લંડન, તા. 26 : સાત વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન
અમેરિકાની દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સ સોમવારથી શરૂ થતી આ ગ્રાંડસ્લેમ ટેનિસ
ટૂર્નામેન્ટમાં ચાર વર્ષ પછી વાપસી કરશે ડબલ્સ બાદ સેરેનાને સિંગલ્સ રાઉન્ડમાં પણ આયોજકો
તરફથી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. 44 વર્ષીય સેરેના સિંગલ્સના પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાની 20 વર્ષીય ખેલાડી માયા જોઇંટ વિરુદ્ધ
ટકરાશે. ડબલ્સમાં તે મોટી બહેન 46 વર્ષીય વિનિસ
વિલિયમ્સ સાથે કોર્ટમાં ઉતરશે. વિમ્બલ્ડનમાં સેરેના તેનો છેલ્લો મેચ 2022માં રમી હતી. ત્યારે તેનો પહેલો
રાઉન્ડમાં જ પરાજય થયો હતો. વિમ્બલ્ડનમાં પુરુષ વર્ગમાં યાનિક સિનરને મહિલા વર્ગમાં
આર્યના સબાલેંકને ટોચનો ક્રમ અપાયો છે જ્યારે સાત વખતના ચેમ્પિયન મહાન ખેલાડી નોવાક
જોકોવિચ સાતમો ક્રમ અપાયો છે. બે વખતનો ચેમ્પિયન અને ગત સાલનો ઉપવિજેતા કાર્લોસ અલ્કારાજે
ઇજાને લીધે આ વખતે વિમ્બલ્ડનમાં ભાગ લેવાનો નથી.