• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : ગુર્જર સુતાર સુશીલાબેન લક્ષ્મીકાંત અગારા (ગજ્જર) (ઉ.વ. 74) તે લક્ષ્મીકાંત પરસોત્તમ અગારાના પત્ની, સ્વ. ચંપાબેન લખમશી અડિએચા (લાખાવટ)ના પુત્રી, જયંત, ધર્મેન્દ્ર, કેલ્વીન, પંકજ (શિલ્પાબેન)ના માતા, માયા જયંત, રીટા ધર્મેન્દ્ર, નિમિષા કેલ્વીન, સ્વ. શૈલેષ લિંબાસિયાના સાસુ, ધીરજલાલ, વસંત અડિએચા, હંસાબેન જગદીશભાઇ, પુષ્પાબેન વિનોદભાઇના મોટા બહેન, હિનાબેન ધીરજલાલ, રોશનીબેન વસંતભાઇના નણંદ, સુમનબેન નીલેશભાઇ દડગાના નાની તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : શારદાબેન ચૂનીલાલ રાયશી વોરા (ઉ.વ. 83) તે સ્વ. ચૂનીલાલ રાયશી વોરાના  પત્ની, નરેશભાઇ, જયશ્રીબેન, કીર્તિભાઇ, ગીતાબેન, રાજેશભાઇના માતા તા. 15-10-2025ના  અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 16-10-2025ના ગુરુવારે સવારે 7.30 કલાકે નિવાસસ્થાન, અનમ રિંગરોડથી નીકળશે. 

અંજાર/મુંબઇ : મૂળ ભચાઉના મચ્છુ કઠિયા સઇ સુથાર નયનાબેન (ઉ.વ. 65) તે સ્વ. ગોદાવરીબેન બાબુલાલ ચૌહાણના પુત્રવધૂ, મોહનલાલના પત્ની, સંજય તથા મિત્તલના માતા, ચેતના તથા વિપુલના સાસુ, હંસાબેન નવીનભાઇ, જીવતીબેન કીર્તિભાઇ, મધુબેન મનુભાઇના દેરાણી, જનકબેન ચંપકલાલના જેઠાણી, દમયંતીબેન દયાળજી, રસીલાબેન દિલીપભાઇ, ચંપાબેન પ્રદીપભાઇના ભાભી, સ્વ. મણિબેન વિશનજી સોલંકી (ભીમાસરિયા) (અંજાર)ના પુત્રી, સ્વ. ધીરજ, જયેશ, કિશોર, સાધનાબેન ધીરજલાલના બહેન, વિહાના દાદી, ક્રિશના નાની તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, જન્મોત્રી સોસાયટી, નયા અંજાર ખાતે.

મુંદરા : મહમદ હુસૈન હાજીભાઇ ખોજા (અભલાશેઠ) (ઉ.વ. 67) તે મ. યાસ્મિનબેનના પતિ, રોજમીન, રદિમ, રેહાના, રિઝવાના, રમીઝના પિતા, ફરીદ મદદભાઇ રતાણી, અમીન મનસુખભાઇ ધનાણી, ફરીદ ફતેહભાઇ પટેલ, કરીમાબેનના સસરા તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 16-10-2025ના સાંજે 4થી 5 ખોજા મુસાફર જમાતખાના, મુંદરા ખાતે.

ચકાર (તા. ભુજ) : ગઢવી શિવજીભા કલ્યાણભા ઓબા (ઉ.વ. 55) તે સ્વ. કલ્યાણભા ઘેલાભા ઓબાના પુત્ર, આશાબેનના પતિ, નિકિતાબેન, રણવીરના પિતા, રમેશભા નરસિંહભા બાટી (આણંદસર)ના બનેવી, લક્ષ્મીબેન હરિભા આલગા (પાનધ્રો), ગં.સ્વ. દક્ષાબેન કાનજીભા આલગા (ચાંદ્રાણી-કોટડા)ના ભાઇ, વિપુલભા, રાહુલભા, રિદ્ધિબેન, આનંદીબેનના મામા, સ્વ. રણમલભા ઘેલાભા ઓબા, સ્વ. નારણભા ઘેલાભા ઓબાના ભત્રીજા તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ચકાર ખાતે.

