• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

અંજારમાં આંકડો લેતા બે પન્ટરની ધરપકડ

ગાંધીધામ, તા. 23 : અંજારના વાગડિયા ચોકમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા બે પન્ટરને પોલીસે પકડી પાડી રૂા. 3450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડામાં મુખ્ય શખ્સનું નામ જાહેર થયું હતું. અંજારના વાગડિયા ચોકમાં શ્રીજી કોમ્પલેક્સ નીચે બે શખ્સ લોકો પાસેથી આંકડો લઈ પેન વડે ડાયરીમાં લખી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી સિકંદર ઉર્ફે કારિયો ઈબ્રાહિમ આરબ તથા જુસબ ઉર્ફે બન્ડી ઈબ્રાહિમ થેબા નામના શખ્સોને દબોચી લેવાયા હતા. આ શખ્સો લોકો પાસેથી આંકડો લઈ સંઘવી હોમ્સમાં રહેતા કેવિન વિજય ઠક્કર નામના શખ્સને લખાવતા હતા. પકડાયેલા આ પન્ટરો પાસેથી રોકડ રકમ, આંકડાનું સાહિત્ય વગેરે મળીને કુલ રૂા. 3450નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. 

Panchang

dd