• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ ચિત્રોડના શારદાબેન ચૂનીલાલ રાયશી વોરા (ઉ.વ. 83) તે સ્વ. ચૂનીલાલ રાયશી વોરાના પત્ની, નરેશભાઇ, જયશ્રીબેન, કીર્તિભાઇ, ગીતાબેન, રાજેશભાઇના માતા, ચંપાબેન, મીતાબેન, વર્ષાબેન, દિનેશકુમાર, પ્રકાશકુમારના સાસુ, માનસી, મૈત્રી, ભૂમિ, લબ્ધિ, પંક્તિ, વૈભવના દાદીસાસુ, ધૈર્ય, વિરાટ, દીપ, નીલ, ચિરાગ, સોનુના દાદી, ખુશાલી મોનિલ શાહ, બિંદી રિતિશ શાહ, જીલ જિનય મહેતાના નાની, આરજવ, આન્યા, ધ્યેય, બબુના પરદાદી, સ્વ. પારેખ મગનલાલ ભગવાનજીના પુત્રી, હસમુખલાલ, જેયનીલાલ, દિલીપકુમાર, તારાબેન મોરબિયા, સાવિત્રીબેન મોરબિયાના બહેન તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 વી.બી.સી. આર.ટી.ઓ. મહાજનવાડી ખાતે.

ભુજ : મુમતાઝબાનુ મેમણ (ઉ.વ. 63) તે ગુલામહુશેન અબ્દુલકરીમના પત્ની, અમરીન, અફસીન, સુમેલા, શબીના, સલમા, નદિમના માતા, મ. ઇકબાલભાઇ તથા રસીદભાઇ (જામનગર)ના ભાભી, મ. હબીબભાઇ, અબ્દુલશકુરભાઇ, હાજી અનવરભાઇ (મુંદરા)ના બહેન તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-10-2025ના રવિવારે સવારે 10થી 11 કચ્છી મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.

ભુજ : સુમરા હવાબાઇ નૂરમામદ (ઉ.વ. 70) તે મ. ફકીરમામદ નૂરમામદ, મ. ઉમર નૂરમામદ, સુમરા અમીનાબેન અબ્દુલકાદરના બહેન, સુમરા અનવર, સુમરા તૈયબ, સુમરા નૂરમામદ, સુમરા જાવેદ ઉમર, સુમરા અબ્દુલ વહાબના ફઇ, ફકીરમામદ અબ્દુલકાદર, ઉસ્માન ગની, મહમદ હુશેન, અબ્દુલ સતારના માસી તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-10- 2025ના શનિવારે સવારે 9થી 10 નિવાસસ્થાન આલાવારી મસ્જિદ સામે, સુરાખાર વાડી, ભીડનાકા બહાર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ભાચુંડાના ભાનુશાલી કમળાબેન વીરજીભાઇ નાખુવા (ઉ.વ. 70) તે વીરજી લક્ષ્મીદાસ નાખુવાના પત્ની, સ્વ. લક્ષ્મીદાસ પૂંજાભાઇ નાખુવાના પુત્રવધૂ, ભરત, સુધીર, મીના, દીપાના માતા, શિવમ, દીપ, હર્ષ, દિયાના દાદી, યુવરાજના પરદાદી, ઓમ, રૂચા, આર્ય, આસ્થાના નાની, કેદારના પરનાની, સ્વ. અરવિંદ કાનજી વડોર (નિરોણા), અરવિંદ ભીમજી ગજરા (જંગડિયા-ગાંધીધામ)ના સાસુ, સ્વ. ગાંગજી દેવચંદ મંગે (ધનાવાડા)ના પુત્રી તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2025ના સાંજે 5થી 6 ઓધવ ભવન, ભાનુશાલી વાડી, અંબેધામ, જનતા કોલોની, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ મોટી ધુફીના ભરત (વિજય) ગણાત્રા (ઉ.વ. 47) તે કમળાબેન પ્રફુલ કેશવજી ગણાત્રાના પુત્ર, સ્વ. સરસ્વતી શંકરલાલ પૂંજાણીના દોહિત્ર, જિજ્ઞાબેનના પતિ, મીત (ઓમ)ના પિતા, હર્ષા અશ્વિન ચંદે (મુંબઈ), મનીષા મનોજ કોટક (મુંબઈ)ના ભાઈ, સલોની, હાર્દિક, રાજના મામા, ભારતીબેન લવજીભાઈ પ્રેમજી આથા (અંજાર)ના જમાઈ, દીપિકાબેન જતિનભાઈ (મુંબઈ), જયસીકા હર્ષભાઈ (અંજાર), પૂજા યોગેશકુમાર (અંજાર), જાગૃતિ યોગેશ (માંડવી), કેવલ લવજીભાઈના બનેવી તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે. (લૌકિક પ્રથા બંધ છે)

