• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ નાગોરના કચ્છ ગુર્જર ક્ષત્રિય ચંદ્રેશભાઇ દેવરામભાઈ ચૌહાણ (ઉ.વ. 60) તે હર્ષિતાબેનના પતિ, સ્વ. નર્મદાબેન દેવરામભાઈ ડાયાભાઈ ચૌહાણ (નાગોર)ના પુત્ર , સ્વ. કેશીબેન વિશ્રામભાઈ ગોહિલના દોહિત્ર, હેમલતાબેન (ભુજ), સ્વ. હરસુખભાઈ ચૌહાણ, સ્વ. રસીલાબેનના નાના ભાઈ, સ્વ. લગધીરભાઇ ગઢવી, નરેન્દ્રભાઈ રણછોડભાઈ પરમારના સાળા, સ્વ. પુષ્પાબેન હરસુખભાઈના દિયર, કુંજન, દીપા, શીતલ, આનંદના મામા, મયૂર, ચ્યવન (શ્રીરામ મિનરલ્સ પ્રા.લિ.)ના પિતા, બીનાબેન (મિતાલી) મયૂરભાઈ ચૌહાણના સસરા, પ્રિયા મયૂરભાઈ ચૌહાણના દાદા, વર્ષાબેન સુરેશભાઈ ટાંક (અંજાર)ના વેવાઈ, સ્વ. કસ્તૂરીબેન શાંતિલાલભાઈ રાઠોડ (કુકમા)ના જમાઈ, સ્વ. મીનાબેન, જિતેન્દ્રભાઈ (બીએસએસએલ), સંગીતાબેન (દબડા), અતુલભાઈ (પીજીવીસીએલ)ના બનેવી, પ્રવીણાબેન, રૂપાલીબેનના નણદોયા, સ્વ. શાંતિલાલભાઈ મોરારભાઈ ચૌહાણ (પૂના), કિશોરભાઈ જેન્તીલાલ રાઠોડ  (દબડા)ના સાઢુભાઈ, ડોલર હિતેક્ષુ પાલીવાલના માસા, ચૈતન્ય, જય, પાર્થિવના ફુઆ, નિકિતા ચૈતન્યના ફુઆજી સસરા તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-10-2025ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : જીવાબેન (ઉ.વ. 110) તે રાજા ખીમાના પત્ની, રામભાઇ (મુંબઇ), ધનજીભાઇ (ભુજ), નાનુબેન (ધાવડા)ના માતા, દીપક, ઇશ્વર, મેહુલ, હિતેશ, અમૃતના દાદી, સ્વ. વાલા વેલજી (આણંદસર), સ્વ. કાના વેલજી, સ્વ. મેઘજી વેલજી, સ્વ. લાલજી વેલજી, સ્વ. ઉમર વેલજી, રાજીબેન (સુખપર-ભુજ)ના બહેન, રમેશ, ચંદ્રિકા, જીગુના નાની, તરલાના નાનીજી સાસુ, યુવરાજ, પ્રિન્સીના પરનાની તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 16-10- 2025ના સાંજે સત્સંગ, ઘડાઢોળ (પાણીયારો) તા. 17-10-2025ના સવારે 10 વાગ્યે.

અંજાર : ધનસુખ વેલજી કાપડી (ઉ.વ. 73) તે સ્વ. વેલજી હીરજી કાપડીના પુત્ર, કપિલાબેનના પતિ, મહેન્દ્રભાઇ, હસમુખભાઇ, અરવિંદભાઇ, રિતેશભાઇ, અનુસૂયાબેન દિલીપભાઇ કાપડી (અંજાર), રસીલાબેન હિંમતરામ કાપડી (આણંદ), પુષ્પાબેન વિનોદભાઇ સેવક (વરલી), સ્વ. ગીતાબેન રાજેશભાઇ સેવક (વરલી)ના મોટા ભાઇ, ઉમેદ, સ્વ. પ્રહલાદ, હેતલબેન નીલેશભાઇ ચંદરિયાણી (મુંબઇ)ના પિતા, વિવેક અને યુગના દાદા, નિવના નાના, અમિત, વિશાલ, શ્યામ, રુદ્રના મોટાબાપા, સ્વ. આશારામ મનજી કાપડી (મોડસર)ના જમાઇ તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-10-2025ના બુધવારે સાંજે 4થી 5 અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજવાડી, દબડા ખાતે.

