ભુજ, તા. 21 : જિલ્લા
વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન
હેઠળ ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રોહિત ભીલના પ્રયાસોથી ભુજ તાલુકા આરોગ્યતંત્ર
દ્વારા 22 સગર્ભા મહિલાને પોષણકિટનું વિતરણ
કરાયું હતું. આ પોષણકિટ માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અતિ જોખમી સગર્ભા કે જેનું
વજન 42 કિલોથી ઓછું વજન હતું, તેમને વિતરણ થયું હતું. ન્યુટ્રીશન કિટમાં એક કિલો મગ, એક કિલો મગની દાળ, બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ,
એક કિલો સીંગદાણા, એક કિલો ગોળ, 500 ગ્રામ ખજૂર, એક કિલો તેલ, એક કિલો શુદ્ધ ઘી અપાયા હતા. રાજ્ય સરકારના તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકના
આ સંકલ્પને ચરિતાર્થ કરવા દાતાઓનો સહયોગ રહ્યો હતો. આયુષ એમો ડો. પ્રતિમાબેન દ્વારા
કાર્યકર્મની રૂપરેખા સમજાવવા આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત ભીલે પોષણકિટનું
મહત્ત્વ કહ્યું હતું. લાભ મેળવનાર સગર્ભા માતાઓએ જણાવ્યું કે, આ પોષણકિટ દ્વારા અમને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળી રહેશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય પારૂલબેન કારા, માધાપર નવાવાસ સરપંચ વાલજીભાઇ આહીર, દાતા અનુપભાઈ કોટક,
સહદાતા ભાવેશભાઈ, ટી.એચ.વી. ગંગાબેન, પ્રા.આ. કેન્દ્ર માધાપર મેડિકલ ઓફિસર ડો. શૈલી, આયુષ
એમો ડો. પ્રતિમાબેન ભાનુશાલી, એચ.વી. પ્રેમિલાબેન, એફએચડબલ્યુ જિજ્ઞાબેન, હિનાબેન, મંદાકિનીબેન હાજર હતા. દાતા દ્વારા કુલ 22 કિટનું દાન તેમજ સગર્ભા માતાઓને કઠોળની ભેળનો પૌષ્ટિક
નાસ્તો પી.એચ.સી. તરફથી અપાયો હતો.