અંજાર : લોહાર દામજીભાઈ ભચુભાઈ આસોડિયા (ઉ.વ. 70) તે સ્વ. મોંઘીબેન ભચુભાઇના પુત્ર, સ્વ. પ્રમોદિનીબેનના પતિ, સ્વ. અમરશીભાઈ, મણિબેનના ભાઈ, સ્વ. મણિલાલ માવજીભાઈ પિત્રોડાના સાળા, સચિન, જિજ્ઞા, સંદીપના પિતા, સ્વ. દિલીપ, ભરતના કાકા, સ્વ. વનિતાબેનના દિયર, બીનાબેનના સસરા, દિવ્યાબેન ભરતભાઈના કાકાજી સસરા, અમિત અશ્વિનભાઈ મારૂના સસરા, નિષ્કા, યશ, વૃષભ, આરતીના દાદા, કૃષિલના નાના, હરીશભાઈ ગોપાલજી હંસોરા (માધાપર), સ્વ. યશવંતભાઈ, સ્વ. નિમુબેન મધુકાંત, ભારતીબેનના બનેવી તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 વિશ્વકર્મા ભવન, ગંગાનાકા, અંજાર ખાતે.

અંજાર : શેખ જુબેદાબેન ભચલશા અંજરિયા (ઉ.વ. 75) તે ભચલશા અલારાખ્યાના પુત્રી, શેખ ઈબ્રાહિમશા, સુલતાનશા, ઉસ્માનશાના બહેન, શેખ મોહમ્મદ હનીફ, શેખ મોહશીનશાના ફઈ તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-10-2025ના સવારે 10થી 11 મેમણ જમાતખાના, સોરઠિયા નાકા, અંજાર ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : ભીમજીભાઈ કાનજીભાઈ માવાણી (મેપાણી) (ઉ.વ. 73) તે સ્વ. કાનજી રામજી માવાણીના પુત્ર, ભગવતીબેનના પતિ, ગીતાબેન (આણંદસર - ડોમ્બિવલી મુંબઈ), પ્રવીણાબેન (મંગવાણા), શાંતિભાઈ (નાસિક), પ્રભુભાઈના પિતા, ચંચલબેન, રશ્મિબેન, નરોત્તમભાઇ લાલજી ભાવાણી (આણંદસર - ડોમ્બિવલી મુંબઈ), સ્વ. અરાવિંદ પ્રેમજી પોકાર (મંગવાણા)ના સસરા, સ્વ. પ્રેમજીભાઈ, રવજીભાઈ, વાલજીભાઇ, સ્વ. રતનશીભાઈ, ગોમતીબેન કરશનભાઈ ભાવાણી (આણંદસર-ઘાટકોપર મુંબઈ)ના ભાઈ, આશિષ, રુદ્ર, મિલન, શિયાના દાદા, સામજી રામજી પોકાર (હરિપુરા - આસંબિયા)ના જમાઈ તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 17-10-2025ના શુક્રવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.

