• મંગળવાર, 02 જૂન, 2026

રાયધણપરના લોકોની પડખે કચ્છ ઊભું છે તેવો સધિયારો

રાયણધપર (તા. ભુજ), તા. 1 : રાયધણપર ગામ હવે પોતાને એકલું ન સમજે. સનાતન સમાજ અને સંતગણ સમેત સમગ્ર કચ્છ હવે તમારી પડખે ઊંભું છે તેવી હાકલ સાથે વિવિધ રીતે સધિયારો અપાયો હતો. શુક્રવારની રાત્રે હિંસક ટોળાં દ્વારા રાયધણપર ગામમાં ઘૂસી આવી ધોકા-પાઈપ અને પથ્થરો વડે આતંક મચાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબદસ્ત હેઠળ રહેલા રાયધણપર ગ્રામજનોને વિવિધ સંગઠનો-સંતગણ અને સમાજના આગેવાનો દ્વારા રૂબરૂ સધિયારો આપી સમગ્ર કચ્છ હવે રાયધપરની સાથે છે તેવી હૂંફ આપી હતી. ઘટના બાદ રાયધણપર આવેલા કચ્છ આહીર મંડળના પ્રમુખ તેજાભાઈ કાનગડ, પદ્ધર વિભાગ આહીર સમાજના પ્રમુખ ધનજીભાઈ ચાવડા, અશોકભાઈ બરાડિયા, આણદાભાઈ માતા, દામજીભાઈ જાટિયા સહિતના વિવિધ સમાજ અને સંગઠનના આગેવાનો ગ્રામજનોને મળ્યા હતા અને સૌ સાથે હોવાની ખાતરી આપી હતી.  બીજીતરફ, સોમવારે સવારે એકલધમ જગ્યાના મહંત દેવનાથ બાપુએ રાયધણપરની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, હિન્દુ સમાજ .પર ખોટી રીતે હુમલા અને કનડગત સાંખી લેવાશે નહીં. જો કે, પોલીસ પ્રશાસન દ્વારા થયેલી કામગીરીની નોંધ લઈ ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કરી તંત્રમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. દરમ્યાન રાયધણપર ગામ ઉપર થયેલા આ હિંસક પથ્થરમારામાં ઘાયલ થયેલા ઈજાગ્રસ્ત રાજેશ અંબાલાલ આહીર નામના યુવાનની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રહેલા રાયધણપર ગામમાં બનાવના આજે ત્રીજા દિવસે ગામનું જનજીવન હવે થાળે પડી રહ્યું છે ખેતીવાડીથી સંકળાયેલા શાંત ગણાતા ગામમાં આ પ્રકારનો હિંસક હુમલો ઈતિહાસમાં પ્રથમ ઘટના હોવાથી લોકો હતપ્રભ બની ગયા હતા. ઘટના બાદ સ્થાનિક સ્થિતિ અંગે પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા દરરોજ જાતે મોનિટરિંગ કરી રહ્યા છે.

Panchang

dd