• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મધુસૂદન કરશનદાસ મજેઠિયા (માંડવીવાળા) (.. 78) તે સ્વ. ગોદાવરીબેન કરશનદાસના પુત્ર, માયાબેન (ભગવતીબેન)ના પતિ, રાજુ, જીતુ, રીટાબેન સુધીરભાઇ સોમૈયા (વાપી)ના પિતા, સુધીરભાઇ અને શીતલ જીતુભાઇના સસરા, છગનલાલ કાનજી સોમૈયા (વાપી) અને રમેશ શિંદે (વડાલા)ના વેવાઇ, કરનીકા અને હર્ષલના નાના, વીરબાળા વૃજલાલ પૂજારા, ભગવતીબેન માધવજી અનમ, પૂનમબેન અશ્વિનભાઈ ચંદે, મીનાબેન રવિકાંતભાઇ કોઠારી, સ્વ. લક્ષ્મીકાંત, પ્રદીપ, લલિત, ગં.સ્વ. દેવીબેન, પ્રતિમાના જેઠ, અમિત, હિતેષ, ભાવિન, દર્શનાના મોટાબાપા, સ્વ. શાંતાબેન પરસોત્તમ દામજી કોઠારી (સુમરી રોહા)ના જમાઇ, મથરાદાસ, સ્વ. જમનાદાસ, સ્વ. શિવદાસ, અરવિંદ, જ્યોતિબેન પંકજભાઇ દૈયા (કોટડા-.)ના બનેવી, સ્વ. જેરામ કરશન સોમૈયા (માંડવી)ના દોહિત્ર તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-5-2024ના સોમવારે સાંજે 5થી 6.15 ભુજ લોહાણા નવી મહાજનવાડીના નીચેના હોલમાં. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : માલતીબેન શાહ (.. 74) તે સ્વ. ચંદનબેન નાનાલાલ દેવશીના પુત્રી, સ્વ. દેવેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, દીપકભાઇ, સ્વ. ભરતભાઇ, કુસુમબેન પ્રભુલાલ શાહ, સ્વ. મધુબેન કાંતિલાલ વોરા, ભારતીબેન પ્રફુલભાઇ વોરા, રશ્મિબેન રમેશભાઇ શાહના બહેન, સ્વ. લીલાબેન, સ્વ. ભારતીબેન, રેખાબેન, ભૈરવીબેનના નણંદ, નિમેષ, રાકેશ, કલ્પેશ, મલય, વૈશાલી નીલેશ શાહ, સોનાલી ફેનિલ વોરા, ચૈતાલી નીરવ શાહ, તન્વી કરણ શાહના ફઇ, પ્રીતિ, પલ્લવી, ફાલ્ગુની, બિજલના ફઇજી તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-5-2024ના સોમવારે સાંજે 5થી 6 જૈન ગુર્જર વાડી (જૈન વંડો), વાણિયાવાડ ખાતે.

ગાંધીધામ : મૂળ રામાણિયા (તા. મુંદરા)ના બાબુલાલ ખમુ દનિચા (અંજાર નગરપાલિકા પ્રાથમિક શાળા નં. 18ના નિવૃત્ત શિક્ષક) તે કમલાબેનના પતિ, મનીષા, અનિલ, સપના, હિનાના પિતા, સ્વ. વાછિયાભાઇ, હીરજીભાઈ, સ્વ. મેઘબાઇના ભાઇ, સ્વ. નથુભાઇ, સ્વ. ખીમજીભાઇ, મીઠુભાઇના કાકાઇ ભાઇ, જેઠાલાલ હમીર ભાગવતના જમાઇ, દક્ષાબેન, લક્ષ્મણભાઇ ફુલિયા, દીપકભાઇ ધેડા, ચેતનભાઇ મહેશ્વરીના સસરા, સ્વ. કિશન, હરીશ, કમલ, નરેશ, વિકીના બનેવી, સ્વ. વાલજીભાઇ ફુલિયા, ભચુભાઇ ધેડા, ભાણજીભાઇ કટુઆ, સ્વ. મોહનભાઇ મહેશ્વરીના વેવાઇ તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાને પ્લોટ?નં. 482/, નવજીવન સોસાયટી, સેક્ટર-7, ગાંધીધામ ખાતે.

અંજાર : બાયડ હાજિયાણી સાકીનાબાઇ આધમ (.. 88) તે કાસમ આધમ (બાયડ ટી હાઉસવાળા), અબુબકર, હાજી સિધિકના માતા, બાયડ હાજી સુલેમાન હાજી રમજાન, . સુલેમાન રાઉ, . ઓસમાણ જુસબના સાસુ તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2024ના બુધવારે સવારે 10થી 11 ભાઇઓ માટે હાજીપીર મસ્જિદ, અંજાર તથા બહેનો માટે નિવાસસ્થાન બાયડ ફળિયા, અંજાર ખાતે.