કોડાય (તા. માંડવી) : વિજયકુમાર મનુભાઈ વૈષ્ણવ (ઉ.વ. 45) તે સ્વ. દલપતરામ ત્રિભોવનદાસ વૈષ્ણવના પૌત્ર, મનુભાઈ તથા મંજુલાબેનના પુત્ર, વૈશાલીબેનના પતિ, વિરામના પિતા, મનિષાબેન તુષારકુમાર નિમાવત (જૂનાગઢ), રસ્મિતાબેન જિજ્ઞેશકુમાર કુબાવતના ભાઈ, ધીરજબેન લાલદાસ અગ્રાવતના જમાઈ, હિરેનભાઈ અગ્રાવતના બનેવી, રચનાબેનના બનેવી, ભરતભાઈના સાઢુ, પરીબેન, દક્ષકુમાર, મિથિલેશના મામા, નીલ, યશ, કાર્તિકના ફુવા તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 પરજિયા બ્રહ્મસમાજ સમાજવાડી, મહાવીર નગર, કોડાય પુલ ખાતે.

તલવાણા (તા. માંડવી) : જાડેજા મહાવીરસિંહ (ઉ.વ. 66) તે સ્વ. જાડેજા ભરતસિંહ લધુભા, જાડેજા ભાવુભા લધુભા, હરૂભા લધુભા, જાડેજા મેરુભા હધુભાના ભાઇ, ભગીરથસિંહ, મહાવીરસિંહના પિતા, મયૂરસિંહ ભાવુભા, ધર્મેન્દ્રસિંહ ભાવુભાના મોટાબાપુ, યુવરાજસિંહ, ભરતસિંહના કાકા, જાડેજા જયપાલસિંહ હરૂભાના બાપુજી તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-10થી 19-10-2025 સુધી અજાણી ભાયાતના ડેલા ખાતે.

દેવપુર-ગઢ (તા. માંડવી) : તારાચંદ કુંવરજી ગાલા (ઉ.વ. 69) તે લાલબાઇ કુંવરજી વીરપાર ગાલાના પુત્ર, તરલાબેનના પતિ, દીપેશ, વિપુલ, મિત્તલના પિતા, પ્રીતિ, લક્ષ્મીચંદ, હેમચંદ, નવીન, ગિરીશ, હરખચંદના ભાઇ, નિપા, ડિમ્પલ, અંકુરના સસરા, ધ્રુવી, આરવી, પ્રણવ, હસ્વીના દાદા, તનાયાના નાના, દેવકાબેન દેવરાજ જેઠા ગડા (સાભરાઇ)ના જમાઇ તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2025ના બપોરે 3થી 4 જૈન મહાજનવાડી, દેવપુર ખાતે.

રામપર વેકરા (તા. માંડવી) : કુંભાર હલીમાબાઈ હસન (ઉ.વ. 82) તે અબ્દુલના માતા, શબીર, રિયાઝ, સોયેબના દાદી તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-10-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે અકશાના કમ્પાઉન્ડ, રામપર (વેકરા) ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : પાળા રોશનબાનુ સિધિક (ઉ.વ. 38) તે સિધિક ઇબ્રાહિમના પત્ની, ઇબ્રાહિમ સુમારના પુત્રવધૂ, અબ્દુલ ઇબ્રાહિમના ભાભી, સાલેમામદ કારા બાફણ (સામત્રા)ના પુત્રી તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-10-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન લયવારાવાસ, નિરોણા ખાતે.

કોટડા (રોહા) : હાલે કપાયા લક્ષ્મીબેન લાલજી મારાજ (ઉ.વ. 46) તે સ્વ. લાલજી ડાયાલાલ મારાજના પત્ની, લીલાબેન ડાયાલાલ (દાદા) મારાજના પુત્રવધૂ, વીરજી મારાજ, ખુશાલ મારાજ, ધીરજી મારાજના ભાભી, રામ, સંગીતા, ગંગા, રેખાના માતા, જશોદા રામ મારાજ, પ્રવીણ આયડી, મહેશ બુચિયા, કાનજી આયડીના સાસુ તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. શોકસભા તા. 17-10-2025ના નિવાસસ્થાન મોટા કપાયા (તા. મુંદરા) ખાતે. 

Panchang

dd