ખેડોઇ (તા. અંજાર) : ગં.સ્વ. રૂડબાઇ (ઉ.વ. 98) તે સ્વ. હીરજી લાલજી છાભૈયાના પત્ની, સ્વ. ગોવિંદભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. દેવશીભાઇ, સ્વ. સોમજીભાઇ, ભાણબાઇબેન, મણિબેનના ભાભી, મણિલાલ, પ્રવીણભાઇ (દુબઇ), શાંતાબેન, શારદાબેન, રસીલાબેન, પારૂલબેનના માતા, નર્મદાબેન, સાવિત્રીબેન, ગોવિંદભાઇ, જેન્તીભાઇ, શાંતિલાલ, નરસિંહભાઇના સાસુ, સ્વ. કાનજીભાઇ કરસનભાઇ ધોળુના પુત્રી, સ્વ. અમૃતભાઇ, સ્વ. ડાયાભાઇ, શાંતિભાઇ (કોટડા-ચકાર)ના બહેન, રાજેશ, રમેશ, મુકેશ, રિતેશ, જિજ્ઞા, ડિમ્પલ, ગીતાના દાદી તા. 14-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) નિવાસસ્થાન, મોટી ખેડોઇ ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : જાડેજા વિશ્વજિતસિંહ (ઉ.વ. 22) તે જાડેજા મહેન્દ્રસિંહ મંગળસિંહના પુત્ર, જાડેજા મંગળસિંહ કલ્યાણસિંહ, દિલાવરસિંહ, રણજિતસિંહના પૌત્ર, કિશનસિંહ, જયપાલસિંહ, ગિરીરાજસિંહ, રુદ્રસિંહ, કુલદીપસિંહ, જયદીપસિંહ, સિદ્ધરાજસિંહના નાના ભાઇ, હિંમતસિંહ, રાજેન્દ્રસિંહ, ઉમેદસિંહના ભત્રીજા, માન્યરાજ, રિતીક્ષાના કાકા તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-10થી 18-10-2025 સુધી દરબારગઢ ડેલી ખાતે. ઉત્તરક્રિયા તા. 26-10-2025ના નિવાસસ્થાને.

મોટી ઉનડોઠ (તા. માંડવી) : મૂળજી લખમણ ગઢવી તે ભાણબાઇબેનના પતિ, નારાણ, માનસીના પિતા, પ્રતીક તથા આનંદના દાદા તા. 14-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 25-10-2025ના નિવાસસ્થાને મોટી ઉનડોઠ ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : હેમુભા સતુભા જાડેજા (ઉ.વ. 65) તે બહાદુરસિંહ, કનકસિંહના પિતા, ચનુભા, બનુભા, કાનુભાના કાકાઇ ભાઇ, ધીરુભા, વજુભા, અજિતસિંહ, શક્તિસિંહ, કિરીટસિંહ, ભરતસિંહના કાકા તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 24-10-2025ના નિવાસસ્થાને.

