• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

રોકાણકારોની મૂડી ત્રણ લાખ કરોડ ઘટી

મુંબઈ, તા. 23 : ગુરુવારે સેન્સેક્સના સાપ્તાહિક ઓપ્સન્સ એક્સપાયરીના દિવસે બજારમાં ઘટાડાનો દોર સતત બીજા દિવસે આગળ વધ્યો હતો. સેન્સેક્સ 859 પોઇન્ટ્સ, 1.09 ટકાના ગાબડાંએ 77664 થઇ ગયો હતો. નિફ્ટી પણ 205 પોઇન્ટ્સ, 0.84 ટકા ઘટીને 24173 બંધ હતો અને રોકાણકારોની મૂડીમાં ત્રણ લાખ કરોડનો ઘટાડો થયો હતો. ગઇકાલે આવેલા ઇન્ફોસીસનાં રિઝલ્ટનું બજારમાં આજે મળનારું રીએક્શન અને આજે આવનારા રિલાયન્સના પરિણામો બજારને ક્યા માર્ગે લઈ જાય છે એ જોવું રહ્યું. નિફ્ટીના ફાર્મા સેક્ટરના ઘટક શેરો ડો. રેડ્ડીઝ લેબ 8.87 ટકા ઉછળી રૂ. 1325 અને સિપ્લા 5.72 ટકાના ગેઇને 1307 બંધ રહ્યા હતા. આ બંન્ને શેર ઉપરાંત જિયો ફાઇનાન્સીયલ સર્વીસીસ 4.19 ટકા સુધરી રૂ. 248.50 બંધ હતો. એ પણ સેન્સેક્સમાં નથી તેથી સેન્સેક્સનો ઘટાડો વધુ તીવ્ર જણાતો હતો. નિફ્ટી મિડકેપ સિલેક્ટ 0.65 ટકા તૂટી  13848 બંધ હતો. નિફ્ટી મિડકેપ 100 સૂચકાંક 0.41 ટકાના લોસે 59952 બંધ હતો. સ્મોલકેપ 100 પણ 0.67 ટકા ગુમાવી 17720ના સ્તરે વિરમ્યો હતો. બજારની ચંચળતાનો માપદંડ ગણાતો ઇન્ડિયા વિક્સ દૈનિક 1.58 ટકા વધી 18.59 થઇ ગયો હતો. 

Panchang

dd