• રવિવાર, 06 જુલાઈ, 2025

ટોલ ટેક્સમાં 50 ટકા સુધીનો ઘટાડો

નવી દિલ્હી, તા. 5 : કેન્દ્ર સરકારે જ્યાં ફ્લાયઓવર, પુલ, ટનલ અને ઉપર ઉઠતો ભાગ (એલિવેટેડ) હોય તેવા નેશનલ હાઈ-વે પરના ટોલ ટેક્સમાં પ0 ટકા સુધીનો કાપ મૂકતાં વાહનચાલકો માટે મુસાફરી સસ્તી બનશે. નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જૂના નિયમોના કારણે ધોરીમાર્ગો પર દર કિલોમીટરે કંઈક ને કંઈક ખાસ માળખાકીય સુવિધા બનાવાયેલી છે, જેને લીધે વાહનચાલકોએ સરેરાશ ટોલ વેરાના દસગણા નાણા આપવા પડે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓના ખર્ચને પૂરો કરી શકાય એ માટે આવી વ્યવસ્થા લાગુ હતી, પણ હવે નવા નિયમો હેઠળ ટોલ ટેક્સ પ0 ટકા ઓછો થઈ જશે. નવા નિયમ અંતર્ગત જો કોઈ નેશનલ હાઈ-વેનો એક હિસ્સો 40 કિલોમીટરનો છે અને એ સમગ્ર ભાગમાં ફ્લાયઓવર, પુલ કે ટનલ વગેરે છે, તો તેવામાં ટોલટેક્સની ગણતરી  બે પ્રકારે થાય છે. એકમાં એ સમગ્ર હિસ્સાની લંબાઈને દસ ગણી કરવામાં આવે છે એટલે કે 400 કિલોમીટર લેખવામાં આવે છે અને બીજા પ્રકારમાં સમગ્ર હાઈ-વેની લંબાઈને પાંચ ગણી કરવામાં આવે છે, હવે તેમાં જે ઓછી હશે એટલે કે પાંચ ગણો ટેક્સ લેખવામાં આવશે એટલે ટોલ ટેક્સ ઘટી જશે. જ્યાં પ0 ટકાથી વધુ પુલ, ફ્લાયઓવર વગેરે સામેલ છે એવા ધોરીમાર્ગ પર સફર કરનારાઓને આ નવા નિયમથી ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ટોલટેક્સનાં નામે મુસાફરો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવે છે, પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી ઘણા એવા છે  જેની સ્થિતિ બહુ સારી નથી જેને લીધે લોકોમાં રોષ ફેલાય છે.  

Panchang

dd