• મંગળવાર, 02 જૂન, 2026

મહાવીર ડેવલોપર્સનું નવું સોપાન વિશ્વાસ, પરિશ્રમ અને સપનાઓની સફર

અંજાર, તા. 1 : શહેરની  અગ્રણી રિયલ એસ્ટેટ સંસ્થા મહાવીર ડેવલોપર્સે સફળતાપૂર્વક  23 વર્ષ પૂર્ણ કરી 24મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો  તે પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યવસાયિક વિકાસની નવી દિશાઓ અને ભાવિ આયોજન સાથે `નવ સંસ્કરણ'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વાસ, પરિશ્રમ અને સપનાઓને સાકાર કરવાની અવિરત યાત્રા તરીકે ઓળખાતી મહાવીર ડેવલોપર્સની સફર આજે સમગ્ર કચ્છ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

વ્યવસાયને આગળ વધારવા નવી પેઢી સજ્જ

દોશી પરિવારના આ વ્યવસાયને આગામી પેઢી સુધી સફળતાપૂર્વક આગળ વધારવા માટે જિજ્ઞેશભાઈ દોશીની સુપુત્રી નેન્સી દોશી પણ સજ્જ બની રહી છે, જે પરિવારની વ્યવસાયિક પરંપરા અને મૂલ્યોને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા એ.આઈ. આધારિત વિશેષ વીડિયોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ વીડિયોમાં મહાવીર ડેવલોપર્સના જિજ્ઞેશભાઈ દોશી અને આનંદભાઈ દોશીના સ્વર્ગસ્થ પિતા સ્વ. રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી પોતાના પુત્રોને આશીર્વાદ પાઠવી રહ્યા હોય તેવું ભાવનાત્મક ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા ભાવવિભોર બની નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે રીટાબેન રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી પરિવારના સભ્યો માતા રીટાબેન રમણીકભાઇ દોશી, આનંદભાઈ દોશી, જુગલબેન દોશી, જિજ્ઞેશભાઈ દોશી, નમ્રતાબેન દોશી, કુ.નેન્સી દોશી, કુ. વૈરાગી દોશીના હસ્તે નવનિર્મિત `મહાવીર કોર્નર બિલ્ડિંગ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કચ્છ ગુજરાતના ઉદ્યોગપતિઓ, અગ્રણીઓની  ઉપસ્થિતિ

કાર્યક્રમમાં કચ્છ અને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ, જાણીતા ડેવલોપર્સ, એન્જિનીયરો, ધારાશાસ્ત્રીઓ, તબીબો, જૈન સમાજના અગ્રણીઓ, વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ, વિશ્વાસ, સેવાના મૂલ્યોને મજબૂત બનાવવાની નેમ

મહાવીર ડેવલોપર્સના 24મા વર્ષમાં પ્રવેશ સાથે સંસ્થાએ વિકાસ, વિશ્વાસ અને સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની અત્યાર સુધીની સફળતાઓને બિરદાવી ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પરંપરાગત વ્યવસાયથી નવું કરવાના જોમ સાથે વ્યવસાયનું ક્ષેત્ર વિકસ્યું

મહાવીર ડેવલોપર્સના જિજ્ઞેશભાઈ દોશી એ જણાવ્યું હતું કે, `ક્યારેક જીવનમાં લેવાયેલો એક નિર્ણય માત્ર વ્યવસાયને નથી બદલતો, પરંતુ  આખી પેઢીનું ભવિષ્ય બદલી નાખે છે. પરંપરાગત  ત્રણ પેઢીથી ચાલતા આર.એલ. દોશીના કપડાના વ્યવસાય વચ્ચે અમોએ અલગ સપનું જોયું હતું. કંઈક નવું કરવાની ઝંખના, પોતાની આગવી ઓળખ ઊભી કરવાની ઈચ્છા અને આ દૃઢ નિર્ણય, કંઈક નવું કરવાના જોમ અને જુસ્સાથી જમીનના વ્યવસાયમાં કંઈક મોટું સર્જવાનો આત્મવિશ્વાસ આ વિચારો સાથે એક નવી સફરની શરૂઆત કરી હતી.

મહાવીર ડેવલોપર્સ : શરૂઆત નાની-સ્વપ્ન મોટા હતા

મોટા ભાઈ આનંદભાઈના સાથ અને પરિવારના આશીર્વાદ સાથે વર્ષ 2003માં મહાવીર ડેવલોપર્સના નામ સાથે આરંભ કરાયો, શરૂઆત નાની હતી, પરંતુ સપનાઓ ખૂબ મોટા હતા. અવિરત મહેનત, લોકોનો વિશ્વાસ જીતવાની તલપ અને સતત પરિશ્રમના બળ પર મહાવીર ડેવલોપર્સ ધીમે-ધીમે વિકાસના નવા શિખરો સર કરવા લાગ્યું. વર્ષ 2007માં સપનાનું પહેલું સરનામું સાકાર થયું. ત્યારબાદ સમય સાથે માત્ર નામ જ નહીં, પરંતુ વિશ્વાસ અને ઓળખ પણ સતત વધતી ગઈ.

