• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ભુજમાં રશિયન નાગરિકનું નિધન

ભુજ, તા. 23 : આજે સવારે હોટેલમાં વિદેશી નાગરિકનું મોત થયું હતું.  આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રશિયાના 55 વર્ષીય એલેકઝેન્ડર વ્લાદીમીર ગ્વરીસ્કીનની સવારે તબિયત લથડતાં હોટેલમાંથી તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી થઈ હતી. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. એલેકઝેન્ડરનું મોત કુદરતી હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે. 

Panchang

dd