• શનિવાર, 27 જૂન, 2026

ગેસની ઓનલાઇન નોંધણી અચાનક આપોઆપ રદ્ થવાથી વપરાશકારો મુશ્કેલીમાં

ભુજ, તા.26 : ખાડી યુદ્ધને પગલે દેશ અને દુનિયામાં સર્જાયેલી ઇંધણની કટોકટીનો રેલો છેક કચ્છ સુધી અનુભવાઇ રહ્યો છે. રાંધણગેસની બોટલના પુરવઠા અને નોંધણી માટે કડક ધોરણો અમલ કરાયા છે. આને પગલે સામાન્ય ગેસ વપરાશકારોની હાલત કફોડી બની રહી છે. એકતરફ નવી બોટલની નેંધણી માટે લાંબો સમય રખાયો છે, તો બીજી તરફ આ ઓનલાઇન નોંધણી ઘણા કિસ્સામાં આપોઆપ રદ થઇ જતી હોવાની હકીકતો સામે આવતી રહે છે. એક વખત ઓનલાઇન નોંધણી થઇ ગયા બાદ તે આપોઆપ રદ્ થઇ જાય તો એક મહિના સુધી બીજી બોટલ નેંધાવી શકાતી નથી હોતી. પરિણામે ત્રસ્ત ગ્રાહકોએ અન્યત્ર  તે બોટલની વ્યવસ્થા કરવાની ફરજ પડે છે. ગેસ એજન્સીઓ અને પુરવઠા તંત્રએ એક વખત નોંધાયેલી ઓનલાઇન વિનંતી રદ્ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવે તે અનિવાર્ય બન્યું છે. 

Panchang

dd