નવી
દિલ્હી,
તા. 1 : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા અને રાજ્યસભા
સાંસદ કપિલ સિબલે બંગાળના ઘટનાક્રમને લઈને કહ્યું હતું કે તેઓને ભારતમાં રહેવામાં
શરમનો અનુભવ થઈ રહ્યો છે. આ નિવેદનના જવાબમાં ભાજપ દ્વારા શાબ્દિક પ્રહારો કરવામાં
આવ્યા હતા. ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે સિબલ સુપ્રીમ કોર્ટમાંથી કરોડો
રૂપિયાની કમાણી કરે છે અને આ જ દેશમાં રહેવામાં શરમ આવી રહી છે. સાથે જ સવાલ કર્યો
હતો કે જ્યારે 2021માં
પશ્ચિમ બંગાળમા ંહિંસા થઈ અને સેંકડો લોકો માર્યા ગયા ત્યારે સિબલે કેમ મોઢું
ખોલ્યું નહોતું ? ટીએમસી સાંસદ અભિષેક બેનરજી ઉપર હુમલા અંગે
સિબલે કહ્યું હતું કે તેઓ એવા દેશમાં રહેવામાં શરમ અનુભવી રહ્યા છે જયાં સત્તામાં
રહેલી પાર્ટી લોકતંત્રના મૂળ ઉખાડવા માટે કોઈપણ હરકતો કરી રહી છે. સિબલનો ઈશારો
ભાજપ તરફ હતો. આ નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પુનાવાલાએ સવાલો
ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સુપ્રીમમાં વકીલાત કરીને કરોડોની કમાણી કરતા
સિબલને દેશમાં રહેવામાં શરમ આવી રહી છે. 2021માં
બંગાળમાં હિંસા દરમિયાન 300થી વધુ ભાજપ અને કોંગ્રસના કાર્યકરો માર્યા ગયા
હતા ત્યારે સિબલે એક શબ્દ બોલ્યો નથી. તેઓ આરજીકર અને સંદેશખાલી મામલે પણ ચૂપ
રહ્યા છે. વિપક્ષના વિચારો ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ભાજપનો વિરોધ કરવો અલગ
વાત છે,
રાજનીતિક મતભેદ હોઇ શકે છે પણ દેશથી નફરત કેમ ? રાહુલ પણ કહે છે કે તે ભારતીય રાજ્યો સામેલ લડશે, લોકતંત્ર
ખતમ થયું છે, અમેરિકા-બ્રિટને હસ્તક્ષેપ કરવો જોઈએ. ઓપરેશન
સિંદૂર દરમિયાન અમુક લોકો સેનાની બહાદુરી ઉપર સવાલ ઉઠાવી ચુક્યા છે. રહી વાત
અભિષેક બેનરજીની તો હુમલામાં ટીએમસીના જ લોકો સામે હોવાનું બહાર આવ્યું છે. અમુક
વિપક્ષી નેતાઓ પણ આ બનાવને ટીએમસીની આંતરિક લડાઈ બતાવી રહ્યા છે.