નેત્રા (તા. નખત્રાણા) : હાલ ઘડિયા, તા. કપડવંજ (ગુજરાત) રામજીભાઇ માલજીભાઇ પડાયા (ઉ.વ. 63) તે દેવિલાબેનના પતિ, અનિલભાઇ, અશોકભાઇ, કાન્તાબેન, રશ્મિકાબેન અને બ્રિજેશભાઇના પિતા, ઉષાબેન, શ્વેતાબેન, દીપાબેન, ટીનાબેનના સસરા, જીવીબેન, લક્ષ્મીબેન, અમૃતભાઇ, તેજાભાઇ, જશીબેન, સ્વ. રતનબેન, હીરાબેન, બાબુભાઇના ભાઇ, સ્વ. મૂળજીભાઇ અખૈઇભાઇ પડાયા (મુંબઇ)ના પિતરાઇ ભાઇ, કાન્તિભાઇ, વાલજીભાઇ, લધાભાઇ, શિવજીભાઇ, બાબુભાઇ, દિલીપભાઇ, ભરતભાઇ, પ્રવીણભાઇ, ઇશાબેન, સંગીતાબેન, સ્વ. ગંગાબેન, જમનાબેન, કંચનબેન, સુરભિબેન, રીનાબેન, મોહનભાઇ, ક્રિષ્ણકાન્ત, જિજ્ઞેશના કાકા, હીરાભાઇ પરબતભાઇ સેતણિયા (નરસિંહપુર)ના જમાઇ, સ્વ. ધનજીભાઇ, રમણભાઇ, ભગીબેનના બનેવી, હિતેન, શુભમ, ધવલ, દેવરાજ, ધારા, કુંજ, નીલુના દાદા તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-10-2025ના આગરી અને તા. 24-10-2025ના સવારે ઘડાઢોળ (પાણી) ઘડિયા, તા. કપડવંજ, જિ. ખેડા (ગુજરાત) ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : મૂળ મોટી વેડહારના હાલે હરિસિદ્ધિનગર સોઢા સવાઇસિંહ ખેતસિંહ (ઉ.વ. 56) તે સ્વ. ખેતસિંહ ભુપાલસિંહના પુત્ર, સ્વ. નેતસિંહ, વિજરાજસિંહ સોઢાના ભત્રીજા, સિદ્ધરાજસિંહ, ઓમસિંહના પિતા, બહાદુરસિંહ, સ્વ. ગુલાબસિંહ, મેગુભા (એડવોકેટ), સરદારસિંહ, ચંદનસિંહ, શક્તિસિંહના ભાઇ, સુરૂભા, મહાવીરસિંહ, બલવીરસિંહ, નરેન્દ્રસિંહના કાકા, જાડેજા અરજણજી રવાજી, ગાભુભા રવાજી (બિબ્બર)ના બનેવી તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને હરિસિદ્ધિ નગર, કોટડા-જ. ખાતે.

ખારડિયા (તા. નખત્રાણા) : હંસાબા હાલાજી સોઢા (ઉ.વ. 76) તે સ્વ. હાલાજી સોનાજીના પત્ની, ઓનાજી, સ્વ. સવાઇસિંહ, ચતુરસિંહ, નાથુસિંહ, અજિતસિંહના માતા, નેતસિંહ રૂપસિંહ, સવાઇસિંહ પ્રેમસિંહ, લક્ષ્મણસિંહ કુંભાજી, સવાઇસિંહ રતનજી, હાકમસિંહ નગજી, સતીદાનસિંહ આંબજી, સુખાજી વિજયરાજજી, બાઉભા સુરાજીના કાકી, રાજેન્દ્રસિંહ, ચેતનસિંહ, રઘુવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, મહાવીરસિંહ, ચંદનસિંહ, પૃથ્વીરાજસિંહ, લક્કીરાજસિંહ, અરવિંદસિંહના દાદી તા. 14-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 24-10-2025ના શુક્રવારે બારસ નિવાસસ્થાન ખારડિયા ખાતે.

આંબલિયારા (તા. ભચાઉ) : શંકર દેવજી મૂછડિયા (ઉ.વ. 47) તે માનવી, જાનવી, દિવ્યાંશીના પિતા, મનસુખ ખીમજી, નારણ ખીમજીના ભત્રીજા, ખેતા દેવજી, સ્વ. પાલા દેવજી, ગંગાબેન, વિરીબેન, રામુબેન, શાંતિબેનના ભાઈ, દિલીપ, હરેશ, મેઘરાજ, મોહન, પ્રેમ, લક્ષ્મીબેન રમણીકલાલ ગેડિયા (સામખિયાળી), પાર્વતીબેન હરેશભાઈ ગેડિયા (આદિપુર), ભાવનાબેન કિરણભાઈ સોમેશ્વરા (ચિત્રોડ)ના કાકા તા. 14-10-2025ના અવસાન પામ્યા છે. જાગ અને લોકાઈ તા. 18-10-2025ના શનિવારે સવારે લોકાઇ અને રાત્રે પાટ નિવાસસ્થાને આંબલિયારા ખાતે.