કોડાય (તા. માંડવી) : ગોપાલ નાગશી લાખિયા (ઉ.વ. 90) તે શિવજી, નાગશી, સામજી, લક્ષ્મીબેન વેલજીભાઇ રોશિયા, નાનબાઇ ખેતશી ફફલ, ચાગબાઇબેન આત્મારામ દેવરિયાના ભાઇ, સ્વ. દેવલબેનના પતિ, બુધારામના પિતા, પુરબાઇ સામજીના જેઠ, રાજેશ બુધારામના દાદા, વિશ્રામ સામજીના મોટાબાપા તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-10- 2025ના સવારે નિવાસસ્થાને ગણેશવાસ, કોડાય બસ સ્ટેશનની બાજુમાં, કોડાય ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : રાહુલ ગોવિંદ સાગર (ગઢવી) (ઉ.વ. 24) તે સ્વ. ગોવિંદ સુમાર સાગરના પુત્ર, અનુ સુમાર સાગરના ભત્રીજા, હરદાસ જેઠા વરમલના દોહિત્ર તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-10-2025 સુધી ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે.

કારાઘોઘા (તા. મુંદરા) : પુરીબા રાઠોડ (ઉ.વ. 65) તે સ્વ. જેઠુભા ભગવાનજી રાઠોડના પત્ની, સ્વ. હોથીજી, દેવુભાના ભાભી, ખુમાનસિંહ, રીટાબાના માતા, દીપસંગજી, હરિસંગજી, સતુભા, કનુભાના કાકી, દિલીપસિંહના મોટીમા, સવુભા ગગુજી જાડેજા (ચાવડકા)ના સાસુ તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-10-2025 સુધી ક્ષત્રિય સમાજવાડી, કારાઘોઘા ખાતે.

નાના અંગિયા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ગં.સ્વ. મેઘબાઈ કેશરા રૂડાણી (ઉ.વ. 90) તે સ્વ. કેશરા શિવજી રૂડાણીના પત્ની, સ્વ. હંસરાજભાઈ, રમણભાઈ, અબજીભાઈ, રમીલાબેનના માતા, મનસુખ, મહેશ, વસંત, દીપક, પરેશ, શાંતાબેન, રમીલાબેન, સ્વ. લક્ષ્મીબેન, દક્ષાબેનના દાદી તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-10-2025ના મંગળવારે સવારે 8થી 11 તેમજ બપોરે 3થી 5 અબજી કેશરા રૂડાણીના નિવાસસ્થાને નાના અંગિયા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : મૂળ જતાવીરાના કડવા પાટીદાર શાંતિલાલ અરજણ દિવાણી (ઉ.વ. 57) તે સ્વ. અરજણ ગોવિંદભાઇ તથા સ્વ. ગંગાબેનના પુત્ર, રસીલાબેનના પતિ, રાજેશ, મોહિત, નીકિતાબેન (કોટડા ચકાર)ના પિતા, લક્ષ્મીબેન (હૈદરાબાદ), પ્રેમિલાબેન (દેવીસર), લીલાબેન (ભુજ), વનિતાબેન (હૈદરાબાદ), પુષ્પાબેન (નખત્રાણા)ના ભાઇ તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) નિવાસસ્થાને વિરાણી મોટી ખાતે.

નાની ખોંભડી (તા. નખત્રાણા) : સુમરા જેનાબાઇ સુમાર (ઉ.વ. 70) તે ઇબ્રાહિમ સુમરાના માતા, રહેમતુલા સાલેમામદ, ઉમર સુલેમાનના કાકી તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-10-2025ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નાની ખોંભડી ખાતે.

નલિયા (તા. અબડાસા) : પ્રતીકકુમાર વિરેન્દ્રભાઈ (રવિ) ચંદે (ઉ.વ. 5) તે   પરમાબેન તેમજ ઓલું ચંદેના પૌત્ર, જ્યોતિબેનના પુત્ર, અમિતભાઈ અને સુરેશભાઈના ભત્રીજા, પરમાબેન તેમજ અશોક ભાગવંત (ગાંધીધામ)ના દોહિત્ર, દીપક અને હરેશ ભાગવંતના ભાણેજ, ઇન્દ્ર અને ધ્યાંશીના મોટા ભાઈ તા. 9-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મહેશ્વરી સમાજવાડીની સામે, દક્ષિણ મહેશ્વરી ફળિયું, નલિયા ખાતે.

