• સોમવાર, 22 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ લોડાઈના અનસૂયાબેન (ઉ.વ.76) તે સ્વ. લક્ષ્મીબેન મોતીરામ મૂળજી ભીન્ડેના પુત્રવધૂ, સ્વ. માધવજી મોતીરામ ભીંડેના પત્ની, સ્વ. પ્રેમાબેન મંગલજી કારીયા (વરસામેડી)ના પુત્રી, ચંદુલાલ રમેશભાઈ (મુંબઈ)ના બહેન, સ્વ. દીપક, જ્યોતિ, પંકજ, ભાવના સમીરના ફઈ, સ્વ. દયારામ મોતીરામ ભીન્ડેના નાના ભાઈના પત્ની, ભગવાનજી (અંજાર), પ્રતાપભાઇ (ભુજ), દમયંતીબેન (અંજાર), અનસૂયાબેન (માધાપર), વિણાબેન (અંજાર)ના ભાભી, વનિતાબેન, સ્વ. નર્મદાબેનના દેરાણી, કાન્તાબેન (અંજાર), જ્યોતિબેન (ભુજ)ના જેઠાણી, કલ્પનાબેન (ભુજ), રાજેશ (રાજુ), સ્વ. ભરત, સ્વ. મીનાબેન, સ્વ. રસ્મિનના માતા, ઇલાબેન, સ્વ. વિજયભાઇ કોટકના સાસુ, મુક્તાબેન સૂર્યકાંત પવાણી, સ્વ. કમળાબેન ભગવતીદાસ કોટકના વેવાણ, હીરલ, પૂજાના દાદી, જય અને વિશ્વાના નાની, અશ્વિની, રાજભાઈના નાનીસાસુ, નવીન સ્વ. હેમલતા, નરેશ, હિરેન, જયશ્રી, જયેશ, સંદિપ, સોનિયા, નિશાંત, સોનમના કાકી, વિવાન, મલ્હારના પરનાની તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે. બંને પક્ષની પ્રાર્થના સભા તા 23-6-2026ના મંગળવારે સાંજે 5થી 6 શેઠ નાનજીભાઈ સુંદરજી સેજપાલ ભીવંડીવાલા (રૂખાણા હોલ) પહેલા માળે, નવી લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. નીલાબેન ચંદ્રકાન્તભાઇ કંદોઇ (ઉ.વ. 67) તે સ્વ. મંજુલાબેન મોહનલાલના પુત્રવધૂ, સ્વ. મુક્તાબેન શાન્તિલાલ, સ્વ. જ્યોતિબેન સુરેશભાઇ, સ્વ. તરલાબેન રાજેન્દ્રભાઇ (મુંદરા), દિનેશભાઇના મોટા ભાભી, પ્રદિપભાઇ, સ્વ. કુલદીપ, સ્વ. ખુશ્બૂના માતા, અમીબેનના સાસુ, યશ, આયુષના દાદી, સ્વ. પ્રતિમાબેનના જેઠાણી, કાજલબેન, સ્વ. પ્રોમિશના મોટામા, સુશીલાબેન શશિકાંત રાઠોડના પુત્રી, કીર્તિબેન, સ્વ. રાજુભાઇના મોટા બહેન, નમ્રતાબેન જિજ્ઞેશભાઇ દોશી (અંજાર), પ્રોમિશભાઇ, ડેવિડભાઇના માસી, કિંજલબેન દીપકભાઇ (અંજાર)ના ફઇ તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-6-2026ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફલોર, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : રાજેન્દ્રભાઈ નટવરલાલ દવે (ઉ.વ. 80) સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અધિકારી) તે નલિનીબેનના પતિ, નિશીથ દવે, રીતુબેન ભટ્ટ (શ્રીજી એકેડમી)ના પિતા, નયનાબેન દવે, પ્રકાશ ભટ્ટ (દિવ્ય ભાસ્કર)ના સસરા, જયદત, જૈનીલના દાદા, ધ્વનિના નાના તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2026ના સોમવારે સાંજે 5થી 6 બી.એ.પી.એસ. સત્સંગ હોલ, ભાનુશાલી નગર, નિર્મલાસિંહની વાડી, ભુજ ખાતે