આદિપુર : દીપાબેન ભટ્ટ (.. 53) તે મહેશભાઇ (મેહુલ આર્ટ)ના પત્ની, મેહુલ, દિવ્યાના માતા, ભરતભાઇ ભગવાનજી ભટ્ટ (જામનગર)ના સાસુ, ગુણવંતીબેન ચંપકલાલ જોશીના પુત્રી, અર્ચન, દર્શન, રૂપાબેનના બહેન, દમયંતીબેન ભગીરથભાઇ મહેતાના ભાભી, વિશ્વના નાની તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-5-2024ના સોમવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સરકારી પ્રા. શાળા પાસે, આદિપુર ખાતે.

માંડવી : સારસ્વત બ્રાહ્મણ જગન્નાથ શંકરલાલ ટેવાણી (. 89) (ઉપાચાર્ય જી.ટી.આઇ.) તે સ્વ. ભચીબાઇ શંકરલાલ દયારામ ટેવાણીના પુત્ર, સ્વ. મનુભાઇના નાના ભાઇ, ભગવતીબેનના પતિ, સ્વ. લક્ષ્મીબાઇ લક્ષ્મીદાસ પાંધી (ટપ્પર સોનારાવાડી)ના જમાઇ તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13-5-2024ના સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન કોડાય ફળિયાથી નીકળશે.

ધમડકા (તા. અંજાર) : જશોદાબેન શાંતિલાલ મહેતા (.. 87) તે ગુણવંતીબેન વોરા, વાડીલાલ મહેતા, મુકેશ મહેતાના માતા, સ્વ. ચમનલાલ વોરા, મિનાક્ષીબેન મહેતા, જયશ્રીબેન મહેતાના સાસુ, દેવશીભાઇ ગોરધનભાઇ પારેખ (આંબરડી)ના પુત્રી, જયેન્દ્રભાઈ સાતુદા (ભચાઉ)ના મોટા સાસુ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-5-2024ના ધમડકા ખાતે.

નાના ભાડિયા (તા. માંડવી) : રાજેશ વ્યાસ (. 35) તે રાજગોર ઉમિયાશંકર ખીમજી વ્યાસ તથા ઇન્દિરાબેનના પુત્ર, સ્વ. પુરબાઈ ખીમજી મોનજી વ્યાસના પૌત્ર, આશાબેનના પતિ, કિશન તથા કનૈયાના પિતા, અશોકના મોટા ભાઈ, સ્વ. રણછોડભાઈ, કાંતિલાલ, સ્વ. પાર્વતીબેન, રાધાબેન, કસ્તૂરબેનના ભત્રીજા, ચંદુભાઈ, અતુલ, અશ્વિન, ઊર્મિલા, સંગીત, આકાશ, મિથુનના કાકાઈ ભાઈ, સ્વ. પરષોત્તમ ભાણજી માકાણી (શેખાઈ બાગ)ના દોહિત્ર, ઉમિયાશંકર તથા સ્વ. જગદીશભાઈના ભાણેજ, મીનાબેન કલ્યાણજીભાઈ ત્રિકમજી ઊગાણી (માધાપર)ના જમાઈ, દિનેશ, કરણ, સચિન, સુમિત, પૂજા, શિલ્પાબેન પ્રકાશભાઈ નાકરના બનેવી, પ્રકાશભાઈ ખરાશંકર નાકર (ભુજ)ના સાઢુભાઈ, નલિયાના કાંતિલાલ ત્રિકમજી, સુનીલભાઇ ત્રિકમજી, લીલાવંતી તથા કમળાબેનના ભાઈના જમાઈ તા. 10-5-2024ના અવસાન પામ્યા છે. સંપર્ક : અશોક વ્યાસ -87800 28779, ઉમિયાશંકર વ્યાસ-99796 13349.

મોટા આસંબિયા (તા. માંડવી) : ચૌહાણ જેન્તીલાલ ગાવિંદજી (.. 65) તે સ્વ. કલ્પનાબેનના પતિ, રાજા, કવિતા, જયા, પૂનમના પિતા, જવેરબેન, પુષ્પાબેન, સાકરબેનના ભાઈ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. જયેશભાઇ, સ્વ. મોરારજીભાઈના ભાઈ, સ્વ. સોલંકી આણંદજી અરજણજી (ભુજપુર)ના જમાઈ તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-5-2024ના મંગળવારે આખો દિવસ નિવાસસ્થાને.

મઉં મોટી (તા. માંડવી) : ચૌહાણ ઇબ્રાહીમ મામદ (.. 70) તે અબ્દુલ, . અધ્રેમાન, ઝકરિયા, રાજા સલમાબાઇ અશરફના પિતા, રાજા અશરફ બાબુના સસરા, ચૌહાણ અબુબકર, ઉમર, હુશેન, સમેજા જેનાબાઇ હાજી હારુન, સમા આઇશાબાઇ જુસબના ભાઇ તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-5-2024ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાને.

