• રવિવાર, 06 જુલાઈ, 2025

વૈભવની તોફાની સદી : વિક્રમોની વણઝાર રચી

વુરસિસ્ટર, તા. 5 : વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ અંડર-19 સામે શ્રીણીની ચોથી વન-ડેમાં માત્ર 78 દડામાં વિસ્ફોટક 143 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સૂર્યવંશીએ 13 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. 14 વર્ષના વૈભવે યૂથ વન-ડેમાં માત્ર બાવન દડામાં સૌથી ઝડપી સદીનો વિક્રમ બનાવ્યો હતો, તો અંડર-19માં એક ઈનિંગ્સમાં સૌથી વધુ સિક્સરનો પણ ભારત વતી વિક્રમ રચ્યો હતો. 17 વર્ષના આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં ભારતની અંડર-19 ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તે ઈંગ્લેન્ડ અંડર-19 સામે પ વન-ડે અને 2 મલ્ટિ-ડે મેચ રમી રહી છે. પાંચ મેચની યૂથ ઓડીઆઈ શ્રેણીની ચોથી મેચ આજે શનિવારે વુરસિસ્ટરમાં રમાઈ હતી, જ્યાં સૂર્યવંશીએ તોફાની સદી ફટકારી હતી. એ ઉપરાંત વિહાન મલ્હોત્રાએ 121 દડામાં 129 રન ફટકાર્યા હતા. ભારતે પ0 ઓવરમાં નવ વિકેટે 363 રન કર્યા હતા. સૂર્યવંશીએ માત્ર બાવન બોલમાં સદી પૂરી કરી જે યુવા વન-ડેમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી હતી. વૈભવ સૂર્યવંશીએ 78 બોલમાં 143 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ અગાઉ ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે શ્રેણીની ત્રીજી વન-ડેમાં માત્ર 31 બોલમાં 86 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સૂર્યવંશીએ છ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. 14 વર્ષના વૈભવે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં રાજસ્થાન રોયલ્સ (આરઆર) માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

Panchang

dd