ભુજ : મૂળ આણંદના જયાબેન જાદવજીભાઇ ઠક્કર (ઉ.વ. 80) તે સ્વ. વેલબાઇ કલ્યાણજી ગણાત્રાના પુત્રી, સ્વ. પ્રેમજી ગોપાલજી (લખપતવાળા)ના પુત્રવધૂ, સ્વ. જાદવજીભાઇના પત્ની, ચંદુમા (ગઢશીશા), સ્વ. જનકમા, ઉષાબેન, તુલસીભાઇ, હર્ષદભાઇના બહેન, સ્વ. રમેશભાઇ, ગં.સ્વ. ગીતાબેન (મુલુંડ), ગોદાવરીબેન (મુલુંડ), શાંતુબેન (ભાંડુપ)ના ભાભી, કમલેશભાઇ (અંબિકા એન્ટરપ્રાઇઝ બારદાનવાળા, દરિયાલાલ પોલીબેગ-ભુજ), વિજયભાઇ (પાપા લુઇઝ પિઝા-આણંદ), નીશાબેન (રાજકોટ), સંગીતાબેન (માંડવી)ના માતા, નયનાબેન, જ્યોતિબેન, મહેશભાઇ, સતીષભાઇના સાસુ, ભાવિક, કશ્યપ, હેતના દાદી, ત્રિશાના મોટાદાદી, માનસી, જેસિકાના દાદીસાસુ, ઉર્વિ, ખ્યાતિ, હેમેન, પાર્થના નાની તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-6-2026ના સાંજે 5થી 6 બીએપીએસ મંદિર, નિર્મલસિંહની વાડી, ભુજ ખાતે.

ભુજ : ક્ષત્રિય મોચી ગં.સ્વ. જશોદાબેન ચૌહાણ (ઉ.વ. 84) તે સ્વ. શામબાઇ ગોપાલજીના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીબેન માહેહનલાલ ચૂડાસમાના પુત્રી, સ્વ. વિશ્રામભાઇ ચૌહાણના પત્ની, સ્વ. ભગવાનદાસ (રાજુભાઇ), સ્વ. જ્યોતિબેન, મનોજભાઇ, મનીષભાઇના માતા, ગં.સ્વ. જયશ્રીબેન, હિનાના સાસુ, કેયુરી, પૂનમ, કેવલ, ઓમ, હેતના દાદી, સ્વ. લક્ષ્મીદાસ ચૂડાસમા, સ્વ. શાંતિલાલભાઇ ચૂડાસમા (મુંબઇ), સ્વ. પરષોત્તમભાઇ ચૂડાસમા, સ્વ. દિવાળીબેન ચૌહાણ (રાજકોટ), સ્વ. સરસ્વતીબેન ઝાલાના બહેન તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2026ના સોમવારે સાંજે 5થી 6 ક્ષત્રિય મોચી સમાજવાડી, આશાપુરા માતાના રિંગ રોડ, મહાલક્ષ્મી માતાજી મંદિરની સામે, ભુજ ખાતે.

અંજાર : ઔદિચ્ય બ્રાહ્મણ (ગાંધીધામ નિવાસી) પ્રદીપભાઈ જયંતિભાઈ પંડ્યા (ઉ.વ. 57) તે મૌલિક, ક્રિષ્ના શુક્લાના પિતા, સ્વ. જયાબેન અને જયંતિલાલ પંડ્યા (જામનગર)ના પુત્ર, સ્વ. વિનોદભાઈ જયંતિલાલ પંડ્યા, સ્વ. કૃષ્ણકુમાર જયંતિલાલ પંડ્યા, સુધાબેન જયંતભાઈ પંડયાના ભાઈ, પ્રશાંત દિનેશભાઈ વ્યાસના બનેવી, અનિલકુમાર શુક્લા, ઝીલ પંડયાના સસરા તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2026ના સોમવારે સાંજે 5થી 6 મહાકાલેશ્વર (મકલેશ્વર) મહાદેવ મંદિર, અંજાર-મુંદરા બાયપાસ રોડ, અંજાર ખાતે.

