• મંગળવાર, 02 જૂન, 2026

પાંચ એવોર્ડ સાથે સૂર્યવંશીનો વૈભવ; કુલ 3.10 કરોડ કમાયો

નવી દિલ્હી, તા. 1 : આઇપીએલ-2026 વૈભવ સૂર્યવંશી માટે સ્વપ્નવત સફળતા લાવી એમ કહી શકાય. તેની ટીમ રાજસ્થાન રોયલ્સ ભલે ફાઇનલમાં ન પહોંચી શકી પણ ધરખમ દેખાવ કરીને વૈભવે ખૂબ પ્રશંસા, પ્રસિદ્ધિ મેળવી અને ત્રણ કરોડ જેવી કમાણીએ કરી છે. દિગ્ગજ ક્રિકેટ નિષ્ણાત અને પોતાના યુગના મહાન બેટસમેન સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, આ વખતની આઇપીએલ તેઓ વૈભવ સૂર્યવંશીના ઉદયના કારણે યાદ રાખશે. વૈભવે 16 મેચમાં 776 રન કર્યા. તેને ઓરેન્જ કેપ (સૌથી વધુ રન) અને સૌથી મૂલ્યવાન ખેલાડી ઉપરાંત સૌથી વધુ સિક્સ, સુપર સ્ટ્રાઇકર ઓફ સિઝન ઉપરાંત ઇમર્જિંગ પ્લેયર ઓફ સિઝન એમ પાંચ એવોર્ડ મળ્યા. તેની કુલ કમાણી રૂા. 3.10 કરોડ પહોંચી છે. રિટેનર ફી તરીકે 1.10 કરોડ, મેચ ફી 1.20 કરોડ, પ્લેયર ઓફ ધ સિઝન 15 લાખ, બીજા ચાર એવોર્ડ સાથે કુલ રૂા. 40 લાખ, 20 લાખની ટાટા સિએરા કારનો સમાવેશ થાય છે.

Panchang

dd