• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : રાજગોર (મોતા) પ્રભાશંકર અજરામલ (ઉ.વ. 72) (મોગલધામના પૂજારી-ધાણેટી) તે સ્વ. સાકરબેન અજરામલના પુત્રનવલબેનના પતિ, મહેશ, અમિત, સ્વ. હિનાબેનના પિતા, ટીબાનેનના સસરા, સ્વ. મૂળશંકર, કાન્તિલાલ, ગૌરીશંકર, ગં.સ્વ. હંસાબેન કમલેશભાઇ મહેતાના ભાઇ, રામજી ગોપાલજી મોતાના ભત્રીજા, સ્વ. જયાબેન, અરુણાબેનના દિયર, ઉષાબેનના જેઠ, જયેશ, જિતેન્દ્ર (બાબુ), અનિતાબેન ભરતભાઇ શિયાણી (મુંબઇ), વર્ષાબેન ઉગાણી (ભુજ), ભારતીબેન હિરેન  બોડા (ભુજ), કાશ્મીરા મહેશ માકાણી, શીતલ કમલેશભાઇ માકાણી (મુંબઇ), ગૌરવ (લાલો)ના કાકા, રક્ષાબેન, દીપાલીબેન, નર્મદાબેનના કાકા સસરા, સ્વ. ભચીબેન મણિશંકર માકાણી (સુજાપર)ના જમાઇ, પ્રતાપરાય, રતિલાલ, સ્વ. જયાબેન, પુષ્પાબેનના બનેવી, જમનાબેન, સ્વ. જયાબેનના નણદોયા, સુરેશ, ભરત, ખુશાલ, લહેરી, અનિલ, કમળાબેન મહેન્દ્રભાઇ વ્યાસ, હંસા ભરતભાઇ નાકર (ભુજ), મીના ખુશાલભાઇ નાકર (રતાડિયા), તારા રાજેશભાઇ નાકર (વિગોડી)ના ફુઆ તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-10-2025ના સાંજે 4થી 5 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ ગં.સ્વ. પ્રવીણાબેન (ઉ.વ. 85) તે દુર્ગાશંકર મૂળશંકર જોષીના પત્ની, સ્વ. વિનોદ, કલ્પનાબેન, ગૌરાંગના માતા, ભરત વૈશ્નવ, ગં.સ્વ. જયશ્રીબેન, રક્ષાબેનના સાસુ, સંકેત, ભાર્ગવના દાદી, સ્વ. શિવમ, મીરા વૈશ્નવના નાની, શૈલીબેન, માનસીબેનના દાદીસાસુ, વૃશાંકના પરદાદી, સ્વ. લક્ષ્મીશંકર (કાકુભાઈ), સ્વ. ઈશ્વરલાલ, ચંદ્રકાંત (આદિપુર), ગં.સ્વ. ગૌરીબેન રાવલ (રસલિયા), ગં.સ્વ. મંગળાબેન નારદલાલ ઉપાધ્યાય (ભુજ)ના ભાભી, સ્વ. લક્ષ્મીશંકર રેવાશંકર રાવલ (જોડિયા)ના પુત્રી, પુષ્પાબેન અનંતરાય (રાજકોટ), સ્વ. ત્રંબકલાલ (રાજકોટ), નીરૂપમા મહેન્દ્ર મહેતા (ભુજ), દેવેન્દ્ર રાવલ (પુના)ના બહેન, અતુલ, ધર્મેન્દ્ર, અમિત, ભાવેશ, હિરેન, કવિતા દક્ષેસ ત્રિપાઠીના મોટીમા તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : ગૌરાંગ-90330 97029, સંકેત-98257 80936.

ભુજ : મૂળ દેઢિયા બન્નીના નોડે અબ્દુલ્લા નૂરમામદ (ઉ.વ. 58) તે નોડે ફતેહમામદ નૂરમામદ (માજી સરપંચ સોયલા)ના ભાઇ, ઓસમાણ, રશીદના પિતા, જુસબ, જુણસ, રયબના કાકા, મૌલાના સલીમના મામા તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 18, 19, 20-10-2025 (ત્રણ દિવસ) નિવાસસ્થાન પ્રભુનગર સામે, માલધારી વાંઢ, કોડકી રોડ, ભુજ ખાતે.

