લેવામાં આવશે. આને કોંગ્રેસનો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટા રણનૈતિક દાવ તરીકે જોવામાં આવી રહ્યો છે. શંકરસિંહ પ્રથમ નવરાત્રીએ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાય તેવી વકી દર્શાવાઇ રહી છે.શંકરસિંહના કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના મુદ્દા અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, દેશમાં માહોલ બદલાઈ રહ્યો છે અને તાનાશાહોને ખતમ કરવાના કોંગ્રેસના અભિયાનમાં જે પણ જોડાવા માગે તેનું સ્વાગત છે. શંકરસિંહ પણ ઘણા સમયથી ભાજપનો વિરોધ કરતા રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા જોડાઈને જે પણ લોકો લડાઈ લડવા માગે તેમનું અમે સ્વાગત કરીએ છીએ.ચાવડાના જણાવ્યા અનુસાર શંકરસિંહ વાઘેલા સહિત અનેક નેતાઓ અને લોકો સાથે કોંગ્રેસમાં જોડાવા અંગે ચર્ચા ચાલી રહી છે.2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે તમામ તાકાતોને એક કરીને પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે નિર્ણય લેવામાં આવશે. આવનારા સમયમાં અનેક મોટા નેતાઓ કોંગ્રેસના એક મંચ પર જોવા મળશે. તો બીજી બાજુ, કોંગ્રેસમાં જોડાવા મુદ્દે શંકરસિંહે જણાવ્યું કે, હું કાયમથી કહેતો રહ્યો છું કે, ભાજપને હરાવવી હોય અને મારો ઉપયોગ કરવો હોય તો મને કહેજો. તેમણે જણાવ્યા અનુસાર તેમની કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ કોંગ્રેસ પ્રભારીઓ સાથે આ વિષય પર વાતચીત કરી છે.આ ચર્ચા સામે આવતા ગુજરાતના રાજકીય વર્તુળોમાં શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં સંભવિત વાપસી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્યના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનું નામ ખૂબ નિપુણ અને અનુભવી નેતા તરીકે લેવાય છે. તેઓ અૉક્ટોબર 1996થી અૉક્ટરોબર 1997 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ગાંધીનગરમાં 2 ઓક્ટોબરે શંકરસિંહ વાઘેલાના કાર્યક્રમને લઈને પણ રાજકીય ચર્ચા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd