• રવિવાર, 06 જુલાઈ, 2025

વરસાદમાં રોડ ક્ષતિગ્રસ્ત થાય તો ત્વરીત સમારકામની તાકીદ

નલિયા, તા. 5 : અહીંની પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી કે.જે. વાઘેલાની અધ્યક્ષતામાં તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અલગ-અલગ સાત મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી, જેમાં પાણી પુરવઠા વિભાગને ટાંકાની સાફ-સફાઈ કરાવવા અને પીજીવીસીએલ વિભાગ સાથે સંકલનમાં રહી આ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. અબડાસા તાલુકામાં આવેલા તમામ ડેમો ઉપર પાણીના વધતા સંગ્રહ ઉપર સતત મોનિટરિંગ કરવા નલિયા મફતનગર વિસ્તારમાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી આંગણવાડીના ટેન્ડર માટે ઝડપથી કાર્યવાહી કરવા તેમજ ચોમાસાં દરમિયાન પશુઓને લાગતા રોગચાળા બાબતે પ્રિ-પ્લાનિંગ હાથ ધરવા વેટરનરી અધિકારીને સૂચન કરવામાં આવ્યું હતું. ચોમાસાંની સિઝન દરમિયાન વરસાદથી રસ્તાના સમારકામોનો પ્રશ્ન ઉપસ્થિત થાય, તો તેની સત્વરે કામગીરી હાથ ધરવા સંબંધીતોને સૂચના અપાવા સાથે વૃક્ષ ધરાશાયી થાય તે જગ્યા ઉપરથી તાત્કાલિક વૃક્ષ હટાવી લેવા તાકીદ કરાઈ હતી. બેઠકમાં ઈન્ચાર્જ મામલતદાર તુષાર વ્યાસ, મહાવીરસિંહ જાડેજા, શિવજી મહેશ્વરી, અર્જુનભાઈ આહીર, નલિયા પીઆઈ વી.એમ. ઝાલા, ટીપીઓ હુસેનભાઈ હિંગોરા, લગધીરસિંહ જાડેજા સહિત હાજર રહ્યા હતા. 

Panchang

dd