ભુજ : સારસ્વત બ્રાહ્મણ (રત્નેશ્વર) ગં.સ્વ. લક્ષ્મીબેન નટવરલાલ પંડયા (નિવૃત્ત શિક્ષિકા, શાળા નં. 16) (ઉ.વ. 85) તે નટવરલાલ ગૌરીશંકરના પત્ની, શરદ (કૈલાસ)ના માતા, સીતાબેનના સાસુ, કૃપા, પૂર્વાના દાદી, ગૌરીશંકર જયશંકરના પુત્રવધૂ, દુર્ગાશંકર ગૌરીશંકર પંડયાના નાના ભાઇના પત્ની, ભરત દુર્ગાશંકરના કાકી, ચંદુબેન (મુંબઇ)ના ભાભી, તુલસીદાસ હરિરામ જોશી (ખટરિયા)ના મોટા પુત્રી, ત્રિભુવન તુલસીદાસ, હીરાલાલ તુલસીદાસ, તારાબેન અમૃતલાલ (નારાયણ સરોવર), સ્વ. સાવિત્રીબેન જોશીના મોટા બહેન, કમલેશ, નીલેશ, ઉષા, વંદનાના ફઇ, ગિરીશ, દિલીપ, દીપક, રંજનના માસી, સ્વ. રંજનબેન ત્રિભુવન જોશી, ગં.સ્વ. સિવદતાબેન હીરાલાલ જોશીના નણંદ તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-10-2025ના સાંજે 4થી 5 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ગાંધીધામ : ગોવિંદપુરી ગોસ્વામી (ઉ.વ. 94) (નિવૃત્ત કે.પી.ટી.) તે સ્વ. કેશવપુરી, સ્વ. રતનબેનના પુત્ર, સ્વ. નર્મદાબેનના પતિ, સ્વ. જગદીશપુરી, સ્વ. મુલપુરીના ભાઇ, ભગવાનપુરી, રાજેન્દ્રપુરી, સુરેશપુરી, દીપકપુરી, કમલાબેન, લતાબેન, હંસાબેનના પિતા, સ્વ. કિરીટગિરિ, દીપકગિરિ, સુરેશગિરિ, દક્ષાબેન પુરી, જ્યોતિબેન પુરી, શિલ્પાબેન પુરીના સસરા, જિજ્ઞાગિરિ, અલ્પા પંચાલ, પ્રશાંતપુરી, કૃણાલપુરી, મિતેનપુરી, મિત્તાલી પુરી, ખુશ્બૂ લોંગાનીના દાદા, હિતેષગિરિ, હેમતાભ પંચાલ, જિજ્ઞા પી. પુરી, પૂજા કે. પુરી, દિનેશ લોંગાનીના દાદાસસરા, નિવાનપુરીના પરદાદા તા. 14-10-2025ના અવસાન પામ્યા છે.

આદિપુર : મૂળ ડગાળાના ભૂરાભાઇ પુનાભાઇ વરચંદ (હીરાણી) (ઉ.વ. 82) તે રામજીભાઇ વરચંદના ભાઇ, શામજીભાઇના પિતા, મનોજભાઇ રામજીભાઇ વરચંદના મોટાબાપા, દિનેશભાઇ શામજીભાઇ, મહેશભાઇ શામજીભાઇના દાદા, માધવ, શિવના પરદાદા તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પ્લોટ નં. 238, વોર્ડ 3-, આદિપુર ખાતે.

આદિપુર : નિર્મલા ઉત્તમચંદ રૂપચંદાણી (ઉ.વ. 58) તે ઉત્તમચંદ ચેતનદાસ રૂપચંદાણીના પત્ની, નીલેશ, ચંદન, જયાના માતા, ગાવિંદરામ, કાન્તા, ચંપાના ભાભી, મીના, ભારતી, અનિલના સાસુ, ગૌરવ, ધેરયના દાદી, દેવના નાની, નારાયણ ટેકચંદાણી, કમલા સેવાણી (નિવૃત્ત એફસીઆઇ), પૂનમ તોલાણી (નિવૃત્ત એફસીઆઇ)ના બહેન, લક્ષ્મણ સેવાણી (મમતા એસ્ટેટ એજન્સી)ના માસી તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 18-10-2025ના શનિવારે નિવાસસ્થાન મકાન નં. 11, જલારામ-2, અંતરજાળથી સવારે 11.30 કલાકેથી નીકળશે.