અંજાર : મૂળ અજાપરના મઢવી કાન્તાબેન મહેન્દ્ર (ઉ.વ. 45) તે સ્વ. મણિબેન ખીમજીભાઈ રૂડાના પુત્રવધૂ, મહેન્દ્રભાઇ ખીમજીભાઇ રૂડાના પત્ની, મસુરીયા પાર્વતીબેન રામજી ભૂરાભાઈ (રાપર)ના પુત્રી, મીરા પ્રણવના માતા, ધનજી, ભાઈલાલ, શાંતાબેન, કાશીબેનના ભત્રીજાવહુ, સંજય, નરેન્દ્ર, ઇલાબેન દીપકભાઈ સુંબડના ભાભી તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા નિવાસસ્થાને ભોલેનાથ સોસાયટી, દબડા રોડ, અંજાર ખાતે.

અંજાર : બાયડ શોકત હાજી હમીર (ઉ.વ. 58) તે મ. હાજી હમીર બાયડના પુત્ર, મ. સિધિક આરબ, મ. રમજુ આરબ, મ. અબ્દુલ્લા આરબ, મ. સલીમ આરબ, મ. ઓસમાણ આરબ, બાયડ ઇસ્માઇલ આરબના ભત્રીજા, બાયડ લિયાકત હમીર, બાયડ સલીમ હમીર, બાયડ ઇકબાલ હમીર, બાયડ સિકંદર હમીર, મ. ફિરોજના ભાઇ, અરમાનના પિતા, બાયડ રમજાન અદ્રેમાન, બાયડ દાઉદ અદ્રેમાન, આગરિયા સુલતાન આદમ (મથડા)ના સસરા, હાલેપોત્રા ઇબ્રાહિમ, મ. સલીમ હાલેપોત્રાના માસીયાઇ ભાઇ, બાયડ અમજદ ઇસ્માઇલ (ભુજ), મ. બશીર ઇસ્માઇલ બાયડના બનેવી તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-6-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન એકતાનગર, નવા અંજાર ખાતે.

માંડવી : મણકા ફકીરમોહમદ અલીમોહમદ (ઉ.વ. 75) તે મ. કાસમ, મ. રમઝાનના ભાઇ, અલીમોહમ્મદ, શૌકત, સલીમના પિતા તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-6-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન તબેલા ફળિયા, રહેમાનિયા મસ્જિદ ખાતે.

માંડવી : સુમરા રૂકીયાબાઈ આબીદ (ઉ.વ. 42) (આસંબિયાવાળા) તે આમદ ફકીરમામદના પુત્રવધૂ, મામદ ઈભલાના પુત્રી, આર્યન, રૂહેનના માતા, મજીદ, સાજિદ, શબ્બીરના ભાભી, જુસબ, રઝાક, યુનસના બહેન તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-6-2026ના મંગળવારે સવારે 10થી 11 મદરેસા જમાલે મુસ્તફા, સુખપર સુમરાવાસ, માંડવી ખાતે.