મહાવીર કોર્નર વ્યવસાયની મજબૂત ઓળખ બની

વર્ષ 2011માં પોતાના સ્વપ્નને સાકાર સ્વરૂપ આપવા મહાવીર કોર્નર ઊભું થયું, જે વ્યવસાયની મજબૂત ઓળખ બની. વ્યવસાયના જોમ અને જુસ્સાથી ભરેલા રોકાવું પાલવે તેમ નહોતું, તેમ વર્ષ 2013માં મહાવીર ફાયનાન્સનો આરંભ આવ્યો. એક જ છત નીચે બે વિશ્વાસભર્યા વ્યવસાય આગળ વધ્યા. ગ્રાહકો માટે વિશ્વાસ અને પારદર્શિતાનો આધાર બની રહેલી આ સફરે આજે કચ્છના અનેક શહેરોમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે.

કચ્છના છ તાલુકામાં મહાવીર ડેવલોપર્સની હાજરી

અંજાર, ભુજ, મુંદરા, ગાંધીધામ, ભચાઉ અને માંડવી સહિત કચ્છના છ તાલુકામાં  મહાવીર ડેવલોપર્સ આજે ગર્વ સાથે પોતાની હાજરી નોંધાવી રહ્યું છે. નેન્સી રેસિડેન્સી જેવા પ્રોજેક્ટ દ્વારા અનેક પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે, જ્યારે નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા ઉદ્યોગોને નવી દિશા અને વિકાસનો માર્ગ પ્રાપ્ત થયો છે. વડીલોના આશીર્વાદ, પરિવારનો અડગ સાથ અને લોકોના અખૂટ વિશ્વાસ સહયોગ સાથે હવે મહાવીર ડેવલોપર્સ એક વધુ ભવ્ય પગલું ભરી રહ્યું છે.

માત્ર ઓફિસ કે પ્રોજેક્ટ નહીં લોકોના સ્વપ્નને સરનામું આપીએ છીએ

અંજાર મધ્યે અત્યાધુનિક વ્યવસાય ક્ષેત્રને વિસ્તારતા  મહાવીર કોર્નરનો આરંભ કરવામાં આવી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીયે તો અમો માત્ર ઓફિસો કે પ્રોજેક્ટ્સ નહીં, લોકોના સપનાઓને સરનામું આપીએ છીએ. આ અવસરે વ્યવસાયની આ નવી સફરમાં હવે અમારી  દીકરી નેન્સી  નવી પેઢીના નવા વિચારો અને આધુનિક દૃષ્ટિકોણ સાથે તે આ પરંપરાને વધુ ઊંચાઈએ લઈ જવા સજ્જ હોવાનું ઉમેર્યું હતું. આમ મહાવીર કોર્નર  ફક્ત એક નવી ઓફિસ નથી, તે વિશ્વાસ, પરિશ્રમ અને સપનાઓની નવી ઓળખ છે.

સંપત્તિ કરતાં પુણ્યના ભાથાને મહત્ત્વ

જિજ્ઞેશભાઈનો જીવનમંત્ર જીવનમાં સંપત્તિ કરતાં પુણ્યના ભાથાને વધુ મહત્ત્વ આપે છે અને સેવા સાથે જોડાયેલો ધર્મ જ સાચી સમૃદ્ધિ સમજે છે તાજેતરમાં અંજાર ખાતે યોજાયેલા ચાતુર્માસ દરમિયાન 261 સિદ્ધિતપ આરાધક તપસ્વી શ્રાવક તથા શ્રાવિકાને 51 ગ્રામ રજત મુદ્રા દ્વારા અનુમોદના કરી જીવનને ધન્ય બનાવ્યું હતું આવા ઐતિહાસિક ચાતૃમાસને યશસ્વી બનાવવા સમસ્ત સમાજના દરેક આંગણને રજતમુદ્રાથી સજાવ્યા છે. આ પ્રસંગ માત્ર સન્માનનો ન હતો પરંતુ ધર્મ પ્રત્યેના શ્રદ્ધાભાવ, વિનમ્રતા અને ધર્મપ્રેમની સુંદર અભિવ્યક્તિનો લાગણીસભર અવસર હતો. તપસ્વીઓના ચરણોમાં વ્યક્ત થયેલી આ ભક્તિ એ દર્શાવે છે કે, જિજ્ઞેશભાઈ માટે ધર્મ માત્ર પરંપરા જીવન જીવવાનો એક પવિત્ર માર્ગ છે. ધર્મ, સેવા અને સંસ્કારના આ સમન્વયથી તેમનું વ્યક્તિત્વ આજે સમાજ માટે પ્રેરણાનું એક સુંદર ઉદાહરણ બન્યું છે.

