• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ભુજના હાલે મોરબી વડનગરા નાગર રાજીવ વૈદ્ય (ઉ.વ. 72) તે સ્વ. મંજુલતા પ્રાણલાલ હરિપ્રસાદ વૈદ્યના પુત્ર, સ્વ. ચિત્રલેખાબેન, સ્વ. વિનીતભાઈ, જયશ્રીબેન, ઉદિતાબેન, વ્યોમેશભાઈ, અતુલભાઈના ભાઈ, અંજના આર. વૈદ્ય (નિવૃત્ત પોસ્ટ માસ્ટર, મોરબી)ના પતિ, મૌસમી અને જોલીના પિતા, સ્વ. કંચનબેન બિહારીલાલ છગનલાલ અંજારીઆના જમાઈ, મહેશ્વરીબેન સુભાષભાઈ વૈદ્ય, અલકા ત્રિદિવ વૈદ્ય, હરીશભાઈ, ભરતભાઈ અને દર્શક અંજારીઆના બનેવી તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-4-2026ના સાંજે 5થી 6 પુરુષોત્તમ ચોક, શનિદેવ મંદિરનું પ્રાંગણ, મોરબી ખાતે.

ભુજ : સરોજબેન પ્રેમલાલ રાજપૂત (ઉ.વ. 70) (ભુજ ઇંગ્લિશ સ્કૂલ) તે પ્રેમલાલના પત્ની, સ્વ. મુકેશ શ્યામલાલ (પોલીસ ખાતું), હેમંત શ્યામલાલના કાકી, સ્વ. શ્યામલાલ ગંગાશાહી (આર્મી એમ.એચ. હોસ્પિટલ)ના નાનાભાઇના પત્ની, સરલાબેન શ્યામલાલ (અજરામરજી હાઇસ્કૂલ)ના નાનાબહેન, મનોહર, અરૂણાબેન (કાનપુર), સુધાબેન (લખનઉ)ના માતા તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 24-4-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પવનચક્કી સામે, કેમ્પ એરિયાથી નીકળશે.

ભુજ : અનિલ રાજેન્દ્ર મહેતા (કાયસ્થ) (એસ.ટી.) (ઉ.વ. 82) તે સ્વ. રાજેન્દ્રભાઇના પુત્ર, માયાબેનના પતિ, રિતી અને ચિંતન (આશાપુરા)ના પિતા, સ્વ. હરેન્દ્ર, કેતન, શૈલજા, ગં.સ્વ. ઇન્દુબેનના ભાઇ, પરાગ (અંજાર), નીલેશ (મુંદરા)ના બનેવી, અંજનભાઇ અને લેખાના સસરા, ડોલીના નાના, નિત્યના દાદા તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2026ના શનિવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી નગર ચાર રસ્તા, ભુજ ખાતે.

ભુજ : બલોચ અલીખાન (માજી નગરસેવક ભુજ નગરપાલિકા) (ઉ.વ. 60) તે મ. જૂસબખાન પીરૂખાનના પુત્ર, મ. મામદખાન પીરૂખાન (નિરોણા)ના જમાઈ, મ. બાબુખાન (પી.જી.વી.સી.એલ.), મ. કરીમખાન (કમ્પાઉન્ડર), આમદખાન, અનવરખાનના ભાઈ, અકબરખાન (નિરોણા), અજિતખાન (નિરોણા), મ. ફિરોજખાન (નિરોણા)ના બનેવી, મોઈનખાનના પિતા, ઇમરાનખાન (પી.જી.વી.સી.એલ.)ના સસરા, મોગલ ગુલબેગ (નિરોણા)ના ભાણેજ તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-4-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન, ખારીનદી રોડ, અમન નગર, ભુજ ખાતે.

ભુજ : શાંતિલાલ નાનજી પરમાર (ઉ.વ. 61) (પેઈન્ટર) તે સ્વ. જીવાબા નાનજી પરમારના પુત્ર, શાન્તાબેનના પતિ, ભીખાલાલ, સ્વ. ઘનશ્યામસિંહ, જશુબા જાડેજા, દયાબા દેવીસંગ જાડેજાના ભાઇ, સ્વ. સવિતાબેનના દિયર, ગં.સ્વ. રેશ્માબેનના જેઠ, રશ્મિબેન વિજય ચૌહાણ (મુંબઇ), કાશ્મીરાબેન પ્રફુલ્લ પરમાર (ભુજ), શિલ્પાબેન ચિંતન ડુડિયા (વાંકી, હાલે જામનગર), ધીરેનના પિતા, સ્વ. સંજય, પ્રકાશભાઇ, શક્તિસિંહ, સ્વ. કૃપાબા, યશ્વીબેન દિલીપભાઇ ભટ્ટી (વિંઝાણ)ના કાકા, કોમલ, કુનાલ, માહી, યોગરાજના દાદા, ધ્યાન ડુડિયાના નાના, સ્વ. વિશનજી ગાભાભાઇ ચૌહાણ (બિદડા)ના જમાઇ, નાનજી, મગનભાઇ, અરવિંદભાઇ (બિદડા), સ્વ. લીલાવંતીબેન રવિલાલ સોલંકી (બેરાજા)ના બનેવી તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-4-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 આંબેડકર ભવન, વિજયનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ ભચાઉના ખત્રી દાઉદભાઈ હાજી ઇસ્માઇલ (ઉ.વ. 59) તે અબ્દુલવાહીદ, ઇમ્તિયાઝ, ઈરફાન, હુઝૈફા, અમ્મારના પિતા, હાજી મહંમદ, ઈબ્રાહિમ, ઇદ્રીસ, અબ્દુલગની (ભચાઉ), હાફીઝ ઉસમાન (ભુજ)ના ભાઈ તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. ઇસાલે સવાબ માટે કુર્આન ખ્વાની તા. 25-4-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને તાહા નગર, અમન નગર ચાર રસ્તા, ભુજ ખાતે.

અંજાર : મૂળ ખેડોઈના ગં.સ્વ. અમૃતબેન અંબાલાલ ભગત (પટેલ) (ઉ.વ. 81) તે સ્વ. લક્ષ્મીબેન વિશ્રામભાઈ રાજાભાઈ ભગતના પુત્રવધૂ, સ્વ. અંબાલાલભાઈના પત્ની, જિતેન્દ્ર, પ્રવીણ, જ્યોતિબેનના માતા, હર્ષાબેન, અસ્મિતાબેન, વિનોદકુમારના સાસુ, અંકુર (મુંબઈ), અક્ષિત, રાજન, હિનલના દાદી, મીરાં, હર્ષી, પૂર્તિના દાદીસાસુ, જીનય, સિયાના પરદાદી, નારાયણભાઈ (મુંબઈ)ના નાના ભાઈના પત્ની, નરાસિંહભાઈ, ડાહ્યાભાઈ (અંજાર), ડો. પ્રો. કે. વી. પાટીદાર (ભુજ), સ્વ. કંકુબેનના ભાભી, જયંતભાઈ (ભુજ), અશ્વિનભાઈ (મુંબઈ)ના કાકી, હસમુખભાઈ, દિલીપભાઈ, રમેશભાઈ, દીપકભાઈ (અંજાર), ડો. જિજ્ઞેશ પાટીદાર (ભુજ)ના મોટામા, મેહુલ, ઉત્સવ (બેંગ્લોર), નેહાના નાની, સ્વ. પ્રેમજીભાઈ અરજણભાઈ સેંઘાણીના પુત્રી, રામજીભાઈ, રમણીકભાઈ, તુલસીભાઈ, પ્રફુલ્લભાઈ (ઘાટકોપર), યશોદાબેન, દમયંતીબેન (કોટડા)ના બહેન તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 લક્ષ્મીનારાયણ મંદિર, પ્રભુકૃપા સોસાયટી, અંજાર ખાતે.

અંજાર : ગોસ્વામી ભરતગિરિ તે પરસોત્તમગિરિ રામગિર તથા સ્વ. કંકુબેનના પુત્ર, ગં.સ્વ. અરૂણાબેનના પતિ, જાગૃતિ (દુધઇ), યોગેશ્વરી (મોખાણા), નિમેષ (અંજાર), કોમલ (સૂરજપર)ના પિતા, પ્રિહાન, વૈભવીના દાદા, પ્રવીણગિરિ, સ્વ. રમણીકગિરિ, સુરેશગિરિ, મધુબેન રમેશગિરિ (ભુજ), શારદાબેન સુરેશગિરિ (અંજાર)ના ભાઇ, સ્વ. કેણગિરિ રામગિરિ, સ્વ. ગંગાગિરિ રામગિરિ, સ્વ. કેશવગિરિ રામગિરિના ભત્રીજા, રાહુલગિરિ, કુંદનબેન સંજયગિરિ (માનકૂવા), ફાલ્ગુની નીલેશગિરિ (માંડવી), મારુતિ જિતેશગિરિ (ભુજ)ના મોટાબાપુ, હિરેનગિરિ, અજેશગિરિ, બ્રિજેશગરિ, હર્ષિદાબેન ભાવેશગિરિ (નાગલપર), નેહાબેન દીપેનપુરી (અંજાર)ના કાકા, સ્વ. મૂલગિરિ દોલતગિરિ (કિડાણા)ના જમાઇ, હંસાબેન, દિલીપગિરિ, દિનેશગિરિ, મહેન્દ્રગિરિ (કિડાણા)ના બનેવી, શ્રદ્ધાબેન (અંજાર), જિતેશગિરિ (દુધઇ), રાજેશગિરિ (મોખાણા), ભાવેશગિરિ (સૂરજપર)ના સસરા તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-4-2026ના શુક્રવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, ખોડિયાર મંદિરની બાજુમાં, અંજાર ખાતે.

માંડવી : પુરીબેન (ઉ.વ. 85) તે સ્વ. કાનજીભાઇના પત્ની, મણિલાલ, મણિબેન, સામખુરબેન, અમરતબેનના બહેન, નર્મદાબેનના નણંદ, પ્રવીણભાઇ, ચંદ્રિકાબેન, જ્યોતિબેનના માતા, રીનાબેન, કિશોરભાઇ, જયેશભાઇના સાસુ, શિવાંશ, સૃષ્ટિના દાદી, મીના, વિમલ, રાધિકા, ભક્તિ, બંસીના નાની તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-4-2026ના સાંજે 5થી 6 સલાટ સમાજવાડી, માંડવી ખાતે.

માંડવી : હનુબેન વેગડા (વાલ્મીકિ) (ઉ.વ. 80) તે સ્વ. કાકુ વેગડાના પત્ની, સ્વ. શિવજી નાથા મકવાણાના પુત્રી, શાંતિ મકવાણા, સ્વ. માવજી મકવાણા, સ્વ. પ્રભુ મકવાણાના બહેન, અશોક, રાકેશના માતા, તારુબેન, તેજલબેનના સાસુ, ભાવિક, જેમિની, હાર્દિક, કાવ્ય, શિવમના દાદી તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 24-4-2026ના શુક્રવારે સાંજે 4થી 5 વાલ્મીકિ સમાજવાડી, વાલ્મીકિવાસ, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ નરેડીના સારસ્વત બ્રાહ્મણ જોશી ધર્મિષ્ઠાબેન (ઉ.વ. 57) તે વિપુલભાઈ જોશી (મૂળ નરેડી, હાલે નખત્રાણા)ના પત્ની, સ્વ. શાંતાબેન ભાઈલાલભાઈ ચઠમંધરાના પુત્રવધૂ, સ્વ. ચંદ્રિકાબેન છોટાલાલભાઈ રત્નેશ્વર  (દેશલપર-વાંઢાય)ના પુત્રી, પાર્થ તથા તેજસના માતા, રોશનીબેનના સાસુ, ભૂમિતના દાદી, રાજેશભાઈ, હિતેષભાઈ, જયશ્રીબેન રાજેન્દ્રભાઈ રત્નેશ્વર (અંજાર), સુધાબેનના ભાભી, રેખાબેન, હેતલબેનના જેઠાણી, ક્રિષ્નાબેન મનીષભાઈ જોશી (માંડવી), સંજયભાઈ (દેશલપર-વાંઢાય)ના મોટા બહેન, અલ્પાબેન સંજયભાઈના નણંદ, આશિષના ફઇ, સ્વ. નાનાલાલભાઈ, ગં.સ્વ ઉષાબેન રમેશભાઈ (નખત્રાણા), વિજયાબેન જગદીશભાઈ, દક્ષાબેન પ્રજ્ઞેશભાઈ (દેશલપર), પ્રભાબેન જમનાદાસ જોશી (સુખપર), રસીલાબેન રમેશભાઈ જોશી (મોટા આસંબિયા), મીનાબેન મુકેશભાઈ જોશી (દહીંસરા), નીતાબેન ઉમેશભાઈ, દીનાબેન નરેશભાઈ (દેશલપર), સ્વ. અંજનાબેન રાજેશભાઈ સારંગધર (અંજાર), વનિતાબેન સુરેશભાઈ સોનપાર (ભુજ)ના ભત્રીજી, સ્વ. નીલમબેન મહેન્દ્રભાઈ ચઠમંધરા (માંડવી)ગં.સ્વ. ચંપાબેન ખરાશંકરભાઈ ચઠમંધરા (મોથાળા)ગં.સ્વ. શકુંતલાબેન પ્રબોદભાઇ ચઠમંધરા (માંડવી)ના ભત્રીજાવહુ તા. 22-4-2026ના અવસાન પામ્યા છે, બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-4-2026ના શનિવારે સાંજે 4થી 5 સમસ્ત બ્રહ્મસમાજ વાડી, વિરાણી રોડ ,નખત્રાણા ખાતે.