વાંઢિયા (તા. ભચાઉ) : કુસુમબેન હરિશંકર રાજગોર (પેથાણી) તે માસુખરામ માધવજી વિઠ્ઠા (ભુજ)ના પુત્રી, દયાશંકર માસુખરામના બહેન, દિનેશ, ગુલાબ, કિશોર, ગૌરીબેન નવીનકુમાર નાકર, નીતાબેન કિશોર કપટા, મીનાબેન મનોજકુમાર કપટા માતા તા. 14-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને, વાંઢિયા (તા. ભચાઉ) ખાતે.

માતાના મઢ (તા. લખપત) : ભુવા ચૌહાણ દિલુભા ભગુભા (તિલાટ) (ઉ.વ. 46) તે સ્વ. ભગુભા રામસંગજી ચૌહાણના પુત્ર, બાવુભા રામસંગજી ચૌહાણના ભત્રીજા, અનિરુદ્ધસિંહ બાવુભા ચૌહાણ, ગજેન્દ્રસિંહ ભગુભા ચૌહાણના મોટા ભાઇ, ધ્રુવરાજસિંહ, સિદ્ધરાજસિંહના પિતા, ઓમરાજસિંહ, ક્રમરાજસિંહના મોટાબાપુ, દશરથસિંહ જાડેજા (નલિયા), જોરુભા જાડેજા, સ્વ. વનરાજસિંહ જાડેજા (ડુમરા), ભરતસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા (વરાડિયા), દીપરાજસિંહ જાડેજા (ટોડા), હિંમતસિંહ ઉદયપાલસિંહ ગોહિલ, પ્રવીણસિંહ મહિપતસિંહ ગોહિલના સાળા, સ્વ. હિંમતસિંહ જાડેજા, ભૂરૂભા, મંગળસિંહ, મનુભા, ભીખુભા, બુદ્ધુભા જાડેજાના મામાઇ ભાઇ, સોઢા ભીખુભા, સાવજસિંહ, કનુભા, પૃથ્વીરાજસિંહના મામા, સુરેન્દ્રસિંહ તથા જિતેન્દ્રસિંહ જાડેજાના કાકા તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું 12 દિવસ સુધી નિવાસસ્થાન, માતાના મઢ ખાતે.

મુલુંડ (મુંબઈ) : મૂળ વરલીના કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોશી ભરત ખરાશંકર ખીંયરા (ઉ.વ. 67) તે સ્વ. નિર્મળાબેન ખરાશંકર રામજી ખીંયરાના પુત્ર, ભાવનાબેનના પતિ, કંદર્પ, પાર્થના પિતા, કવિતા, આકાંક્ષાના સસરા, મિસ્કા, રિતી, પ્રિશા, મંત્રમના દાદા, વીણાબેન નીતિનભાઈ પાંધી, પ્રજ્ઞાબેન દીપકભાઈ ભટ્ટના ભાઈ, સ્વ. ઊર્મિલાબેન વિશનજીભાઈ બોડા (ભુજ)ના જમાઈ, તરૂણભાઈ, દિલીપભાઈ, ડો. કમલેશભાઈ, અલ્કાબેનના બનેવી, સ્વ. સંતોકબેન શિવજી હરિયામાણેક (વરસામેડી)ના દોહિત્ર, સ્વ. નરશીભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. દામજીભાઈ, રમણીકભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. હરખાબેન મંગલદાસ બોડા, સ્વ. શાંતાબેન ગૌરીશંકર શિવ, ગં.સ્વ. પ્રેમાબેન ખરાશંકર સોનપારના ભાણેજ, પ્રણવ, ધારા વિનય પટેલ, મિતી અક્ષય શાહ, ધ્વનિના મામા, ભાવિની પ્રણવ પાંધીના મામાજી, વિકાસ, દેવાંશી પ્રિયેશ જોશી, ઈશિતા આકાશ જોશી, મનનભાઈના ફુઆ, અંકિતા વિકાસ જોશીના ફુઆજી તા. 12-10-2025ના દુબઇ (યુએઈ) મધ્યે અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-10-2025ના ગુરુવારે સાંજે 5થી 7 સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd