ભુજ : મૂળ નાની અરલ
(તા. નખત્રાણા)ના પુષ્કર્ણા બ્રાહ્મણ લીલાવંતીબેન લક્ષ્મીદાસ જોષી (આચાર્ય) (ઉ. વ.
87) તે સ્વ. લક્ષ્મીદાસ હેમરાજના પત્ની, ગં.સ્વ. માલતીબેન વ્રજલાલ વાસુ (વિથોણ),
રસીલાબેન ચંદુલાલ પણિયા (ના. સરોવર), હંસાબેન વિઠ્ઠલદાસ
કેવડિયા (ભુજ), નરેન્દ્ર (ભુજ), વનિતાબેન
નૈષદકુમાર હર્ષ (ભુજ), સ્વ. ભાવનાબેનના માતા, આશાબેનના સાસુ, સોનલ જિતેન હર્ષ (અંજાર), જામિનીબેન રોહિતકુમાર બોડા (માંડવી), શિવમ, શાંતિ, મયૂર, મેહુલ, અરવિંદ, સુમિત, ખુશાલીના દાદી,
સ્વ. જવેરબેન આશર જોષી (વિથોણ)ના દેરાણી, સ્વ.
મૂળશંકર, સ્વ. ભૂપેન્દ્ર, દમયંતીબેન પ્રવાસી
કેવડિયા (અંજાર), મંગલ (વિથોણ), કંચનબેન
દિલીપકુમાર લુધર (ભુજ)ના કાકી, સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. પ્રતિમાબેન, પુષ્પાબેનના કાકીસાસુ, સ્વ. દેવામા ભાણજી (સાંભડા)ના પુત્રી, સ્વ. મંગલદાસ,
સ્વ. શંભુરામ, સ્વ. વાલજી, દમયંતીબેન (નેત્રા), બબીબેન (રસલિયા), નાનુબેન (દેવપર)ના બહેન, સ્વ. હંસાબેન મંગલદાસ વાસુ
(નલિયા)ના વેવાણ, મિતા, કુજેશ, મનીષ, રીના, ભૂમિ, અંજલિ, નીલેશ, નીરવ, વિષ્ણુ, જલ્પા, ઉત્તરા,
અમર, સ્વ. કાજલના નાની તા. 21-6-2026ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-6-2026ના મંગળવારે
સાંજે 4.30થી
5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : સાયદાબેન સાજીદ સમા (ઉ.વ. 22) તે સાજીદ અમીન સમાના પત્ની, બિલાલ કાસમ સમાના પુત્રી તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. તાજિયત પૂર્ણ થયેલ છે.
ભુજ : રીટાબેન દીપકભાઈ વિઠ્ઠા (ઉ. વ. 58) તે દીપકભાઈ વલ્લભરામ વિઠ્ઠાના પત્ની, રાજ તથા પાર્થના માતા, પૂજા તથા એકતાના સાસુ, ધ્રુવના દાદી, સ્વ. ભગવાનજી કેશવજી માકાણીના પુત્રી તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 23-6-2026ના સવારે 8.30 કલાકે
નિવાસસ્થાન 47, યોગીરાજ પાર્ક,
સંસ્કાર નગરથી રાજગોર સ્મશાનગૃહ, શાંતિ નગર જશે.
અંજાર : અ.સૌ. વ્યાપ્તિબેન તે અનુપમ હરિપ્રસાદ પટ્ટણી
(નિવૃત્ત કે.પી.ટી)ના પત્ની, સ્વ. પરિંદા અને કુશલ (ઓ.એન.જી.સી.)ના
માતા, ખંજન કુશલ પટ્ટણીના સાસુ, સ્વ. દિનેશ્વરીબેન
હરવદનભાઈ અંતાણીના પુત્રી, સ્વ. ભાનુમતી હરિપ્રસાદ પટ્ટણીના પુત્રવધૂ,
નેહા ભાર્ગવ ધોળકિયા, કેતુ હરવદનભાઈ અંતાણીના મોટા
બહેન, હર્ષા રસેન્દુભાઈ છાયા, તુષાર (કેડીસીસી
બેન્ક), પરાગ (આર.સી. ટ્રાન્સ ગ્લોબલ)ના ભાભી તા. 21-6-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનો માટે તા. 24-6-2026ના બુધવારે સાજે 5.30થી 6.30 હાટકેશ હોલ,
વર્ધમાન નગર, જી.ઈ.બી. ઓફિસ સામે, અંજાર ખાતે.
મુંદરા : ખત્રી ઓસમાન ઉમર (હટડીવાળા) (ઉ.વ. 76) તે મ. કાસમ (ગોલ્ડન પાન), ગુલામ અબ્બાસ (ઓસ્લો અગરબત્તી)ના ભાઈ,
શમીમ ઓસમાણ ગની (અંજાર), મોહમદશફિક, મોહમદઇકબાલ (સહારા ટેલિકોમ)ના પિતા તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-6-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 ખરોત
દરગાહ કંપાઉન્ડ, મુંદરા ખાતે.
લોડાઇ (તા. ભુજ) : અનસુયાબેન (ઉ. વ. 76) તે સ્વ. માધવજી મોતીરામ ભીંડેના પત્ની તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2026ના બુધવારે સાંજે 4થી 5 અંબેધામ,
ઊંચાણવાસ, લોડાઇ ખાતે.
ભુજોડી/વર્ધમાન નગર (તા. ભુજ) : મૂળ છાડુરાના પ્રવીણભાઈ
અરજણભાઈ ગજરા (ઉ.વ. 46) તે નેહાના પતિ, ઉન્નતિ અને ખનકના પિતા, ગં.સ્વ. ગુણવંતીબેન વિનોદભાઈ છેડા (નલિયા)ના જમાઈ, ગં.સ્વ.
