• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : ગં. સ્વ. કાન્તાબેન પુષ્પકાંતભાઇ માંકડ (ઉ.વ. 90 ) તે સ્વ. નાનાલાલ પ્રીતમલાલ વૈષ્ણવના પુત્રી, સ્વ. પુષ્પકાંતભાઇ દુર્ગાશંકર માંકડના પત્ની, કમલેશભાઇ, દુષ્યંતભાઇ, ભાવના સુરેશભાઈ ધોળકિયા, શીલા દિવ્યાંશુભાઈ ધોળકિયા, સંધ્યા ત્રિશિરભાઈ વોરાના માતા, રાગિણીબેન અને શીતલબેનના સાસુ, કરણ, કુણાલ, પ્રિયંકા, મયંકના દાદી, ચિંતન, શ્રુતિ, અંકિત, બ્રિજેન, બિંદી, દીપના નાની તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-10-2025ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્ષ ખાતે.

ભુજ : ભૂપેન્દ્રભાઇ મોહનલાલ ગણગણાત્રા (ઉ.વ. 63) (રિટાયર્ડ બીએસએનએલ અધિકારી) તે ગં.સ્વ. નિર્મળાબેનના પુત્ર, સંગીતાબેન (નિવૃત્ત શિક્ષિકા)ના પતિ, હીરજી ચાગપાર ગણગણાત્રા (ચંદિયા)ના પૌત્ર, સ્વ. લક્ષ્મીબેન લાલજીભાઇ રૂપારેલ (ચપરેડી)ના દોહિત્રચિંતન (યશ બેન્ક)ના પિતાશ્રિયાના દાદા, રાજેશભાઇ મોહનલાલ ગણગણાત્રા (સ્વામિનારાયણ બુક સ્ટોલ-માધાપર), સ્વ. શૈલેશભાઇ, તરુણભાઇ (તરુણ એડ-ભુજ), સ્વ. યક્ષાબેન તરુણભાઇ શેઠિયાના ભાઇમાનસીબેન (ત્રંબૌ પ્રાથમિકશાળા)ના સસરા તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-10- 2025ના સાંજે 5થી 6 બી.એ.પી.એસ. સત્સંગ હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : હિંગોરજા જમીલાબાઈ સુલેમાન (ઉ.વ. 55) તે સુલેમાન કાસમ હિંગોરજાના પત્ની, આરીફ અને સોહેલના માતા તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 13-10 અને તા. 14-10-2025 સોમવાર અને મંગળવાર (બે દિવસ) સલફિયા મસ્જિદ, ભીડ નાકા બહાર, નિવાસસ્થાન પાસે, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ખાવડાના ઠા. હીરાબેન શામજીભાઈ ગણાત્રા (ઉ.વ. 75) તે સ્વ. બબીબેન કલ્યાણજી ગોપાલજીના પુત્રવધૂ, શામજીભાઈના પત્ની, સ્વ. ગોકલદાસ મેઘજી કોટકના પુત્રી, સ્વ. રવિલાલ, જિજ્ઞેશ, અમિત (ખાવડા રોટી)ના માતા, કાન્તાબેન, વનિતાબેન, સારિકાબેનના સાસુ, પિયુ અમરકુમાર દાવડા, કુમકુમ, હરસીલના દાદી, કેશુભાઈ, કાંતિભાઈ, ધીરૂભાઇ, હસ્તાબેન, નવલબેન, પ્રવીણાબેન, ક્રિષ્નાબેન, લાભુબેનના કાકી, સ્વ. મીઠુભાઈ, ખીમજીભાઇ, સ્વ. વેલાબેન, ગં.સ્વ. પૂજાબેનના બહેન તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-10-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