જસાપર (તા. અબડાસા) : હરેશદેરૂ જયંતીદેરૂ જંગમ (ઉ.વ. 52) તે હંસાબેનના પતિ, જંગમ ભાનુબેન જેન્તીદેરૂના પુત્ર, જયશ્રીબેન, જ્યોત્સનાબેન, નરેશ, વિપુલના ભાઈ, મિત્તલબેન, કુણાલ, નિરાલીબેન, પાર્થના પિતા, ભાવનાબેન, વૈશાલીબેનના જેઠ, પૂનમબેન, મનીષાબેનના સસરા, મોહિત, ફાલ્ગુની, ધ્વનિ, પૃથ્વીના મોટાબાપા, અર્જુન, મંતવ્ય, હરદેવ, માનવના દાદા, પ્રિયાના નાના, સ્વ. વસુબેન, ગં.સ્વ. મંજુલાબેનના ભત્રીજા, ભરતદેરૂ, હસમુખદેરૂના સાળા, સ્વ. શશિકદેરૂ, સ્વ. ઇશ્વરદેરૂ, સ્વ. રાજેન્દ્રદેરૂ, મહેન્દ્રદેરૂના ભાણેજ, મહેકદેરૂ દીપદેરૂના સસરા, મોહન, કાંતિ, મહેશ, ગુલાબના પિતરાઇ ભત્રીજા, કિશોર, અનિલ, બંસી, ક્રિષ્ના, હિપેશના પિતરાઇ ભાઈ, સ્વ. જંગમ જખુદેરૂ તુલસીદેરૂના જમાઈ, જેન્તી, રવિ, નવીન, હરેશ, દિલીપના બનેવી તા. 12-10-2024ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-10-2025ના મંગળવારે બપોરે 3.30થી 4.30 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર જસાપરના પ્રાંગણ ખાતે.

ડુમરા (તા. અબડાસા) : મૂળ ભોજાય-મસ્કાના ગડા ખુશાલકુમાર લખમશીભાઇ (ઉ.વ. 76) તે સ્વ. અમૃતાબેનના પતિ, દીપ્તિ, પાયલના પિતા, રાજેશ હેમનચંદ (ડુમરા), વિમલ પ્રવીણભાઇ (ગઢશીશા)ના સસરા તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-10-2025ના બુધવારે બપોરે 3થી 4 અતિથિગૃહ, ડુમરા ખાતે.

ઘડુલી (તા. લખપત) : મૂળ વડઝરના ઊર્મિલાબેન મુકેશભાઈ શંભુભાઈ (ઉ.વ. 43) તે મુકેશભાઈ શંભુભાઈ કોટકના પત્ની, તીર્થ અને કર્મના માતા, ગં.સ્વ. રાધાબેન શંભુભાઈ કોટકના પુત્રવધૂ, માણેક વનિતાબેન જયેશભાઈ (કપાયા), પોપટ બીનાબેન મનોજભાઈ (વાયોર), અનમ સેજલબેન અજિતભાઈ (દયાપર)ના (ભાભી), સ્વ. વિસનજી સુંદરજી (નારાયણ સરોવર)ના પૌત્રી, વાસંતીબેન પરસોત્તમ વિસનજી અનમ (મિથુન ટ્રેડર્સ-દયાપર)ના પુત્રી, મજેઠિયા તારાબેન અર્જુનભાઈ (ગઢશીશા), પંડિતપોત્રા મીતાબેન ભાવિનભાઈ (ભુજ)ના બહેન, અનમ સેજલબેન અજિતભાઈ, મેઘાબેન રામભાઈ અનમ, શીતલબેન મિથુનભાઈ અનમના નણંદ, અજિતભાઈ, રામભાઈ, મિથુનભાઈના બહેન, યુગ, ધૈર્યા, શ્લોક, હેમ, મંત્રના ફઈ તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું 15-10-2025ના બુધવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, ઘડુલી, તા. લખપત ખાતે.

પાનધ્રો (તા. લખપત) : ખલીફા હાજીઇસ્માઇલ આમદ ઉર્ફે હાજીકાકા (ઉ.વ. 75) તે હુશેન, ઇશાક, આદમ, કરીમના પિતા, હાસમ મામદ અને કાસમના કાકા, મુસા ઇબ્રાહિમ, આદમ હાજીસુલેમાન, લતીફ અલાનાના કાકાઈ ભાઈ, મ. લતીફ અલીમામદ (રવાપર), ઓસમાણ, જાકબ, હારુનના બનેવી, મ. સાલેમામદ શોભા (આમારા)ના માસીઆઈ ભાઈ, સુલતાન, સમીર, ઉવેશ, આસિફના દાદા તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-10-2025ના બુધવારે સવારે 10.30 વાગ્યે પાનધ્રો ખાતે.

Panchang

dd