• રવિવાર, 06 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : શ્રીમાળી સોની જયાવંતી (મીનાક્ષીબેન) પાટડિયા (ઉ.વ. 82) (ઇન્દિરાબાઈ કન્યાશાળા) તે સ્વ. મનસુખલાલ વેલજી પાટડિયા (એસ.ટી.)ના પત્ની, ગં.સ્વ. અંજનાબેન, રશ્મિબેન, મુકેશભાઈ, સ્વ. જયશ્રીબેનના માતા, સ્વ. હરસુખલાલ, પ્રકાશકુમાર, સુષ્માબેનના સાસુ, જિગર, કરણના દાદી, ર્ડો. રિયા, રિષિતાના દાદીજી, સમીર, દીપેન, ફોરમ, વિધિ, પ્રતીકના નાની, સ્વ. પુષ્પાબેન નવીનલાલ ગુસાણી (માંડવી), સ્વ. રંભાબેન હરિલાલ પાટડિયા, સ્વ. જશવંતીબેન અમૃતલાલ પાટડિયાના ભાભી, સ્વ. સરસ્વતીબેન મોતીલાલ ખીમજી ઝિંઝુવાડિયા (માંડવી)ના પુત્રી, શશિકાંતભાઈ, સ્વ. હિતેશભાઈ, રાજેશભાઈ, સ્વ. નિર્મળાબેન, સ્વ. હસુમતીબેન, ગં.સ્વ. રસીલાબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન, સુલોચનાબેન, અલ્પાબેનના મોટા બહેન તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-7-2025ના શનિવારે 4.30થી 5.30 વાઘેશ્વરી પાર્ટીપ્લોટ, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. દેવિલાબેન શાંતિલાલ મિરાણી (ઉ.વ. 73) તે સ્વ. શાંતિલાલ બાબુલાલ મિરાણી (દેનાબેંક મેનેજર)ના પત્ની, સ્વ. વિજયાબેન બાબુલાલ પોપટલાલ મિરાણી (માંડવી)ના પુત્રવધૂ, સ્વ. હીરાવંતીબેન વિશનજી હીરજી મારૂ (બિદડા)ના પુત્રી, સચિન મિરાણી (બેન્ક ઓફ બરોડા), સ્મિતાના માતા, તૃપ્તિબેન તથા ધનજીભાઈ શંકરલાલ સોનાઘેલા (કોઠારા)ના સાસુ, સરલાબેન અમૃતલાલ ભેદા (ભુજપુર), નીના સુનીલ દેઢિયા (ભુજપુર), અશ્વિન, નીતિન, સુધીર, ભરતના બહેન, દમયંતીબેન, હેમાબેન, ભારતીબેન, પ્રીતિબેનના નણંદ, ગં.સ્વ. હંસાબેન ચંદુલાલ કોટકના ભાભી, વિરાગ, બ્રિજેશ, અલ્પા (મુંબઈ)ના મામી, સિમરનના દાદી, તેજ, પરિનાના નાની તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

આદિપુર : મૂળ સૌકા (સુરેન્દ્રનગર)ના ઔદિચ્ય બ્રાહ્મણ પ્રવીણાબેન દવે (ઉ.વ. 71) તે સ્વ. કપિલભાઇ શાંતિલાલ (આદિત્ય મરિન લિમિટેડ-ગાંધીધામ)ના પત્ની, નીરજ (આર.કે. મરિન એજન્સી-ગાંધીધામ), દર્શિતાના માતા, પૂનમબેન, હાર્દિકકુમાર (અમદાવાદ)ના સાસુ, સ્વ. મહિપતરામ કાલીદાસ દવે (અમદાવાદ)ના પુત્રી, આધ્યાના દાદી, જૈવલના નાની તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-7-2025ના શનિવારે સાંજે 4થી 5 ઓમમંદિર હોલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, આદિપુર ખાતે.

માંડવી : શંકરભાઇ મીઠુભાઇ ઝાલા (ઉ.વ. 65) તે સ્વ. ભાનુબેનના પતિ, સ્વ. મીઠુભાઇ, જશીબેનના પુત્ર, સ્વ. નર્મદાબેન શંકરભાઇ ફોફીન્ડીના જમાઇ, ગજેન્દ્ર, વિજય, વંદનાના પિતા, રામજીભાઇ, મનસુખભાઇ, ચંપકભાઇના ભાઇ, મેહુલભાઇના સસરા, પ્રેમ, મંથનના નાના તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-7-2025ના શનિવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ થરાવડાના ભાણજીભાઇ ડાહ્યાભાઈ દિવાણી (ઉ.વ. 78) તે મણિબેનના પતિ, સ્વ. દેવશીભાઇ (મોડાસા), સ્વ. મણિલાલભાઈ, કાંતિભાઈ, સ્વ. રામબાઈ (વિથોણ)ના ભાઈ, ચંદુલાલ, લતાબેન (દહેગામ), પ્રકાશના પિતા, કલ્પનાબેન, રોશનીબેનના સસરા, ઉર્વશી (કઠલાલ), હેન્સી, શ્રુતિ, હર્ષીવના દાદા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2025ના રવિવારે બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી-1, નખત્રાણા, નવાવાસ ખાતે.