માંડવી : જોગી મનજી મંગલ રાઠોડ (ઉ.વ. 43) તે પુબીબેન મંગલ અલાયાના પુત્ર, રમીલાબેનના પતિ, બુધિયા, સ્વ. વેલજી, બબ્બાભાઇ, શામજીના ભત્રીજા, અરવિંદ, સ્વ. દિલીપના નાના ભાઇ, આશા, તન્વી, નીરવ, જેન્તીના પિતા, જીવરાજ પરબત વડાલાના જમાઇ તા. 9-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ નિવાસસ્થાને તથા આગરીની રાત તા. 19-10-2025ના રવિવારે અને પાણીની વિધિ તા. 20-10-2025ના સોમવારે નિવાસસ્થાને જોગીવાસ, પોલીસ સ્ટેશનની બાજુમાં, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : શારદાબેન ખેંગારભાઇ પ્રજાપતિ (ઉ.વ. 72) તે સ્વ. જીવતીબેન ખેંગારભાઇના પુત્રી, સ્વ. હરીશના માતા, વસંતભાઇ, ગૌરીબેન, હેમલતાબેનના મોટા બહેન, મીનાબેનના નણંદ, સ્વ. ભરતભાઇ, દિનેશભાઇના સાળી, જિગર, રિયાના ફઇ, ધરતીના ફઇજી, નેહા, પાયલ, ભક્તિ, અક્ષય, દેવાંશી, દીપ્તિ, કોમલના માસી તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2025ના મંગળવારે સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન 63-બી, જલારામકૃપા સોસાયટી, ગાંધી સર્કલ, જૂનાવાસ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માધાપર/શિરવા (તા. માંડવી ) : મૂળ ધુણઇના ભા. શંકરલાલ ઉમરશી ચાંદ્રા (ઉ.વ. 86) તે સ્વ. બબીબાઈ વાલજી રામજી ગોરી (ભીમાણી) (શિરવા)ના જમાઈ, સ્વ. મોંઘાબાઈના પતિ, ગં.સ્વ. કસ્તુરીબેન ચત્રભુજ દયાળજી ભદ્રા, પ્રતાપ (પીજીવીસીએલ), લક્ષ્મીદાસ, વસંતના બનેવી, ખેતશી, ભરત, રુક્ષ્મણિબેન (મઉં મોટી), સ્વ. વિમળાબેન, જયાબેન (ઝુરા), હંસાબેન ભાવેશ માવજી ( શિરવા-રાજકોટ)ના પિતા, અરૂણાબેન, પ્રવીણ, કાંતિ, પ્રભાબેન (નિરોણા-ભુજ-આદિપુર)ના મામા, સ્વ. વાલબાઈ લીલાધર ગજરા (નિરોણા)ના ભાઈ તા. 12-10-2025ના નવી મુંબઈ કોપર ખેર ખાતે અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી/ પ્રાર્થનાસભા તા. 14-10-2025ના મંગળવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન પ્રતાપ વાલજી ગોરી, નીલકંઠ સોસાયટી, હાલાઈ નગર પાછળ, માધાપર ખાતે

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. કાન્તાબેન ઠક્કર તે સ્વ. કરમશી વિરજીના પત્ની, સ્વ. મગનલાલ ઉત્તમરામ કાથરાણી (વકીલ) (ભચાઉ)ના પુત્રી, રમેશભાઇ (શ્રીરામ મિનરલ્સ-માધાપર), વાસંતીબેન પ્રતાપભાઇ (અમદાવાદ), આશાબેન માણેકભાઇ (ગાંધીધામ), સ્વ. લતાબેન, સંધ્યાબેન વિક્રમભાઇ (ઇન્દ્રાબાઇ ગ. હાઇ.)ના માતા, સ્વ. નિરંજનાબેનના સાસુ, સ્વ. જગન્નાથભાઇ (વકીલ), સ્વ. વિઠ્ઠલદાસભાઇ, ઇશ્વરભાઇ (મનીષ ટી કાં.), હરિલાલભાઇ (યુએસએ), સાવિત્રીબેન લક્ષ્મીદાસભાઇ (વડોદરા)ના બહેન, સ્વ. હરિભાઇના ભાભી, ભાવિકા, પાર્થ, પૂજા, ધવલના નાની તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માધાપર (તા. ભુજ) : જુણેજા હાજિયાણી બાયાંબાઈ (ઉ.વ.72) તે મ. હાજી ઈશાકના પત્ની, મ. ઓસમાણ ગની, અબ્દુલ કરીમના માતા, જુણેજા અબ્દુલ (વિદેશ), સૈયદ હનીફ બાપુ બેટવારાના સાસુ, શબીર, સુલતાન, હમીદ, ફૈઝલ, અલફાઝના દાદી, જુણેજા રમજુ, જુમા, મુસા, સુલેમાન, ઓસમાણ, મામદના બહેન તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-10-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

રતનાલ (તા. અંજાર) : જમણાબેન હધુભાઈ ધનાભાઈ માતા (ઉ.વ. 85) તે સ્વ. ગોપાલભાઈ ધનાભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. હધુભાઈના પત્ની, સ્વ. ભગુભાઈ, શામજીભાઈ, જશાભાઈ, સ્વ. ત્રિકમભાઈ, સ્વ. પાંચાભાઈ, ગં.સ્વ. સભીબેન રામજીભાઈ છાંગાના માતા, ત્રિકમભાઈ ભગુભાઈ, રણછોડભાઈ ભગુભાઈ, માદેવાભાઈ ભગુભાઈ, નંદલાલભાઈ ભગુભાઈ, રોહિતભાઈ ત્રિકમભાઈ, નંદલાલભાઈ શામજીભાઈના દાદી તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ફાટકની બાજુમાં, મોરી વિસ્તાર, રતનાલ ખાતે.

ચંદિયા (તા. અંજાર) : જમનાબેન શિવજીભાઇ બાંભણિયા તે શિવજીભાઇ વેલજીભાઈના પત્ની, ગ.સ્વ સાકરબેન વેલજીભાઈના પુત્રવધૂ, ગંગાબેન લીલાધરભાઇ બાંભણિયા, મંજુલાબેન કાન્તિલાલ બાંભણિયા, મીતાબેન દયારામ બાંભણિયાના ભાભી, કલ્પેશ, મયૂર, વનિતાબેન, ચંદ્રિકાબેન, પાર્વતીબેન, રંજનબેન, કલ્પનાબેન, રીનાબેનના માતા, સ્વ. ભવાનભાઈ ખેતાભાઈ માલસતરના પુત્રી તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-10-2025ના સોમવારે બપોરે 3થી 4 યદુવંશી સોરઠિયા સમાજવાડી, ખોડિયાર નગર, ચંદિયા ખાતે.

મોટી મઉં (તા. માંડવી) : ભારમલ લધાભાઈ ડોરૂ (ઉ.વ. 50) તે સ્વ. લધાભાઈ નથુ અને ગં. સ્વ. સોનબાઈના નાના પુત્ર, નાનબાઈના પતિ, સ્વ. આશમલભાઈ જીજંક (નાગ્રેચા)ના જમાઈ, પચાણ, દામજી, ગોપાલ, સામત, કિશુબેનના નાના ભાઈ, જગદીશ, હિતેશ, ધર્મિષ્ઠાબેનના પિતા, કાન્તિ, નરેશ, નરેશ, જયેશ, મયૂર, જિગર, પ્રિતમ, કાન્તાબેન, દમયંતી, ધનવંતી, પ્રેમિલાના કાકા, સ્વ. અરાવિંદ વેગડા, રમેશ પાયણ, મહેશ ફુલિયા, મયૂર બળિયાના કાકા સસરા તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાદડી નિવાસસ્થાન મફતનગર વિસ્તાર, મોટી મઉં ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ મસ્કાના નવીનચંદ્ર (ઉ.વ. 74) તે મણિબેન શંભુલાલ દામોદર મોતાના પુત્ર, સાવિત્રીબેનના પતિ, વિપુલ, ફાલ્ગુની અશોક નાકર (ભુજ), મીના ભરત પેથાણી (ભુજ)ના પિતા, અશ્વિન, દીપક, ચંદ્રિકાબેન હસમુખ આશારિયા (ખેડોઇ), જ્યોતિબેન અમૃતલાલ વ્યાસ (મુંબઇ), દમયંતી વિજય માકાણી (ભુજ), આશાબેન લાભશંકર નાગુ (પ્રાગપર)ના ભાઇ, રંજનબેન, ચેતનાબેનના જેઠ, ચાર્મી કિશોર ઉગાણી (બાયઠ), ઉર્વી, પૂજા, રાજેશ, ચિંતન, રિશિતના મોટાબાપા, દૃષ્ટિ, હર્ષ, પવનના નાના, સ્વ. સરસ્વતીબેન - પ્રેમિલાબેન કરસનજી નરશી વ્યાસ (ભુજ)ના જમાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. રાજેશભાઇ, જયેશભાઇ, સ્વ. કિરણભાઇ, ધર્મિષ્ઠાબેન બકુલ બાવા, ઉષાબેન હસમુખ મોતાના બનેવી તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-10-2025ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, ભુજપુર ખાતે.

