• રવિવાર, 06 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : સમા સાધક ઉમર કારા (ઉ.વ. 67) તે સમા કાસમ ઉમર, અલી ઉમર, અબ્દુલા ઉમર (મોટા ધ્રોબાણા)ના ભાઇ, રમજાન સમા (આયશા રેસ્ટોરન્ટ-ભુજ), મજીદ, હનીફ, અમીનના પિતા, સમા ભીલાલ સુલેમાન (નારણપર)ના સસરા, સમા જુસબ કાસમ, મુકીમ, અલીના કાકા તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. તાજિયત નિવાસસ્થાન સમાવાસ, શાંતિનગર પાછળ, સરપટ ગેટ બહાર.

ભુજ : કુંભાર આયશાબાઇ ઇશાક હસણિયા (ઉ.વ. 80) તે ઇશાક અબ્દુલાહ હસણિયાના પત્ની, જુણસ ઇશાક (પ્રેસવાળા)ના માતા, મ. સુલેમાન (સાજનવાળા), જુમ્મા ઓસમાણના સાસુ, શકીલ, ફિરોઝના દાદી તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7-2025ના સોમવારે સવારે 10થી 11 મોલુવાળા જમાતખાના, સરપટ ગેટ, ભુજ મધ્યે. 

ભુજ : મૂળ નલિયાના કાનજીભાઈ મમુજી સોલંકી (ઉ.વ. 77) તે સ્વ. જીતુભાઈના મોટા ભાઈ, કાંતાબેનના પતિ, સ્વ. મંજુબેન, જયેશ, દીપાબેનના પિતા, નીલેશ શંકરભાઈ ચૌહાણ (મૂળ નલિયા હાલે ભુજ)ના સસરા તા. 5/7/2025ના અવસાન પામ્યા છે. 

અંજાર : મહેશભાઇ મણિલાલ ભટ્ટ (ઉ.વ. 53) તે લીલવંતીબેન મણિલાલ ખોડીલાલ ભટ્ટ (ટાંગાવાળા)ના પુત્ર, સ્વ. નીમુબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. સુરેશભાઈ, સ્વ. રમેશભાઈસ્વ. જેન્તીલાલ, સ્વ. કિશોર, રાજેશ, સંગીતા, હર્ષિતાબેનના ભાઈગં. સ્વ. મનીષાબેન, ગં. સ્વ. અનસુયાબેન અને ગં. સ્વ. કીર્તિબેનના  દિયરકોમલ, રાખી, ધવલ, દીપક, મિત્તલ, જાનકી, ચેતનાના કાકા, ભૂમિલના પિતા, મયુષી અને દીક્ષિતના મામા, સ્વ. રાજેશભાઈ જીવરામભાઇ ભટ્ટ (જામનગર), મનીષભાઈ ઝવેરીલાલ ભટ્ટ  (ભુજ)ના સાળા, જિજ્ઞેશ, હિરેન અને શિવમના કાકાજી સસરા, દામજીભાઈ, શિવજીભાઈ, મનસુખભાઇ (ભુવડ)ના ભાણેજ, સ્વ. દયાબેન મણિશંકર  અને અમૃતલાલ (બચુભાઈ)ના ભત્રીજા  તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30  રઘુનાથજી મંદિર, સવસાર નાકા, અંજાર ખાતે.  

મુંદરા : ગિરિનારાયણ બ્રાહ્મણ પંકજભાઇ લક્ષ્મીકાંત જોષી (કુંદરોડીવાળા) (ઉ.વ. 78) તે સ્વ. લલીતાબેન લક્ષ્મીકાંતના પુત્ર, સ્વ. અંજનાબેનના પતિ, સ્વ. જિજ્ઞેશ, નિમિષ, મૃગા ઉત્પલ અધિકારી (ગોરેગાંવ-મુંબઇ)ના પિતા, જાન્હવી નિમિષના સસરા, વર્ષાબેન રાજેન્દ્ર વ્યાસ (ભુજ), ગં.સ્વ. મનિષાબેન બળવંત મહેતા (જામનગર)ના મોટા ભાઇ, સ્વ. પ્રેમશંકર કેશવલાલ જોષી, સ્વ. ચંદ્રકાંત, સ્વ. ચંદ્રવદન જોષીના ભત્રીજા, ધ્રુવીના દાદા, હિયાનના નાના, ધરા જીતેશ પંડયા, હર્ષ, કેનાના મામા, સ્વ. મધુકાંત પ્રભુપ્રસાદ વ્યાસ (વિરાર-મુંબઇ)ના જમાઇ, સ્વ. યોગીનીબેન રશ્મિકાંત (મુંદરા), ભારતીબેન રમેશભાઇ (લંડન), ગં.સ્વ. મીનાબેન મુકેશભાઇ (નાથદ્વારા), અજિતભાઇ વ્યાસના બનેવી તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-7-2025ના સોમવારે  સાંજે 4થી 5 ગિરિનારાયણ બ્રહ્મપુરી, મુંદરા ખાતે.