અંજાર : પ્રજાપતિ નયનાબેન (ઉ.વ. 45) તે સ્વ. શાંતાબેન તથા સ્વ. લાલજીભાઇ ભૂરાભાઇ હમીપરાના પુત્રી, સ્વ. રામજીભાઇ, સ્વ. અમરશીભાઇ, મૂળજીભાઇ, ગં.સ્વ. શાંતાબેન, ગં.સ્વ. પુષ્પાબેન, ઉર્મિલાબેનના ભત્રીજી, રંજનબેન, જગદીશભાઇ, સ્વ. હેમલતાબેન, કિશોરભાઇના બહેન, ગીતાબેનના નણંદ તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : પુષ્કર્ણા બ્રાહ્મણ મંજુલાબેન જોષી (ઉ.વ. 90) તે નંદલાલ જોષીના પત્ની, સ્વ. નીતિન, યોગેશ, સ્વ. ધર્મેન્દ્રના માતા, સ્વ. અનિલ, હંસાબેન, જીતુ, જયુ, દમયંતીના મોટીમા, દીપાબેનના સાસુ, મિલન, મિતેષના દાદી, ખુશ્બૂ, મિસ્ટીના દાદીસાસુ, પ્રતીકના નાની, અવનીના નાનીસાસુ, ઋત્વી, જિયાનના પરદાદી, ધારાના પરનાની તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-10-2025ના શનિવારે સાંજે 4થી 5 જોષી વાડી, માંડવી ખાતે.

ભચાઉ : મૂળ મોટી ચીરઈના ઠક્કર પ્રવીણચંદ્ર જમનાદાસ રાચ્છ (ઉ.વ. 73) તે સ્વ. ગવરીબેન જમનાદાસ મૂળજીભાઈ રાચ્છના પુત્ર, સ્વ. જમનાબેનના પતિ, સ્વ. વિશનજી પરષોત્તમ મીરાણી (ચાન્દ્રાણી, તા. અંજાર)ના જમાઇ, બિપિન, પ્રતિમા મનોજકુમાર ભીંડે, હર્ષા અશોકકુમાર રૂપારેલ, રીટા જિજ્ઞેશકુમાર પૂજારા, જ્યોતિ પ્રેયશકુમાર મીરાણીના પિતા, ભૂપેન્દ્ર, નરેન્દ્ર, જગદીશ, કોકિલાબેન શાંતિલાલ પૂજારાના ભાઈ, નિમિતા, મનોજકુમાર, અશોકકુમાર, જિજ્ઞેશકુમાર, પ્રેયસકુમારના સસરા, ભગવતી, સ્વ. સુશીલા,અન્સૂયાના જેઠ, જીત, નિષ્ઠાના દાદા, મૈત્રી, કુશ, પ્રાંશી, હર્ષિલ, નીવ, દીવાના નાના, નીતાબેન કુનાલકુમાર પૂજારા, રિતેષ, મીતાબેન સપનકુમાર જોબનપુત્રા, અંકિતાબેન સંજયકુમાર મીરાણી, ગાયત્રી, ધ્વનિના મોટાબાપા, જિજ્ઞા રિતેષના મોટા સસરા, નિધિના મામા, સ્વ. ભાણજીભાઈ, સ્વ. ખેતશીભાઈ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. વાઘજીભાઈ, સ્વ. સાકરબેન, સ્વ. બચુબેનના ભત્રીજા તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-10-2025ના રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નાગોરના અશ્વિન હરિલાલ સોરઠિયા (કાતરિયા) (ઉ.વ. 38) તે દિવાળીબેન તથા હરિલાલ શિવજી કાતરિયાના પુત્ર, મનીષાબેનના પતિ, ગં.સ્વ. વિજયાબેન તથા ગાંગજી મૂલજી વાઘમશીના જમાઇ, સ્વ. પુરીબેન રામજી વાઘમશીના દોહિત્ર, દિયા તથા હેતના પિતા, જેન્તીભાઇ, ભરતભાઇ, પ્રવીણભાઇના ભત્રીજા તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-10-2025ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : વેણ હાજી ઇબ્રાહિમ નથુ (ઉ.વ. 80) તે ઇકબાલ, અઝીઝ, મામદહુશેન, ગફુરના પિતા, હાજી ઓસમાણ નથુ, ઉમર નથુ, આમદ નથુના ભાઇ, મૌલાના ગની, કલામ નથુના કાકા, સલીમ ઓસમાણ, અબ્દુલ હુશેનના સસરા તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-10-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સુમરાસર-શેખ ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : લખમીબેન ગઢવી (મૌવર) (ઉ.વ. 68) તે મૂરજીભાઈ કાનિયાભાઈ મૌવરના પત્ની, દેવશ્રીબેન કરસનભાઈ બારોટ (કોટાયા), નાગશ્રીબેન નારાણભાઈ બાનાયત (મોટી ખાખર), સોનલબેન દેવરાજ બારોટ (બોરાણા હાલે દેશલપર કંઠી), નારાણ, રતનના માતા, સ્વ. મેઘરાજ કારાભાઈ મુંધુડાના પુત્રી, સ્વ. ભાણબાઈ ગોપાલ મૌવર, કરસન મેઘરાજ મુંધુડા, નાગાજણ મેઘરાજ, સ્વ. ધનરાજ મેઘરાજ, નાગશી મેઘરાજના બહેન, લખમણ ગોપાલ (પોસ્ટમેન ગુંદિયાળી), કરસન ગોપાલ (પત્રકાર કરછમિત્ર, એસપીએમ બિદડા પોસ્ટ ઓફિસ), ખેંગાર માણસી, વાલજી માણસી, ખેતશી માણસી, જીવરાજ માણસી, રામ માણસી (નાની ભુજપુર)ના માસી, હરજી આલાભાઈ, મુરૂભાઈ નાગશીભાઈ, વાલજી પચાણ, અરજણ પચાણના ભાભી, ભીમશી કરસન, રામ નાગાજણ, ગોપાલ નાગાજણ, સામત ધનરાજ, નારાણ ધનરાજ, નારાણ નાગશીના ફઇ, સ્વ. રામ માણસી મૌવર (માંડવી), સ્વ. પબુ માણસી મૌવર (ભુજ)ના ભાણેજી, કનૈયા કરસન, શિવરાજ કરસન, કાર્તિક કરસન (કોટાયા), શિવરાજ નારાણ, પાર્થ દેવરાજ, રામ દેવરાજના નાની, હરેશ નારાણ, ચેતન રતનના દાદી તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-10-2025 શુક્રવારથી તા. 19-10-2025 રવિવાર સુધી (ત્રણ દિવસ) ચારણ સમાજવાડી, મોટા ભાડિયા ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 27-10-2025ના સોમવારે તે જ સ્થળે.

