• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ભુજમાં કારમાંથી રૂા. 1.91 લાખના શરાબ સાથે શખ્સ ઝડપાયો

ભુજ, તા. 29 : શહેરના એરપોર્ટ રોડ પરની ઓધવવંદના સોસાયટીમાં કારમાં ભરીને લવાયેલા રૂા. 1,91,164ના શરાબના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જે માલ એરફોર્સના કર્મચારી પાસેથી લવાયો હતો. આ અંગે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, એરફોર્સના કર્મચારી ભાનુપ્રકાશે મંગલમ રેસિડેન્સી નાગોર ફાટક પાસે ભુજમાં અંગ્રેજી પ્રકાર જેવો શરાબનો જથ્થો ઉતાર્યો છે. આથી પોલીસે ત્યાં કાર્યવાહી કરતાં જાણવા મળ્યું કે, ભાનુપ્રકાશ પાસેથી સુધીર ચૂડાસમા (રહે. એરપોર્ટ રોડ, ઓધવવંદના સાસાયટી, મકાન નં. 194, ભુજ) હ્યુંડાઇ કાર નં. જી.જે. -12- બી.આર. -206વાળીમાં ભરીને લઇ ગયો છે. આથી પોલીસ સુધીરના ઘરે જઇ તેને પકડી યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતાં તે શરાબ લઇ આવ્યાનું જણાવી સોસાયટીમાં જ પોતાના બની રહેલા મકાન પાસે ઊભી રાખેલી કારમાં જથ્થો હોવાની કબૂલાત કરી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબ 79 બોટલ જેની કિં. રૂા. 1,91,164 તથા કાર કિં. રૂા. ત્રણ લાખ અને એક મોબાઇલ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા. 5,01,164નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd