હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 23 : 26 એપ્રિલના યોજાનારી રાજ્યની
392 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની
ચૂંટણીઓના પ્રચાર પડઘમ 24મીના સાંજના
5ાંચ વાગ્યાથી શાંત થઈ જશે અને ઉમેવારો ચૂંટણીના
દિવસે મતદારોને પોતાની તરફેણમાં મતદાન માટે બૂથ સુધી લઈ જવાની આખરી તૈયારીઓમાં વ્યસ્ત
થઈ જશે. હવે ડોર ટુ ડોર પ્રચાર અને સામાજિક અગ્રણીઓ સાથેની બેઠકોના દોર જામશે. આ ચૂંટણીમાં
731 બેઠક બિનહરીફ જાહેર થયા પછી
હવે બાકી રહેતી કુલ 9308 બેઠક માટે
25,551 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ
રહ્યો છે. મીની વિધાનસભા-ચૂંટણી તરીકે જોવાઈ રહેલી આ વખતની ચૂંટણીમાં પ્રથમવાર OBC અનામત બેઠકો 10 ટકાથી વધારીને 27 ટકા કરાઈ છે, જેના કારણે સામાજિક સમીકરણોમાં મોટો ફેરફાર
થયો છે. ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઘઇઈ મતદારોનો પ્રભાવ વધ્યો છે અને પરંપરાગત
સામાન્ય-જનરલ બેઠકોનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટયો છે એટલે એમ કહી શકાય કે, આ ચૂંટણીનાં પરિણામો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીની રણનીતિ માટે અત્યંત મહત્ત્વની સાબિત
થઈ શકે છે. સૌથી મહત્ત્વનું એ છે કે, ગત ચૂંટણીમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ વખતે નવ મહાનગરપાલિકા નવી
બનતાં તેમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે. આમ કુલ 15, નગરપાલિકામાં ચૂંટણી થશે. એવી
જ રીતે નગરપાલિકાની સંખ્યા 81થી વધીને
84 થઈ છે. એવી જ રીતે જિલ્લા પંચાયતોની
સંખ્યા પણ 31થી વધીને 34 તથા તાલુકા પંચાયતોની સંખ્યા
પણ 239થી વધીને 260 થઈ છે. આમ કુલ મળીને 44 જેટલી નવી સંસ્થા ઉમેરાઈ છે અને ત્યાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ
રહી છે. આ ઉપરાંત આ વખતે પ્રથમવાર ઘઇઈ અનામત 10 ટકાથી વધીને 27 ટકા કરાઈ છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં સામાજિક સમીકરણો બદલાયાં છે. રાજકીય પક્ષોની
પરંપરાગત મત-બેન્કોમાં હલચલ સર્જાઈ છે. 4,49,097 કર્મી ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત રહેશે.