• શનિવાર, 27 જૂન, 2026

સુખપર : ડૂબી જવાથી યુવાનનું મોત, અકળ કારણે યુવકનો આપઘાત

ભુજ, તા. 26 : તાલુકાના સુખપર ગામના વાડી વિસ્તારમાં ડૂબી જવાથી શિવજીભાઈ લાધાભાઈ કોલી (ઉ.વ. 35)નું મોત થયું હતું, જ્યારે અન્ય એક બનાવમાં વિજયભાઈ બાબુભાઈ કોલી (ઉ.વ. 18) નામના યુવકે અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ભુજ ખાતે જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, હતભાગી શિવજીભાઈ વાડી વિસ્તારમાં હતા, ત્યારે પાણીમાં ડૂબી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ સુખપરમાં રહેતા વિજયભાઈ નામનો યુવક પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બંને બનાવ અંગે માનકૂવા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 

Panchang

dd