મુંદરા : મૂળ વડાલાના ગુલાબબા મૂળરાજસિંહ જાડેજા તે સ્વ. પ્રતાપસિંહ, હરદેવસિંહ, રાજેન્દ્રસિંહના માતા, ધ્રુવરાજસિંહ, ધૈર્યરાજસિંહના દાદી તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-7-2025ના જૈનનગર-2, રજવાડી મોલ પાછળ, મુંદરા મધ્યે. ઉત્તરક્રિયા તા. 14-7-2025ના સોમવારે. 

માધાપર (તા. ભુજ) : વાગડ સાત ચોવીસી જૈન સમાજ (મૂળ કટારિયા) મહેતા વસંતભાઇ (ઉ.વ. 66) તે સ્વ. નેમચંદભાઇ પ્રાગજીના પુત્ર, વર્ષાબેનના પતિ, સુરેશભાઇ, અશોકભાઇ, નવીનભાઇ, ભૂપેન્દ્રભાઇ, ચંદ્રકાંતભાઇ (લંડન), અશ્વિનભાઇના ભાઇ, રાકેશ (પદ્માવતી એજન્સી), હિરેનભાઇ (ધરણેન્દ્ર એજન્સી), હર્ષના પિતાભાવનાબેન, સોનલબેન, શિલ્પાબેનના સસરા, ગાંધી હરિલાલ રાયચંદભાઇ (શિકરા)ના જમાઇ, શિલ્પાબેન, અલ્પાબેન, નીતાબેનના દિયર, ભાવનાબેન, સવિતાબેન, રેનાબેનના જેઠ, સ્વ. જયંતીલાલ, પ્રવીણભાઇ, અરવિંદભાઇના કાકાઇ ભાઇ, સમીર, નીરવ, કૃણાલ, કેતન, સચિન, ચાંદની, કરિશ્મા, રાખી, પ્રીતિ, હેતલ, જિજ્ઞા, ડેનીસ, નીશા, સીમા, દીપ્તિ, મનીષા, મીતાંશીના કાકા, રીધમ, હીરમ, જેમી, ધાર્મિ, વૈરાગ, વૈરાગીના દાદા તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 6-7-2025ના રવિવારે સવારે 8.30 વાગ્યે શેરી નંબર-1, વિશાલનગર, જૂનાવાસ નિવાસસ્થાનેથી.

કેરા (તા. ભુજ) : ધ્રુતાંતગર (બાવો) (ઉ.વ. 35) તે પ્રભાબેન મહેશગરના પુત્ર, હીરાબેન ખુશિયાલગરના પૌત્ર, સ્વ. બચીબેન હીરાગર (જામનગર)ના દોહિત્ર, મોનિકા, નિમેષના ભાઇ, હેતલના જેઠ, દિગેનના સાળા, યુવરાજ, મેક્સવેલના મોટા બાપા, મીસરી, માધવના મામા, સ્વ. કૈલાસગર, સ્વ. જેન્તીગર, પ્રદીપગર, ભવનેશગર, દીપકગર, વસુબેન, સ્વ. અંજુબેન અશોકગર, જ્યોતિબેન, હીનાબેન હરીશગર, સ્વ. જયાબેન, સીતાબેન, સ્વ. રસીલાબેન, મધુબેન, દર્શનાબેનના ભત્રીજા, સ્વ. ચંચલગર, ઇશ્વરગર, કાંતિગર, જેન્તીગર, મનોજગર, લક્ષ્મીબેન (જામનગર)ના ભાણેજ, સ્વ. કલ્પેશ, મૌલેશ, અક્ષનાબેન યોગેશપુરી (જૂનાગઢ), સ્વ. જિજ્ઞેશ, સ્વ. સન્ની, અક્ષય, આશિષ, રીમ્પલ, પ્રીતિ, રેખા, ટીશા, નંદની, રાજના કાકાઇ ભાઇ તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2025ના સોમવારે સવારે 9થી 10 કેરા ખાતે તેમજ સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે. 