મણિબાઈ શામજી હીરજી છેડાના પૌત્રીવર, ગં.સ્વ. મીઠીબાઈ ચત્રભુજ
લોડાયા (સાંયરા)ના દોહિત્રવર, જસ્મિના લીતેશ હીરાચંદ ખોના (નલિયા)ના
બનેવી, રિયાંશી અને વિધિના માસા તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 23-6-2026ના સવારે 9 વાગ્યે
નિવાસસ્થાન પી.સી. 38, વર્ધમાન નગર, ભુજોડી (તા. ભુજ)થી નીકળશે.
વર્ધમાન નગર/ભુજોડી (તા. ભુજ) : માસુકલાલ મગનલાલ મહેતા
(માજી મુખ્ય શિક્ષક, શિણાય)
(ઉ.વ. 93) તે મગનલાલ પ્રાગજી મહેતા અને ડાહીબેનના પુત્ર, સ્વ. પ્રભુલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. કનકભાઈ, પ્રતાપભાઈ,
સ્વ. હરસુખભાઇના ભાઈ, પુષ્પાબેનના જેઠ,
ભરતભાઈ, સ્વ. રાજેશભાઈ, પરેશભાઈના
કાકા, જેનિશ અને યસના કાકાદાદા, ગાયત્રીબેન
(ગૌરીબેન)ના કાકાસસરા તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
ટુંડા (તા. મુંદરા) : દામજી કેશવજી સોલંકી (ઉ.વ. 75) તે સ્વ. ભણબાઈ કેશવજી કાનજી સોલંકીના પુત્ર, દમયંતીબેનના પતિ, સ્વ. જખુભાઇ કેશવજી (બિદડા), રમેશ કેશવજી (ટુંડા),
ચાંપશીભાઈ ચનાભાઈ સોલંકી (બિદડા), રૂખમણિબેન બચુલાલ
મકવાણા (ફરાદી), સ્વ. હીરબાઈ કાનજી પરમાર (તુંબડી), પ્રભાબેન રમેશ ડોડિયા (ભુજ), મધુબેન જગદીશ સોલંકી ( ભુજ),
દિવાળીબેન કલ્યાણજીભાઇ ચાવડા (ભુજ)ના ભાઈ, ગિરીશ
અને હરેશના પિતા, અશ્વિન, મુકેશ,
કિશોર, વસંત, મનીષ,
હિતેષ, મહેશ, લીલાબેન,
રંજનબેન, મિત્તલબેનના કાકા, ગાવિંદજી ભગવાનજી (બિદડા)ના જમાઈ, રાજભાઈ, જય, જયદીપ, રાજવીર, અભિનવ, ધ્રુવ, આર્યનના દાદા તા.
21-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-6-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ટુંડા સાર્વજનિક સમાજવાડી ખાતે.
પાંચોટિયા (તા. માંડવી) : ગઢવી માલબાઇબેન વાલાભાઇ ભીંડા
(ઉ.વ. 103) તે ગઢવી જખાભાઇ, દેશાભાઇ, સ્વ. પનઇબાઇ, પુરબાઇબેન (મોટી ઉનડોઠ)ના માતા, આસબાઇબેન જખાભાઇ ભીંડાના
સાસુ, કનુભાઇ, રામભાઇ, નારાણભાઇ, ધનબાઇ રાજેશ ગઢવી (ભીંસરા)ના દાદી તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી, ઉત્તરક્રિયા તા. 2-7-2026ના ગુરુવારે નિવાસસ્થાન ભીંડા ફળિયા, પાંચોટિયા ખાતે.
નાન્દ્રા નાના (તા. અબડાસા) : જાડેજા પ્રભાતસિંહ જખુભા
(ઉ.વ. 75) તે સ્વ. ભીખુભા જખુભા, સ્વ. ગાભુભા, ગુલાબસિંહ (માતાના મઢ)ના ભાઇ, સરદારસિંહ જીલુભાના કાકાઇ
ભાઇ, દેવુભા, કિરીટસિંહ (રાજકોટ)ના કાકા,
સંજયસિંહના પિતા, ગિરિરાજસિંહ, હરીચંદ્રસિંહના મોટાબાપા, મયૂરસિંહ, યશપાલસિંહ, શિવમસિંહ, મીતરાજસિંહ,
દિવ્યરાજસિંહ, હિતરાજસિંહના દાદા તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી સમાજવાડી, નાના નાન્દ્રા ખાતે. ઉત્તરક્રિયા તા.
2-7-2026ના.
ભુજપુરના પ્રિતી
દેઢિયા (ઉં. 53) તે
ભાનુમતી ચંપકલાલના પુત્રવધુ. જીતેન્દ્રના પત્ની. હર્ષ, જેનિશના માતા. હંસાબેન (મણી) મણીલાલની પુત્રી. રશ્મી, રૂપેનના બેન અવસાન પામ્યા છે.
નાની તુંબડીના હેમેન્દ્ર સતિયા (ઉં. 58) તે
અમૃતબેન સુરજી (બાબુભાઈ) પાલણના પુત્ર. દિનાબેનના પતિ. અપૂર્વ, હિરલના પિતા. કુસુમ વસનજી મુરજી,
હેમલતા ચંદ્રકાંત ડુંગરશી, ઈંદિરા (હીના) ચંદ્રકાંત
મોરારજી, સુસ્મિતા બિપીન વૃજલાલ, વીણા હસમુખ
વેલજીના ભાઈ. લીલાવતીબેન ગાંગજી ચાંપશીના જમાઈ અવસાન પામ્યા છે.
(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)