બેલફાસ્ટ, તા. 26 : ટીમ ઈન્ડિયા સામે આયર્લેન્ડનો
પ્રથમ વાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઐતિહાસિક
વિજય થયો છે. બે મેચની ટી-20 શ્રેણીના
પહેલા મુકાબલામાં આયર્લેન્ડનો 34 રને યાદગાર
વિજય થયો હતો. અગાઉ બન્ને ટીમ વચ્ચે 8 ટી-20 મેચ અને 3 વન-ડે મેચ રમાઇ હતી. જે તમામમાં ભારતને
જીત મળી હતી. આજની મેચમાં આયર્લેન્ડના 9 વિકેટે 182 રનના જવાબમાં
ભારતીય ટીમ 18.પ ઓવરમાં 148 રનમાં ડૂલ થઇ ગઇ હતી. બે મેચની
શ્રેણીમાં આયર્લેન્ડ 1-0થી આગળ થયું
છે. બીજી મેચ રવિવારે રમાશે. આજની મેચમાં વૈભવને તક ન આપવાની ભૂલ ભારતીય ટીમને ભારે
પડી હતી. ભારત તરફથી અભિષેક શર્માએ સર્વાધિક 49 રન 20 દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગાથી કર્યા હતા. બાકીના તમામ ભારતીય બેટર્સ સેમસન (પ), ઇશાન (1), નવો કેપ્ટન શ્રેયસ (3), તિલક વર્મા 19, સુંદર 9 નિષ્ફળ રહ્યા હતા. શિવમે 2પ અને અક્ષરે 1પ રનનું યોગદાન આપ્યું હતું. આયર્લેન્ડ
તરફથી મેથ્યુ હેમફ્રીઝ અને મેટ હોલાર્ડે 3-3 વિકેટ લીધી હતી. અગાઉ નવા ભારતીય કપ્તાન શ્રેયસ અય્યરે ટોસ જીતી
બોલિંગ પસંદ કરી હતી. આયર્લેન્ડ ટીમે નબળી શરૂઆત કરી પાવરપ્લેમાં 36 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આ પછી ભારતીય બોલર્સ
સામે કાઉન્ટર એટેક કરી ટીમનો સ્કોર 20 ઓવરના અંતે 9 વિકેટે 182 રન પર પહોંચાડયો હતો. આયર્લેન્ડની 4 વિકેટ પડી ગઇ હતી. આ પછી પાંચમી વિકેટમાં
44 દડામાં 64 રનની અને છઠ્ઠી વિકેટમાં માત્ર
17 દડામાં 49 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
કેપ્ટન લોર્કાન ટેક્ટરે 36 દડામાં પ
ચોગ્ગા-2 છગ્ગાથી પ0, ગેરેથ ડેલેનીએ 32 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 49 અને જોર્જ
ડોકરેલે 10 દડામાં 19 રન કર્યા હતા. ભારત તરફથી હર્ષિત
રાણાએ સફળ વાપસી કરીને 24 રનમાં 3 વિકેટ લીધી હતી. અર્શદીપ અને અક્ષરને 2-2 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયામાં
વૈભવ સહિત કોઇ નવા ખેલાડીને તક મળી ન હતી.