• શનિવાર, 27 જૂન, 2026

નમસ્તે સર્કલ નજીક ગુજરાત એટીએસની કાર્યવાહી : 2.08 લાખ ટ્રામાડોલ ટેબલેટ સાથે આરોપી ઝડપાયો

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત આતંકવાદ વિરોધી સ્ક્વોડ (એટીએસ)એ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતાં શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે રૂ.8.32 કરોડની કિંમતનો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.  પ્રાથમિક વિગતો મુજબ ટ્રામાડોલ નામના પ્રતિબંધિત ડ્રગ્સનો આ જથ્થો ખાનગી બસ દ્વારા ગુજરાતમાં ડિલિવરી માટે લાવવામાં આવી રહ્યો હતો. દવાના સ્ટોકિસ્ટની આડમાં આ સમગ્ર ડ્રગ્સની હેરાફેરીનો ધંધો ચાલી રહર્યો હતો. જો કે, ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ એટીએસએ મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. શાહીબાગ ખાતે આવેલી એમઆર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી આશરે રૂ. 8.32 કરોડ રૂપિયાનો ટ્રામાડોલ ટેબ્લેટ્સનો જથ્થો કબજે કરી લીધો હતો.  એટીએસના અધિકારીઓએ મુખ્ય આરોપી પરેશ જૈનની રાજસ્થાનથી ધરપકડ કરી છે  કોર્ટમાંથી સાત દિવસના રિમાન્ડ મળતાં અને હાલ પૂછપરછ કરી રહ્યા છે.  ગુજરાત એટીએસના મતે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની મદદથી આ ડ્રગ્સનો જથ્થો પકડવામાં સફળતા મળી હતી. એટીએસને બાતમી મળી હતી કે વલસાડના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદે રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલનો વેપાર કરી રહ્યો છે. તકનિકી અને માનવ ગુપ્તચરની મદદથી એટીએસએ વધુ માહિતી મેળવી તેની ખરાઈ કર્યા બાદ આરોપીને પકડવા છટકું ગોઠવ્યું હતું. શાહીબાગમાં એમઆર ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરીમાં તપાસ કરાઈ હતી જેમાં છ મોટા બોક્સમાંથી 416 નાના બોક્સ મળ્યા હતા. આ બોક્સમાં કુલ 4,160 સ્ટ્રીપ્સ એટલે કે 2.08 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ મળી આવી હતી. પરેશની હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર મે-2026થી અત્યાર સુધી 25 બેચમાં કુલ 62 લાખ 54 હજાર ટ્રામાડોલ ટેબલેટ્સ મંગાવી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સપ્લાય કરી હતી.  

Panchang

dd