કેરા (તા. ભુજ) : મુકતાબેન નવીનચંદ્ર જોષી (ઉ.વ. 86) તે સ્વ. નવીનચંદ્ર શિવશંકર જોષીના પત્ની, ધર્મેન્દ્રભાઈ (ખોખરા-અંજાર), સ્વ. તરુણાબેન, સ્વ. સરલાબેન, સ્વ. કલ્પનાબેનના માતા, મીત, કિશન, ઋષિ, યાજ્ઞિક, સિદ્ધિ, ખુશીના દાદી, રીના, અંજલિ, અભિષેક, મયૂર, વિમલના નાની, સ્વ. હીરાબેન અમૃતલાલ જોષી (ઓરિસ્સા)ના દેરાણી, દિવ્યાબેન વિશ્વનાથ જોષીના જેઠાણી, સ્વ. વિશ્વનાથભાઈ, સ્વ. ઉર્વશીબેન, સ્વ. હર્ષદબેન, સ્વ. મંજુલાબેનના ભાભી, યોગિતાબેન જોષી, અરાવિંદભાઈ ઠાકર, શશિકાંતભાઈ વ્યાસ, સ્વ. જગદીશભાઈ વ્યાસના સાસુ, નવનીતભાઈ, સનાતનભાઈ, ગૌરાંગભાઈના મોટીમા, પ્રદિપ, અશોક, રમેશ, હરીશ, સંજય, સ્વ. દિનેશ, સ્વ. મુકતાબેનના કાકી, સ્વ. કેશવલાલ શિવજી ભટ્ટ (અંજાર)ના પુત્રી, સ્વ. મગનલાલ, સ્વ. મોહનલાલના બહેન તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2026ના સોમવાર સાંજે 5થી 6 લુહાર સમાજવાડી, જૂની બજાર, બસ સ્ટેશન પાછળ, કેરા ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : ગં.સ્વ. ઝવેરબેન મગનલાલ પેથાણી (ઉ.વ. 86) (ફરાદી હાલે નાલાસોપારા, મુંબઈ), તે સ્વ. મોંગીબેન દામજી મોતાના પુત્રી, તે જીવરામ, સ્વ. જટાશંકર, સ્વ. મંગલદાસ, સ્વ. કનૈયાલાલ, રમેશ, વસંત, લક્ષ્મીબેન શૈલેષભાઈ અજાણીના બહેન, સ્વ. વિમળાબેન, ગં.સ્વ. દમિયંતિબેન, સ્વ. જયાબેન, ભારતીબેન, મિતાબેનના નણંદ, ગવરીશંકર, સ્વ. દિનેશ, સ્વ. હરેશ, સુરેશ, અમિત, પારસ, હિતેન, પંકિત, અન્નપૂર્ણાબેન ભરતભાઈ, ગીતાબેન ભરતભાઈ, રેખાબેન શૈલેષભાઈ, જિજ્ઞાબેન જગદીશભાઈ, ગીતાબેન રોહિતભાઈ, પ્રિયાબેન ભાવિકભાઈ. ભાવિકાબેન આકાશભાઈ, અંજનાબેન મેહુલભાઈ, આશાબેન મુકેશભાઇ, નિશાબેન પાર્થભાઈ, વૈશાલીબેન સુનીલભાઈ, ભૂમીબેન પિન્ટુભાઈના ફઈ, ધાર્મીક, હાર્દિક, સ્વાતીબેન મિતેષભાઈના માસી, સ્વ. મીઠુ વેલજી પેથાણીના પુત્રવધૂ, સ્વ. મગનલાલ મીઠુ પેથાણીના પત્ની, સ્વ. મહેશ, ગૌરીશંકર, પ્રફુલ્લભાઇ, કલ્પનાબેનના માતા, સ્વ. પ્રેમજી મીઠુ (નારાણપર), ઉમિયાશંકર મીઠુ (ફરાદી), રવિલાલ મીઠુ (ફરાદી), સ્વ. મોંગીબેન કાકુભાઇ (જામનગર), ગં.સ્વ. કસ્તૂરબેન મંગલદાસ (બાગ), સ્વ. રુક્ષ્મણીબેન નાનજી (મસ્કા), પુષ્પાબેન શિવજી (ગુદિયાળી)ના ભાભી, વર્ષાબેન ગૌરીશંકર, અરૂણાબેન પ્રફુલ્લભાઇ, રાજેશ શંકરલાલ ભટ્ટના સાસુ, કરિશ્માબેન મનનભાઇ, ખુશ્બૂબેન ગૌરાંગભાઇ, ધ્રુવીન, હેન્સીના દાદી, જયના નાની, કિશોર, હરેશ, મેહુલ, હિતેષ, મનોજ, વિપુલ, જિજ્ઞા, મીના, લક્ષ્મીના કાકી તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 23-6-2026ના મંગળવારે બાપોરે 2થી 4 મંગલાજ માતાજી મંદિર પરિસર, ગુંદિયાળી ખાતે અને સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 23-6-2026ના મંગળવારે સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી, ફરાદી ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ દરશડીના પ્રવીણચંદ્ર કલ્યાણજી શાહ (ઉ.