નવી દિલ્હી, તા.29 : લોન, ક્રેડિટ કાર્ડ, વીમા અને
અન્ય પ્રમોશનલ ઓફર્સના અનિચ્છનીય કોલથી પરેશાન મોબાઇલ વપરાશકર્તાઓ માટે મહત્ત્વના સમાચાર
છે. ટ્રાઇએ સ્પામ અને અનિચ્છનીય વ્યાવસાયિક સંદેશાવ્યવહાર સામે કાર્યવાહી વધુ કડક બનાવવા
માટે ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશનના ત્રીજા સુધારા,
2026 હાલમાં જાહેર કર્યા છે. નવા
માળખામાં ટેલિકોમ કંપનીઓને ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા દ્વારા અનિચ્છનીય કોમર્શિયલ
કમ્યુનિકેશન એટલે કે ઞઈઈ સામે વધુ સક્રિય કાર્યવાહી
કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઝછઅઈંએ આ માટે ટેક્નોલોજી આધારિત અમલવારી અને ગ્રાહક
સુરક્ષાને મજબૂત બનાવશે. ટ્રાઇના નિયમો અનુસાર કોઈ સ્પામર અથવા અનરજિસ્ટર્ડ સેન્ટર
સામે કાર્યવાહી માટે છેલ્લા 10 દિવસ દરમિયાન
5 કે તેથી વધુ અલગ ગ્રાહકોની ફરિયાદો મળવી
મહત્વની છે. પ્રથમ વખત નિયમભંગ સાબિત થાય ત્યારે સંબંધિત વ્યક્તિ અથવા ટેલિમાર્કેટરના
તમામ ટેલિકોમ સંસાધનોની આઉટગોઇંગ સેવા 15 દિવસ માટે બંધ કરી શકાય છે. જો તે જ વ્યક્તિ અથવા સંસ્થા ફરી
નિયમભંગ કરે તો તેના તમામ ટેલિકોમ સંસાધનોને એક વર્ષ માટે ડિસ્કનેક્ટ કરવાની અને આ
સમયગાળા દરમિયાન તમામ ટેલિકોમ કંપનીઓમાં બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. એટલે એક નંબર
બદલવાથી પણ કાર્યવાહીથી બચવું સરળ રહેશે નહીં. નિયમો હેઠળ કાર્યવાહી માત્ર એક મોબાઇલ સિમ
સુધી મર્યાદિત નથી. સંબંધિત ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. ટ્રાઇના
અગાઉના સત્તાવાર સ્પષ્ટીકરણમાં પણ પ્રથમ નિયમભંગ વખતે તમામ ટેલિકોમ સંસાધનોની આઉટગોઇંગ
સેવા 15 દિવસ માટે રોકવા અને પુનરાવર્તિત
નિયમભંગ વખતે તમામ સંસાધનો ડિસ્કનેક્ટ કરવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે. - 1601 નંબર સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ
કોલ તરીકે અમલી : ટ્રાઇએ 1601 સિરીઝના નંબરને સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ માટે તબક્કાવાર
અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઓગસ્ટ 2026થી ઉપયોગિતા, કુરિયર અને લોજાસ્ટિક્સ ક્ષેત્રની સંસ્થાઓ માટે આ સિરીઝના અમલની શરૂઆત કરવામાં
આવી હતી. આ પ્રકારના સત્તાવાર નંબરને સામાન્ય સ્પામ કોલ સાથે ભેળસેળ ન થાય તે માટે
કોલ ઓળખતી એપ્લિકેશનો અને ટેલિકોમ કંપનીઓ માટે પણ નિયમનકારી માળખું મહત્વનું બની શકે
છે. - અનિચ્છનીય કોલ્સ ? 1909 પર ફરિયાદ કરી શકાય છે : જો તમને અનિચ્છનીય
કોમર્શિયલ કોલ અથવા મેસેજ મળે તો ટ્રાઇની વ્યવસ્થા હેઠળ 1909 પર ફરિયાદ કરી શકાય છે. ટ્રાઇ મુજબ ગ્રાહકો 1909, ઉગઉ એપ અથવા સંબંધિત ટેલિકોમ કંપનીની સુવિધા દ્વારા ફરિયાદ નોંધાવી
શકે છે. પ્રમોશનલ કમ્યુનિકેશન રોકવા માટે ગ્રાહકો 1909 મારફતે પોતાની પસંદગી પણ નોંધાવી શકે છે.