• શનિવાર, 27 જૂન, 2026

ગાંધીધામ રાજવી ઓવરબ્રિજના અટકેલા પ્રકલ્પને પુન:કાર્યરત કરવા થયું મનોમંથન

ગાંધીધામ, તા. 26 : શહેરમાં માતરબ રકમના ખર્ચે આકાર લઈ રહેલા રાજીવ ઓવરબ્રિજનું કામ છેલ્લા લાંબા સમયથી જુદા-જુદા કારણોસર ખોંરભે ચડયું છે, જેને લઈને નાગરિકોમાં ભારે નારાજગી પ્રસરી હતી. આ સ્થિતિમાં  અટકેલાં કામને ઝડપભેર પૂર્ણ કરવા ગાંધીધામમાં જુદા-જુદા તંત્રોની બેઠકમાં હકારાત્મક ઉકેલની દિશામાં મનોમંથન હાથ ધરાયું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની અધ્યક્ષતા તળે  યોજાયેલી બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન  તેજસ શેઠ,સુરક્ષા દળના પ્રતિનિધિ તથા મહેસૂલ વિભાગના અધિકારીઓ  સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વધારાના ખર્ચે માટે વધારાની 30.63 કરોડની  વહીવટી મંજૂરી અંગે સંબંધિતો સમક્ષ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી તેમજ આ પ્રકલ્પમાં જોડાયેલા પરસ્પર સંકલન કરી ઝડપીભેર સમસ્યાઓ ઉકેલી તાકીદે આ કામ પૂર્ણ કરવા ધારાસભ્યએ  અધિકારીઓને સૂચના આપી હતી. જાણકારોએ વિગતો આપી હતી. આ પ્રકલ્પમાં સુરક્ષા દળની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અહીં કામ કરવા માટે કબજો ન મળતાં કામગીરી આગળ ધપતી ન હતી.  આગામી દિવસોમાં  માર્ગ અને મકાન વિભાગ દ્વારા  સુરક્ષા દળની જમીનમાં  દીવાલ બાંધવામાં આવશે તેમજ તૂટેલા બેરેક પણ પુન: બનાવી દેવામાં આવશે. આ દિશામાં કાર્ય પણ પૂર્ણ થઈ ચુકયુ છે. આ પ્રકલ્પમાં અન્ય કોઈ વિઘ્ન ન નડે, તો આગામી પાંચ મહિનામાં ઓવરબ્રિજ નિર્માણનું કામ પૂર્ણ થવાનો આશાવાદ આર એન્ડ બી અધિકારીઆએ વ્યક્ત કર્યો હતો.    

Panchang

dd