વ. 74) તે સ્વ. રંભાબેન કલ્યાણજી શાહના પુત્ર, ભાવનાબેનના પતિ, સ્વ. ચંપાબેન મગનલાલ વોરા (માનકૂવા)ના જમાઇ, પારસ, મૌસમી, ટીનાના પિતા, હર્ષિદાબેન, દર્શનભાઇ, પ્રિન્સભાઇના સસરા, કિયોના, સૌમ્યના નાના, સ્વ. પૂનમચંદભાઇ, સ્વ. ગુલાબચંદભાઇ, સ્વ. શિવચંદભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, હરેશભાઇ, સ્વ. ઇશ્વરબેન દીપચંદ શાહ (વિથોણ), સ્વ. જનકબેન મુકેશભાઇ વોરા (અંજાર), સ્વ. વસંતબેન પ્રાણલાલ શાહ (વિથોણ)ના ભાઇ, ગાંગજીભાઇ, પ્રાણલાલભાઇ, કાન્તિલાલભાઇ, નવીનભાઇ, ગં.સ્વ. દમયંતીબેન મણિલાલ શાહ (નખત્રાણા), ગં.સ્વ. રંજનબેન ભૂપેન્દ્રભાઇ શાહ (અંજાર)ના બનેવી તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-6-2026ના સોમવારે સાંજે 4થી 5 મોટી ધર્મશાળા ઉપાશ્રય, ઓતરો ફળિયો, ચંપાની ફળિયાની સામે, બિદડા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : અરાવિંદગિરિ શંભુગિરિ (ઉ.વ. 58) તે ગ.સ્વ. પ્રેમાબેન શંભુગિરિ કલ્યાણગિરિના પુત્ર, ગં.સ્વ. ભારતીબેનના પતિ, મૈંત્રીબેન, મયંક, શિવાનીબેનના પિતા, રમેશગિરિ (મનફરા), ખુશીબેન, શુભાશગિરિ (મથલ)ના સસરા, ગ.સ્વ. શારદાબેન શંભુગિરિ (મોટા ભાડિયા), દમયંતીબેન નરસિગિરિ (બાલાપર), શોભનાબેન વસંતગિરિ (બાલાપર), ગં.સ્વ. મીનાબેન દિનેશપુરી (નખત્રાણા), ચંચળબેન મહેશપુરી (કાદિયા), રમેશગિરિના ભાઈ, સ્વ. દેવગિરિ, સ્વ. બચુગિરિ (નાના આસંબિયા), સ્વ. વલમગિરિ (સુખપર), લાલગિરિ (અંજાર), જશોદાબેન હંસરાજવન (મોટી વિરાણી), ઝવેરબેન વિશ્રામગિરિ (અંજાર)ના ભત્રીજા, નવીનગર, દીપકગર, મહેશગર, જયંતિગર, ભરતગર, અશોકગર, સંજયગર, અનિલગરના કાકાઇ ભાઈ, સ્વ. જેઠીગિરિ ધનગિરિ (નાની અરલ)ના જમાઈ, સ્વ. બાયાબાઈ તુલસીગર જીવનગર (બટ્ટા)ના દોહિત્ર, રિયાન્સી, જિયાંસી, ક્રિયાંશીના દાદા, પ્રિયા, ધ્યાની, દિશા, પ્રિયાંશી, ચાર્મી, પ્રિન્સના નાના તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 23-6-2026ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, દરિયાસ્થાન ખાતે. ઘડાઢોળ તા. 1-7-2026ના બુધવારે નિવાસસ્થાને.

સાંય (તા. રાપર) : વાલાભાઇ વજાભાઇ ચાવડા (ઉ.વ. 68) તે નીકાભાઇ, સ્વ. બાબુભાઇ, મનભુખભાઇના ભાઇ, હરેશભાઇ, પ્રવીણભાઇ, ગોમતીબેનના પિતા, શાંતિબેનના પતિ, કમુબેન, ગીતાબેન, વિજયભાઇના સસરા, ક્રિયાંશના દાદા તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. તા. 23-6-2026ના સવારે લોકાઇ, સાંજે પાટ ભજન. 

Panchang

dd