• શનિવાર, 27 જૂન, 2026

નશીલા પદાર્થોનાં દૂષણ અને જાગૃતિ અર્થે વોકેથોન યોજાઈ

ભુજ, તા. 26 : માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીટ દિવસની ઉજવણી અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા લોકોમાં નશીલા પદાર્થોનાં દૂષણ અંગે જનજાગૃતિ ફેલાવવા વોકેથોન યોજાઈ હતી. પોલીસ મહાનિર્દેશક- સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝ ગુજરાતની સૂચનાનાં પગલે પોલીસ નિરીક્ષક-સરહદી રેન્જ ચિરોગ કોરડિયા, પોલીસ અધીક્ષક વિકાસ સુંડાનાં માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના સંતો, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહના ઉદ્બોધન બાદ જ્યુબિલી ગ્રાઉન્ડથી વાયા બસ સ્ટેશન, લેકવ્યૂ હોટેલ પાસે વોકેથોન પૂરી કરવામાં આવી હતી. નાર્કોટિક્સ ડ્રગ્સથી થતાં નુકસાન સામે જાગૃતિ બેનરો સાથે અહીંની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડ યુનિટ, બીએસએફ ભુજના કર્મચારીઓ વોકેથોનમાં જોડાયા હતા. 

Panchang

dd