અમદાવાદ, તા. 1 : ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ ફરી એકવાર અદ્ભુત મેચ
વિનિંગ ઇનિંગ રમી હતી અને સફેદ દડાના ક્રિકેટનો તે સર્વકાલીન મહાન બેટધર શું કામ
કહેવાય છે તે બતાવી આપ્યું હતું. કોહલીએ ફાઇનલમાં ટાઇટન્સ સામે આઇપીએલ કેરિયરની
પોતાની સૌથી ઝડપી અર્ધસદી 2પ દડામાં બનાવી હતી અને અણનમ 7પ
રન કરી આરસીબીને જીત અપાવી હતી. મેચ બાદ કોહલી મેદાન પર પત્ની અનુષ્કા શર્મા અને
સાથી ખેલાડીઓના પરિવાર સાથે ભાવુક થયો હતો. બાદમાં તેણે ખેલાડીઓ સાથે રાતભર
નાચ-ગાન અને મોજ-મસ્તી કર્યા હતા. પ્લેયર ઓફ ધ ફાઇનલ થયા બાદ કોહલીએ કહ્યું કે મેં
પહેલાં જે ખેલાડીઓને કહી દીધું હતું કે આ વખતે પહેલાં જેવું દબાણ મહેસૂસ કરી રહ્યો
નથી. અમે જાણતા હતા કે અમારા દળની તાકાત શું છે. આથી જ અમે અહીં પહોંચ્યા છીએ.
ગ્રુપ સ્ટેજમાં અમે ટોપ કર્યું અને અહીં આવે નીડર બની રમ્યા. આજે રાત્રે છોકરાએ
ફરી કરી બતાવ્યું. આ એક શાનદાર પ્રદર્શન હતું.