મોટા ભાડિયા (તા. માડવી) : હાલે મોટી ખાખર જેતબાઈબેન ગઢવી (વિધાણી) (ઉ.વ. 55) તે મેઘરાજ પબુભાઈના પત્ની, પબુભાઈ રાણશીના પુત્રવધૂ, અરજણ, લાછબાઈ, આશબાઈના  માતા, સ્વ. સુમાર લધાભાઈ વાનરિયા (પાંચોટિયા)ના પુત્રી, સ્વ. માણશી સુમાર, શંભુભાઈ સુમાર, રામ સુમાર, પાલુભાઈ સુમારના બહેન તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી કલરા વાડીવિસ્તાર ખાતે આવેલી વાડી, મોટા ભાડિયા ખાતે. ઉત્તરક્રિયા(પાણી) તા. 14-7-2025ના સોમવારે.

નાની અરલ (તા. નખત્રાણા) : કડવા પાટીદાર નર્મદાબેન (ઉ.વ. 64) તે ઉમરશીભાઇ અબજીભાઇ છાભૈયાના પત્ની, કિશોરભાઇ, અશોકભાઇ (સુરત), મહાલક્ષ્મીબેન સંજયભાઇ (સુરત), તુલસીબેન ઇશ્વરભાઇ (ડભોઇ)ના માતા, પ્રેમજીભાઇ, કિશોરભાઇ, ડાયાભાઇ, રમણીકભાઇ જયંતીભાઇ (સુરત), પાર્વતીબેન (બેંગ્લોર)ના ભાભી કતાર ગામ, સુરત ખાતે તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી-પ્રાર્થનાસભા તા. 5-7-2025ના શનિવારે સવારે 8.30થી 10.30 પાટીદાર સમાજવાડી, નાની અરલ ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : ગોસ્વામી ચંચળબેન (ઉ.વ. 94) તે સ્વ. હરિપુરી ભગવાનપુરીના પત્ની, ગં.સ્વ. જમનાબેનના માતા, સ્વ. વિશ્રામગિરિ નારાણગિરિના સાસુ, સ્વ. વિશ્રામપુરી દામોદરપુરીના નાના ભાઇના પત્ની, રતનગિરિ જીવણગિરિ (નવીનાળ)ના પુત્રી, ઇશ્વરગિરિ, ગૌરીગિરિ, શંભુગિરિના ફઇ, ગંગાબેન જેઠીગિરિ (તેરા), બબીબેન જેઠીગિરિ (ભુજ)ના ભાભી, કિશોરગિરિ, પુષ્પાબેન, હંસાબેન, રસીલાબેન, રીટાબેન, નીલમબેનના નાની, યામીનિબેનના નાનીજી તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2025ના નિવાસસ્થાને.

વિજપાસર (તા. નખત્રાણા) : આલજીભાઇ ખેતાભાઇ માધડ (ઉ.વ. 58) તે બાબુભાઇ ખેતાભાઇના ભાઇ, દેવજી મેઘજી ધરડાના જમાઇ, ચંદા, હિરીના પિતા, હરેશ, જગદીશના સસરા, રતન દેવજી, ઉમશી દેવજીના બનેવી તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-7-2025ના સવારે 10થી સાંજે 6 સુધી.

વાંકુ (તા. અબડાસા) : જાડેજા ઉમેશસિંહ (ઉ.વ. 47) તે દાનુભા જસુભાના પુત્ર, તેજમલજી, ચાંધુભા, કનુભા, ભૂપતસિંહ, ઘનશ્યામસિંહ, જીવણજીના ભત્રીજા, મહેન્દ્રસિંહ, રમેશસિંહ, પ્રવીણસિંહ (એડવોકેટ), પ્રદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહના ભાઇ, પરાક્રમસિંહ, ક્રિપાલસિંહ, પૃથ્વીરાજસિંહના કાકા, ઝાલા ભરતસિંહ ખુમાનસિંહ (કટુડા)ના જમાઇ, વાઘેલા અરવિંદસિંહ રામસંગજી (ખોડા)ના ભાણેજ તા. 4-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-7-2025ના સોમવારે અને ઉત્તરક્રિયા તા. 14-7-2025ના સોમવારે નિવાસસ્થાન વાંકુ ખાતે.ઐ 

Panchang

dd