વેરસલપર  (તા. નખત્રાણા) : જૈનિબેન ધીરજભાઈ  સાંખલા (ઉ.વ. 15) તે જાનબાઈ મોહનલાલ દેવજીભાઈના પૌત્રી, શ્રદ્ધાબેન ધીરજભાઈના પુત્રી, વિહાના બહેન તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા.13-10-2025ના સવારે 8.30થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વેરસલપર ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : લખમશી હીરજી વાસાણી (ઉ.વ. 76) તે કાંતાબેનના પતિ, સ્વ. હીરજી હંસરાજ અને સ્વ. મીણાબેનના પુત્ર, જયાબેન હરિલાલ જબુવાણી (મમાયમોરા), ગોવિંદભાઇ, ચંદુલાલના મોટા ભાઇ, નવીનભાઇ, કૈલાશભાઇના પિતા, સ્વ. નાનજી અરજણભાઇ પારસિયા (ભેરૈયા)ના જમાઇ, મયંકભાઇ, નીરવ, આયુષ, રિંકલ, હેન્સીના દાદા તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-10-2025ના કૈલાશભાઇ લખમશીના નિવાસસ્થાને.

મોરગર-યક્ષ (તા. નખત્રાણા) : ભારમલજી કેણજી રાઠોડ (ઉ.વ. 83) (પૂર્વ ઉપસરપંચ સાંયરા-યક્ષ જૂથ ગ્રામ પંચાયત) તે સ્વ. કેણજી દાનસંગજીના પુત્ર, દશરથાસિંહ, નથુભા, પ્રવીણાસિંહ, સ્વ. કનુભા, પ્રદીપાસિંહ, નિતાબા અજિતાસિંહ જાડેજા (દરશડી)ના પિતા, સ્વ. દેવાજી રવાજી રાઠોડ, ગાભુભા (ભોપાશ્રી પાબુજી દાદા), સંગ્રામજી, બુધુભા, સ્વ. વંકાજી રતનજી રાઠોડ, દેવાજી રાઠોડના કાકાઈ ભાઈ, ભરતાસિંહ, પૃથ્વીરાજાસિંહ, ખુમાનાસિંહ, કુલદીપાસિંહના દાદા તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, મોરગર ખાતે.

સિંધોડી મોટી (તા. અબડાસા) : મેઘબાઇ વાછિયા સંઘડિયા (પૂ. મેઘબાઇ માતાજી) (પૂજારી સોનલધામ-આદિપુર) (ઉ.વ. 72) તે માણેક, માલબાઇ પુનશી, સ્વ. શિવરાજના બહેન, સોનબાઇ નારાણ વારિયા, ભાણબાઇ ખેંગાર વારિયા (આદિપુર), રાજેશ, લક્ષ્મી શિવરાજ વારિયા (આદિપુર), આશબાઇ, પાલુ, હેમરાજ, રામઇ મુરજી બારોટ (ભોજાય), વાલજી, હરિ, વિરમ, કાનજી, હિરલ પાલુ ભાન, આશિષના ફઇ તા. 11-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 23- 10-2025ના ગુરુવારે સવારે 11 કલાકે નિવાસસ્થાન સિંધોડી મોટી ખાતે. 

Panchang

dd