નાના રેહા (તા. ભુજ) : જાડેજા પ્રતાપસિંહ ઉમરાજી (ઉ.વ. 75) તે સ્વ. દેશળજી, સ્વ. હિંમતસિંહ, સ્વ. નારાણજીના ભાઇ, મનુભા દેવાજીના કાકાઇ ભાઇ, ગણપતસિંહ, પંકજસિંહના પિતા, ભાણુભા, રઘુવીરસિંહ, મંગલજી, પ્રવીણસિંહ, રતનજી, જગદીશસિંહના કાકા, પ્રહલાદસિંહના મોટા બાપુ, ખેતુભા વીજરાજસિંહ સોઢા (વર્માનગર)ના સસરા, મયૂરસિંહ, ભવ્યરાજસિંહ, ધ્રુવરાજસિંહ, અર્જુનસિંહ, દક્ષરાજસિંહના દાદા તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા, બારમું તા. 12-7-2025ના શનિવારે, સાદડી ગામના ચોરે નાના રેહા ખાતે. 

નાની ખાખર (તા. માંડવી) : ભીમજી ચંદે (ઉ.વ. 72) તે દેવલબેનના પતિ, સ્વ. હિરબાઇ ભચુ ચંદેના પુત્ર, દેવશી, કસ્તૂરબેન શામજી, હંસાબેન ખીમજી, આશાબેન બાબુભાઇના પિતા, સ્વ. વાલજીભાઇ પુજાભાઇ ડોરૂના જમાઇ તા.  2-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન, નાની ખાખર ખાતે.  

ગોયરસમા (તા. મુંદરા) : મૂળ ઝુરા કેમ્પના શુરાજી વીજરાજજી સોઢા (ઉ.વ. 75) તે સોઢા સ્વ. સુજાજી વીજરાજજી તથા પડાજી વીજરાજજીના નાના ભાઈ, ખેતુભાના પિતાસોઢા પ્રતાપસિંહ અને ભૂપતસિંહના કાકા, જાડેજા મહીપતસિંહ રઘુભા અને જાડેજા અનિલસિંહ રઘુભા (શિરાચા)જાડેજા જયેન્દ્રસિંહ જીલુભા અને જાડેજા હિતેન્દ્રસિંહ માધુભા (હિંગરિયા)ના સસરા, સમા સવુભા રવાજી (ગોયરસમા)ના બનેવી તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી ગોયરસમા ખાતે, આગરી તા. 15-7-2025ના મંગળવારે રાત્રે તથા ઘડાઢોળ, બારસ તા. 16-7-2025 બુધવારે.

સાડાઉ (તા. મુંદરા) : સાંધ ઈલિયાસ હુસેન તે મ. જુસબ, હાજી ઈશાક, આમદ, સાલેમામદ, અનવર અને ઈબ્રાહીમના ભાઈ, લિયાકત, મૌ. અબ્દુલ સતારના કાકા, તૌસીફ, મોહમ્મદના મોટા બાપા, મ. હાલેપોત્રા હારુન કાસમ (ભારાપર)ના જમાઈ, હાલેપોત્રા હાસમ હારુન (ભારાપર)ના બનેવી તા. 5/7/2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8/7/2025ના મંગળવારે સાડાઉ ઈદગાહની બાજુમાં, સવારે 10થી 11.

વમોટી નાની (તા. નખત્રાણા) : જાડેજા રસિકબા જોરૂભા (ઉ.વ. 54) તે  સ્વ. જોરુભાના પત્ની, સ્વ. જુવાનાસિંહ, સ્વ. રૂદ્રેશસિંહ, રાજુભા, કિશોરસિંહ, ખાનજી, સ્વ. બટુકસિંહ તથા સ્વ. ભરતાસિંહ, સ્વ. બહાદૂરાસિંહ, અજિતાસિંહ, ભૂપતાસિંહ તથા નવુભાના ભાભી, હરદેવસિંહ, કુલદીપસિંહના માતા, દિગ્વિજયાસિંહ, રવિરાજસિંહ, ઋત્વિકસિંહ, દક્ષરાજસિંહના કાકી તા. 4-7-2025ના અવસાન પામ્યા છે.  બેસણું દરબારગઢ વમોટી નાની ખાતે. 

દેવીસર (તા. નખત્રાણા) : ગોસ્વામી ચંચળબેન હરિપુરી તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2025ના સોમવારે  બપોરે 3થી 4 આઇ પબા મા મંદિર સંકુલ ખાતે. 

કપુરાશી (તા. લખપત) : ઢેલાબા વાઘજી સોઢા (ઉ.વ. 86) તે અલજી, ઉદયાસિંહ, શિવુભાના માતા, મોતાસિંહ, વર્ધાસિંહ, પહાડાસિંહ, દાનુભા, બલવંતાસિંહ, હકમાસિંહ, ભીખુભાના મોટી મા, મહિપતાસિંહ, દશરથાસિંહ, રણજિતાસિંહના દાદી તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તા. 11-7-2025ના સાંજે અને  તા. 12-7-2025ના શનિવારે સવારે ઘડાઢોળ, બારસ.  

Panchang

dd