અયોધ્યા, તા. 25 : રામમંદિર ચડાવા ચોરીનાં બહુચર્ચિત
પ્રકરણમાં ગુરુવારે પહેલી એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં ટિન્નુ યાદવ સહિત આઠ લોકોનાં નામ છે, જેમાંથી છ
આરોપીની ધરપકડ પણ કરી લેવાઈ છે. આ ફરિયાદમાં `સીટ'
દ્વારા જેમને આરોપી મનાયા હતા, તેવા કુલ્લ 17માંથી મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય
સહિત મોટા પદાધિકારીઓનાં નામ નથી. શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ
મોહને `સીટ'ના પ્રારંભિક અહેવાલના આધારે એફઆઈઆર નોંધાવી હતી. પહેલા એવા સમાચાર આવ્યા હતા
કે, ચંપતરાયે રાજીનામું આપી દીધું છે, પરંતુ
મંદિર નિર્માણ પ્રભારી ગોપાલરાવે ખોટા લેખાવ્યા હતા. રામશંકર યાદવ (ટિન્નુ),
લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુકલા, મનીષ યાદવ, રમાશંકર
મિશ્રા, સુભાષચંદ્ર શ્રીવાસ્તવ અને કરૂણેશ પાંડે સામે ફરિયાદ
નોંધાઈ છે. પોલિસે ટિન્નુ, લવકુશ અને અનુકલ્પ, અવિનાશ, મનીષ, રમાશંકર મિશ્રાની
ધરપકડ કરી લીધી છે, બાકીની ધરપકડો કરવા માટે ચાર ટીમો બનાવાઈ
છે. અગાઉ, એવા અહેવાલ હતા કે, સીટના તપાસ
અહેવાલમાં ચંપતરાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા, નિર્માણ પ્રભારી ગોપાલ રાવ સહિત 17 લોકોને આરોપી મનાયા હતા. એ તમામ વિરુદ્ધ એફઆઈઆર નિશ્ચિત મનાતી
હતી.દરમ્યાન, સપા ધારાસભ્ય રવિદાસ મેહરોત્રાએ
કહ્યું હતું કે, મુખ્યમંત્રીને હવે એક દિવસ પણ સત્તામાં રહેવાનો
અધિકાર રહ્યો નથી.