મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 26 : ભુજ નખત્રાણા
હાઇ-વે દેવપર યક્ષ સુધી ડામરકામ કરાયા બાદ નખત્રાણા તરફના રસ્તે ડામર મઢવાનું કામ અધવચ્ચે
છોડી દેવામાં આવતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ સાથે વરસાદ પૂર્વે
કામગીરી પૂર્ણ કરાય તેવી માંગ ઊઠી હતી. આ હાઇ-વે પરથી કોટેશ્વર, ના. સરોવર, હાજીપીર,
માતાના મઢ જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત પશ્ચિમ કચ્છના 500 ગામોને જોડતો માર્ગ છે. વરસાદ
પહેલાં હાઇ-વેનું દેવપર સુધી અધૂરું છોડી દેવામાં આવેલું કામ શરૂ થાય એવી ગામલોકો દ્વારા
માંગ ઊઠી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા સંકલન સમિતિની
બેઠકમાં રસ્તો જલ્દી બને તે અંગે રજૂઆત કરી હતી. અધિકારી નરેશભાઇ ભાનુશાલીએ ડામર અને
ડીઝલની અછતને કારણે વિલંબ થયો હોવાનું જણાવતાં આ રસ્તા માટે કામની પણ મંજૂરી મળી જતાં આગામી દિવસોમાં કામ શરૂ કરાશે તેવું
ઉમેર્યું હતું.