મહાવીર ડેવલોપર્સ પ્રગતિ અને આધુનિકતાનું પ્રતીક

અંજાર, તા. 1 : મહાવીર ડેવલોપર્સ અને મહાવીર ફાઇનાન્સ ભુજ, અંજાર, ગાંધીધામ, મુંદરા, ભચાઉ અને માંડવી સહિત કચ્છના છ તાલુકામાં પોતાની હાજરી નોંધાવી છે. ગ્રાહકોના વિશ્વાસ અને પારદર્શક કાર્યપદ્ધતિના કારણે સંસ્થાએ સતત વિકાસના નવા શિખરો સર કર્યા છે. સમગ્ર કચ્છના ડેવલોપર્સમાં સૌથી આધુનિક અને વિશાળ કાર્યાલય ધરાવતી મહાવીર ડેવલોપર્સ આજે પ્રગતિ અને આધુનિકતાનું પ્રતીક બની છે.

માત્ર વ્યવસાયી નહીં જૈનધર્મના સિદ્ધાંતને હૃદયપૂર્વક જીવનમાં ઉતાર્યા 

અંજાર, તા. 1 : જિજ્ઞેશભાઈ માત્ર એક સફળ વ્યવસાયી જ નહીં પણ તેઓ જૈન ધર્મના સિદ્ધાંતોને હૃદયપૂર્વક જીવનમાં ઉતારનાર એક ધાર્મિક અને સંસ્કારી અને સાચા શ્રાવકને શોભે તેવું વિરલ વ્યક્તિત્વ  છે અને સાધર્મિક ભક્તિના ગુણ તેમના જીવનનું મૂળ છે. ધર્મ પ્રત્યેની તેમની અખંડ શ્રદ્ધા અને આત્મિય ભાવના તેમના દરેક કાર્યમાં સ્પષ્ટપણે ઝળકે છે. આ જ આધ્યાત્મિક ભાવનાનું સુંદર પ્રતાબિંબ છે, તેમના દ્વારા નિર્મિત થયેલા ધર્મ સ્થાનક, જે આજે માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ શાંતિ, સાધના અને સંસ્કારનું પવિત્ર કેન્દ્ર બની ગયું છે.

માત્ર વ્યાવસાયિક જ નહીં સામાજિક સેવા ક્ષેત્રે આગવું યોગદાન

અંજાર, તા. 1 : દોશી પરિવાર માત્ર વ્યવસાયિક ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક સેવા ક્ષેત્રે પણ આગવું યોગદાન આપી રહ્યો છે. રમણિક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ અંજારમાં `શ્રી મહાવીર જૈન ભોજનાલય' અને `શ્રી મહાવીર સારવાર કેન્દ્ર' 2024થી કાર્યરત છે. અહીં કોઈ પણ વ્યક્તિને માત્ર રૂા. 10માં શુદ્ધ, સાત્ત્વિક અને ભરપેટ ભોજન આપવામાં આવે છે, જેમાં દરરોજ આશરે 400 લોકો લાભ લે છે, જ્યારે માત્ર રૂા. 10ના નજીવા દરે જરૂરિયાતમંદ દર્દીઓને સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં દરરોજ આશરે 100 લોકો આ સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લઈ રહ્યા છે, જે દોશી પરિવારની સમાજસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે

કચ્છના રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે આગવી ઓળખ

અંજાર, તા. 1 :  શહેરની ગંગા બજારમાં ત્રણ પેઢીથી કપડાંના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા દોશી પરિવારના જિજ્ઞેશભાઈ દોશીએ પરંપરાગત વ્યવસાયથી અલગ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાનું સ્વપ્ન જોયું હતું. તેમના દૃષ્ટિકોણ, સાહસ અને સતત મહેનતના પરિણામે મહાવીર ડેવલોપર્સ આજે કચ્છના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત થયું છે. 2003માં આ વ્યવસાયનો વિચારબિજ રોપાયા બાદ વર્ષ 2007, 2011માં ક્રમિક વિકાસ બાદ 2013માં નિર્માણ પામેલા `મહાવીર કોર્નર' સાથે મહાવીર ફાઇનાન્સની નવી સફર પણ શરૂ થઈ હતી. એક જ છત નીચે શરૂ કરાયેલા બે વિશ્વાસભર્યા વ્યવસાયો `નેન્સી રેસિડેન્સી' અને `શ્રી નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક' આજે કચ્છના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા પ્રોજેક્ટ્સ તરીકે ઓળખાય છે. આ બંને પ્રોજેક્ટ્સે રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે આગવી છાપ ઊભી કરી છે.

Panchang

dd