વાંઢ (તા. માંડવી) : માનબાઇ કલ્યાણ નંજણ (ઉ.વ. 62) તે સ્વ. કલ્યાણ નારાણ નંજણના પત્ની, માલશી, મેઘજી, દમયંતીના માતા, રાહુલ, હિમેશ, ક્રિશ, દિવ્યા, માયા, ચેતનાના દાદી, હરશી નારાણ અને રામજી નારાણના ભાભી, પૂનમ દેવજી ગચાના સાસુ તા. 17-10-2025ના અવસાન પામ્યા છે.

મોટી ઉનડોઠ (તા. માંડવી) : ઝાલા મકવાણા તેજમાલજી તે કાનજીભા જેઠજીના પુત્ર, માણસંગજી, શામજીભા, ભાણજીભા, સ્વ. ખેંગારજી, ખીમજીભાના મોટા ભાઇ તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-10-2025ના ગુરુવારે સવારે 10થી 5 નિવાસસ્થાન ખાતે.

ટુંડા (તા. મુંદરા) : લુહાર સકીનાબાઈ ભચુ (ઉ.વ. 92) તે હાસમ લુહારના માતા, મ. આધમ રમજાન, મ. આમદ રમજાન, મ. ઈસ્માઈલ રમજાન, મ. સુલેમાન આરબ, મ. અયુબ આરબના ભાભી, ફકીરમામદ, મ. ઓસમાણગની, કાસમ, સિધિક, સાલેમામદ, અબ્દુલ, રમજાન, મામદ, હુશેન, અનવર, રફીકના કાકી, આધમ, અધર્માનના દાદી તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-10-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 ઇબ્રાહિમશા પીરના કમ્પાઉન્ડ, ટુંડા ખાતે.

દેશલપર કંઠી (તા. મુંદરા) : પૂજાજી હમીરજી જાડેજા (ઉ.વ. 59) તે સ્વ. હમીરજી તેજમાલજીના પુત્ર, પવનબાના પતિ, નાનુભા હમીરજી, મહિપતસિંહ હમીરજીના ભાઇ, મેગુભા નાનુભા, સ્વ. ભરતસિંહ નાનુભા, અનિલસિંહ મહિપતસિંહ, મહેન્દ્રસિંહ મહિપતસિંહના કાકા, ખુમાનસિંહ, શક્તિસિંહ, ચિરાગસિંહના પિતા, કાવ્યરાજસિંહ, ખુમાનસિંહના દાદા તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. દશાવો તા. 20-10-2025ના સોમવારે.