ઝુરા (તા. ભુજ) : કાન્તાબેન જોગેલ (ઉ.વ. 72) તે સ્વ. રામજી ખેતાભાઈના પત્ની, અમરતબેન ખીમજીભાઈ (વાલ્કા), મંજુબેન, કાનજીભાઈ જોગેલના માતા, જશોદાબેન, રસીલાબેન, રવિનાબેન, ભાઈલાલ દેવજી જોગેલ (અંગિયા નાના)ના મોટીમા, સ્વ. વેલજીભાઈ, રમુભાઈ સેખાણી (દેવપર)ના પુત્રી, મનજીભાઈ, સ્વ. રામજીભાઈ, દેવજીભાઈ, વીરજીભાઈ, મોહનભાઈના બહેન, ઉમરાબેન (રાજપર), હાસબાઈ (દેવપર), મુરીબેન (માધાપર)ના બહેન, મેઘબાઈ (માનકૂવા), નાનુબેન મનજીભાઈ (સિયોત)ના ભાભી તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. બારસ તા 25-4-2026ના.

રાયધણપર (તા. ભુજ) : ખેંગારભાઇ જીવાભાઇ બરાડિયા (ઉ.વ. 75) તે મ્યાજરભાઇ, ધનીબેન, હરિભાઇ, પુંજીબેનના પિતા, ધનાભાઇ, મેગરભાઇ, સામતભાઇ, ડાઇબેન, લખીબેનના ભાઇ, રીનાબેન (પી.એસ.આઇ.-રાજકોટ), વિષ્ણુ (પી.એસ.આઇ.-રાજકોટ), મિત્તલ, ભાવના, પાર્થ, જિજ્ઞેશના દાદા તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાયધણપર ખાતે.

મસ્કા (તા. માંડવી) : મંજુલાબેન માકાણી (ઉ.વ. 65) તે સ્વ. ચંદ્રકાંત જેઠાલાલ માકાણીના પત્ની, સ્વ. પુરબાઈ દયારામ નાનજી મોતા (મસ્કા)ના પુત્રી, ગં.સ્વ. સરસ્વતીબેન, રામજીભાઈ, સ્વ. નવીનભાઈ, જિતેન્દ્રભાઈના બહેન, લીલાવંતીબેન, સરોજબેન, પ્રીતિબેનના નણંદ, ભાવેશ, અંકિત, ભાવેશ, ભાવિકા, રિદ્ધિ, સાલીની, ઈશા, નેહા, ભક્તિના ફઈ, નવીનભાઈના નાના ભાઈના વહુ, રમેશભાઈ, સુરેશભાઈ, રાજુભાઈના ભાભી, હેમલતાબેનના દેરાણી, પ્રતિમાબેન, પ્રજ્ઞાબેનના જેઠાણીકમળાબેન, ભારતીબેનના ભાભી, હિતેષ, મિતા, પાર્થવી, વિનય, પ્રિયેન, આશિષના કાકી, રાજન, ભાવિક, બીના, રૂપેશ, કૌશિક, મહેન્દ્રના મામી તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-4-2026ના શનિવારે સાંજે 4થી 5 મંગલાજ માતાજી મંદિરનો વંડો, નવાવાસ, મસ્કા ખાતે.

ભોજાય (તા. માંડવી) : સંગાર કમાબેન સામત સરવૈયા (ઉ.વ.62) તે સામત ગાભાના પત્ની, વેલજી, રતન, ગગુ, કરસન, ખીમજી, સ્વ. ફુલબાઈ, સોનબાઇ, લીલબાઈ, હીરબાઇ, ગંગાબેનના ભોજાઈ, લખમી, વાલબાઈ, રમીલા, રાણાભાઇ (પપુ ), મેગરાજના માતા તા. 23-4-2026ના અવસાન પામ્યાછે. સાદડી તા. 24, 25, 27 શુક્રવાર, શનિવાર, સોમવાર (ત્રણ દિવસ).

સંગમનેર (તા. ભચાઉ) : દેવીકાબેન ભોજાણી (ઉ.વ. 85) તે સ્વ. વાલજીભાઇ રામજીભાઇ ભોજાણીના પત્ની, સ્વ. કરશનભાઇ, ડાહ્યાભાઇ, હરિભાઇ, સ્વ. જેન્તીભાઇ, પાર્વતીબેન પરસોત્તમ, કમળાબેન હરિલાલ, સ્વ. ચંદ્રિકાબેન જેન્તીલાલના ભાભી, રસીલાબેન, નીતાબેન, પ્રભાબેન, પ્રેમિલાબેન, જ્યોત્સનાબેન, અશ્વિનભાઇ, પ્રવીણભાઇના માતા, વિઠ્ઠલભાઇ, વિષ્ણુભાઇ, નંદલાલ, મુકેશભાઇ, રમેશભાઇ, જિજ્ઞાબેન, ઉષાબેનના સાસુ, રાજ, રાજવી, ખુશી, યશ્વી, નીરલના દાદી તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

બૈયાવા (તા. લખપત) : ભીભાજી તેજમાલજી જાડેજા (ઉ.વ. 63) તે સ્વ. તેજમાલજી નાથાજીના પુત્ર, સ્વ. પ્રતાપસિંહ તેજમાલજી, સ્વ. હરિસિંહ તેજમાલજી, કાનજી તેજમાલજી, કુંભાજી તેજમાલજી, સ્વ. ખીમાજી વેલાજી, લાલજી જેઠુભા, હઠુભા જેઠુભા, નવલસિંહ જેઠુભાના ભાઇ, મેઘરાજજી, પૃથ્વીરાજજીના પિતા, નારાણજી પ્રતાપસિંહ, ભીમજી પ્રતાપસિંહ, સ્વરૂપસિંહ હરિસિંહ, ચંદનસિંહ હરિસિંહ, મોહબ્બતસિંહ હરિસિંહ, વેસલજી ખીમાજીના કાકા, અર્જુનસિંહ કાનજીના મોટાબાપુ તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 26-4-2026 રવિવારે રાત્રે તથા ઘડાઢોળ તા. 27-4-2026 સોમવારે સવારે નિવાસસ્થાન બૈયાવા ખાતે.

પાનધ્રો (તા. લખપત) : મેમણ અબ્દરેમાન મામદ (ઉ.વ. 70) તે અબ્દુલ્લા ઉર્ફે અબ્દુલ, હાજી સેદીક ઈશા, ઇબ્રાહિમ ઈશા, હાજી કરીમ હાજી ઓસમાણ (ફુલરા)ના ભાઈ, આરીફ, હનીફ, આબીદના મોટા બાપા, રમજુ જાકબ, આમદ જાકબ (ફુલરા)ના બનેવી તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-4- 2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ, પાનધ્રો ખાતે.

રાયપુર (છત્તીસગઢ) : ગોપાલભાઇ (ઉ.વ. 65) તે સ્વ. પદ્માવતીબેન હીરાલાલ જેઠીના પુત્ર સ્વ. ઉમેશભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. ગિરધરભાઈ, શશીભાઈ, દિવુબેન, ઉમાબેન, તરલાબેન, શશીબેન, નિરૂપાબેન, અનંગબેન (ઉદયપુર-રાજસ્થાન)ના ભાઈ તા. ર3-4-2026ના રાયપુર ખાતે અવસાન પામ્યા છે. 

Panchang

dd