ભચાઉ, તા. 23 : ભચાઉ તાલુકામાંથી પસાર થતી
નર્મદા કેનાલમાં વચ્ચે આવતા
સાયફનમાં જંગલ જેવીઝાડીઅલો ઉગી નીકળી છે જેના
કારણે પાણી આગળ વધવામાં રૂકાવટ આવતી હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ 15 થી 20 જેટલા સાયફનમાં આવી પરિસ્થાતિં સર્જાયેલી છે. આ કારણોસર પાણી સાયફનની આગળ ન વધી નીચે બખોલમાંથી ખેતરોમાં વહી જાય છે. અથવા કેનાલ
તુટતા ઉભા પાકમાં વહી જતા ખેડુતોને નુકશાની ભોગવવાનો વારો આવે છે. ધરતીપુત્રોના જણાવ્યા
પ્રમાણે વર્ષ 20011 પછી કેનાલ શરૂ થયા બાદ ખેડુતોએ
સફાઈ થઈ ન હોવાનું કહ્યું હતુ. ભચાઉ તાલુકા
કિશાન સંઘના પુર્વ પ્રમુખ લાલજીભાઈ હરીભાઈ ઢીલાએ કચ્છમિત્રની ટીમને પ્રવાસ દરમ્યાન
આ મુશકેલી વર્ણવતા કહ્યું હતું કે જો સાયફન તબક્કાવાર સાફ કરવામાં આવે તો ખેડુતોને
નવી મુશેલીમાંથી બચાવી શકાય આ ઉપરાત કેનાલ પાસે બનાવાયેલા સર્વિસ રોડ
મરંમત માંગી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. કેનાલમાં જયાં જયાં પુલ છે તે પુલ ચડવાના
રસ્તામાં પણ તુટી ગયા છે. કેનાલમાં કોઈ વાહન , પશુ ન પડે તે માટે દિવાલ કે લોખંડની ઝાળી મુકવાની જરૂરીયાત હોવાનું લોકો જણાવી રહ્યા છે. ભચાઉના આહીર
પટ્ટીના ગામોમાં વરસાદમાં ગાબડા પડયા પછી પણ સમારકામ કરાયું ન હોવાની
બુમ ધરતીપુત્રો પાડી રહ્યા છે. આ રસ્તાઓની પડખે
વૃક્ષો ઉગી નીકળતા રસ્તાઓ સાંકડા થયા છે. તેમજ સામે કોઈ વાહન આવતું દેખાતુંન હોવાથી અકસ્માતની ભીતિ સતાવી રહી છે. હાલ
વૈશાખ મહીનામાં લગ્નગાળો અને વિવિધ મુર્તિ
પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રસંગ હોવાથી મુંબઈ ગરાઓ વતન ખાતે આવ્યા છે. જેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે
પણુર્છે ઝાડી કટીંગ અને રસ્તાઓ સમથળ બનાવાય
તે સમયની માંગ છે. ભરૂડીયા, રામવાવ, ચોબારી, કડોલ, ખારોઈ, ખારોઈ, કકરવાના
ખેડુતોએ જણાવ્યું હતું કે ચૂંટણીના માહોમાં
ભાજપના નેતાઓ પાસેથ પણ રજુઆતો થતી રહે છે ંઅંધારી
તેરસના આહીર સમાજમાં સેંકડો લગ્ન યોજાશે ત્યારે તે પુર્વે સમાકામ કરાય તેવી માંગ પ્રબળ
બની છે.