નિરોણા (તા. નખત્રાણા) : નજાર જુમા રામાભાઇ (ઉ.વ. 101) તે માનબાઇના પતિ, સ્વ. રામા પૂંજાભાઇના પુત્ર, કલ્યાણ, રવજી, નારાણ, જિતેન્દ્ર, રતનાબાઇ હાજાભાઇ (સરલી), મગીબાઇ ગોવિંદ સીજુ (દેવસર)ના પિતા, શાંતાબેન ભરત (જડોદર), લખીબાઇ રમેશ (વિરાણી), કાનજી, રવજી, રમેશ, નવીન, પૂજાબાઇ નીલેશ (ભારાસર), પ્રિયાબેન શ્યામ (મિરજાપર), હસ્મિતા, ભૂમિકા, દિવ્યા, વનિતા, ઉષા, રોશની, જયા, ગીતા, શિવમ, આરવ, પ્રેમિલાબેન ગોપાલ બળિયા (નાના નખત્રાણા), વિક્રમ, રાજેશના દાદા, નારાણ પૂંજાભાઇ જેપાર (સાંગનારા)ના જમાઇ, સ્વ. સામાબાઇ લધા સીજુ (મખણા), રામાબાઇ લખુ જેપાર (વ્યાર), સ્વ. હીરબાઇ દેવશી પાયણ (ચાવડકા)ના ભાઇ તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 18-10-2025ના શનિવારે સાંજે આગરી અને તા. 19-10-2025ના રવિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન નિજારવાસ, નિરોણા ખાતે.

દયાપર (તા. લખપત) : મૂળ બાંડિયાના લહેરીભાઈ વિઠ્ઠલદાસ જોશી (નિવૃત્ત ફોરેસ્ટર) તે સ્વ. દિવાળીબેન વિઠ્ઠલદાસના પુત્ર, સ્વ. રસીલાબેનના પતિ, સ્વ. કમળાબેન જવેરલાલ રાજગોર (નારાયણ સરોવર), ગં.સ્વ. કલ્પનાબેન રાજેશભાઈ નાકર (આદિપુર)ના ભાઈ, સંજયભાઈ, સ્વ. અનિલભાઈ જોશી, ચંદ્રિકાબેન હરેશભાઈ નાકરના પિતા, હરેશકુમાર દેવજીભાઈ નાકર (બાંભડાઈ), શિલ્પાબેન સંજયભાઈ જોશી, ગં.સ્વ. નીતાબેનના સસરા, જિગર, અંજલિ, પ્રાચીના દાદા, માનસી, ખુશ્બૂ, ભ્રાંતિના નાના, જિયાંશ (દયાપર)ના પરદાદા, વત્સલભાઈ પ્રકાશભાઈ મોતા (મહેતા) (વલસાડ), જાનવીબેન જિગર જોશીના  દાદાસસરા, ગં.સ્વ. નીતાબેન લાભશંકર મોતા (દેવપર), વિનોદભાઈ ગોર (દયાપર), મનોજભાઈ ગોર (નારાયણ સરોવર)ના મામા, સ્વ. પાર્વતીબેન શામજીભાઈ બોડા (ગાંધીધામ)ના જમાઈ, સ્વ. મણિબેન (સુરત), સ્વ. દમયંતીબેન (ભીવંડી), સ્વ. ભાગીરથીબેન (ગાંધીધામ), ગં.સ્વ. રૂક્ષ્મણિબેન (ના. સરોવર), સ્વ. કાંતિલાલ, સ્વ. જેન્તીલાલ (ગાંધીધામ)ના બનેવી, જાગૃતિબેન (મસ્કા), દક્ષાબેન, શિલ્પાબેન, જિજ્ઞાબેન, ધવલ, જયેશ, રાજેશ, પ્રીતિબેન, ભારતીબેન, અનિતાબેનના ફુઆ તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે બપોરે 3થી 5 તાલુકા પાટીદાર સમાજવાડી, ઉમિયા માતાજી મંદિર પાસે, દયાપર ખાતે.

વાંકુ (તા. અબડાસા) : પારાધી હીરા નાથા જોગી (ઉ.વ. 88) તે સ્વ. નારાણ નાથા, સ્વ. મેઘા નાથા, સ્વ. આશારિયા નાથા, સ્વ. ચાગબાગ નાથાના નાના ભાઈ, નથુભાઈના પિતા, દીપકના દાદા, ગાભાભાઈ, વાલજીભાઈ, ભીમજીભાઈ, નવીનભાઈના કાકા તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા નિવાસસ્થાન વાંકુ ખાતે. 

Panchang

dd