નેત્રા માતાજીના (તા. નખત્રાણા) : હરિભાઇ જેઠાભાઇ ચારણ (માધડ) (.. 45) તે સ્વ. જેઠાભાઇ પેથાભાઇ માધડના પુત્ર, હિનાબેન મુકેશભાઇ (આદિપુર), સંગીતાબેન મયૂરભાઇના પિતા, સ્વ. કરશનભાઇ, કાન્તાબેન, વાલીબેન, વિશ્રામભાઇના ભાઇ, હરિલાલ રામજી ધરડા (વિજપાસર)ના બનેવી, શિવજીભાઇ, પરસોત્તમ, મણિલાલના નાના ભાઇ, દીપકભાઇ, વિપુલ, જવેરબેન (પલીવાડ)ના કાકા, છગનભાઇ તેજાભાઇ ધરડા (પલીવાડ), બચુભાઇ મેઘજીભાઇ સેતણિયા (મોડાસા)ના સાળા, હીરાભાઇ, બાબુભાઇના કાકાઇ ભાઇ, વંશ, રિયા, ટીના, અનિતા, રોશની, રોહિતના મોટાબાપા તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 16-5-2024ના ગુરુવારે સાંજે આગરી, તા. 17-5-2024ના શુક્રવારે પાણીયારો (ઘડાઢોળ).

ટોડિયા : ગં.સ્વ. સોલંકી કેસરબેન હરજીભાઈ (.. 74) તે સ્વ. હરજી રમુના પત્ની, જેન્તિલાલ, જેઠાલાલ, નંદલાલના માતા, ગંગાબેન રામજી ચાવડા (ભુજ), જશોદાબેન જેઠાલાલ ચાવડા (વિરાણી દયાપર), જ્યોતિબેન ખીમજી ચાવડા (વાળાસર હાલે ભુજ)ના માતા, કંડાયાના સ્વ. ફકુ પાલા, સ્વ. નારણ પાલા, સ્વ. શિવજી પાલા, વિશ્રામ પાલા દાફડાના બહેન, લક્ષ્મીબેન ફકુ લોચા (દેવપર યક્ષ), પાનીબેન ધનજી પરમાર (આણદસર), નર્મદાબેન રમેશ વાઘેલા (કોટડા .), મણિબેન જેન્તીભાઈ વાઘેલા (નાગલપર), તુલસીબેન લાલજીભાઈ વાઘેલા (મથલ), સ્વ. જયંતીલાલ, સ્વ ડાયાલાલ, સ્વ. દેવજીભાઈ (સુખપર રોહા)ના કાકી, સંગીતાબેન જિગરભાઈ વાઘેલા (નાગલપર), મનસુખ, પ્રવીણ, ભરત, રમણ, જિગર, અજય, વિનોદ, નીરૂબેન, રમીલા, મનીષાના દાદી અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ બારસ તા. 17-5-2024ના શુક્રવારે સાંજે સત્સંગ, તા. 18-5-2024ના શનિવારે સવારે પાણી. બેસણું નિવાસસ્થાને ટોડિયા ખાતે.

સુખપર (તા. ભચાઉ) : જાડેજા અનિરુદ્ધસિંહ (.. 38) તે સ્વ. અભેસિંહ ભૂપતસિંહના પુત્ર, નટુભા રવુભાના ભત્રીજા, અશોકસિંહ, દિલીપસિંહ, મહેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહના ભાઇ, કિશનસિંહના પિતા, વાઘેલા દેશળજી ચનુભા (લોદ્રાણી)ના જમાઇ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 17-5-2024ના શુક્રવારે નિવાસસ્થાને.

નારાયણ સરોવર : કચ્છી સારસ્વત બ્રાહ્મણ?.સૌ. મધુબેન વિઠ્ઠલદાસ રત્નેશ્વર (.. 75) તે વિઠ્ઠલદાસ ચાગપારના પત્ની, સ્વ. બચુબાઇ ચાગપારના પુત્રવધૂ, સ્વ. કલ્યાણભાઇ લક્ષ્મીશંકર બોડા (કાદિયા નાના)ના પુત્રી, શકુન્તલાબેન (આદિપુર), દક્ષાબેન, પ્રતીમાબેન (ભુજ), પૂનમબેન (માધાપર), અજિત મારાજના માતા, મંજુલાબેન મહેશભાઇ, સ્વ. અમૃતલાલ (શંકર) (કોટડા-.), લક્ષ્મીબેન શાંતિલાલ (મથલ), સ્વ. જમનાદાસ, ભાનુબેન ભરતભાઇ, સ્વ. શારદાબેન ભરતભાઇ, કનૈયા મારાજ (ભુજ)ના ભાભી, સ્વ. અંજનાબેન, ઉષાબેનના જેઠાણી, સ્વ. પ્રદીપભાઇ, સ્વ. હરીશભાઇ, હર્ષદભાઇ, દીપેશભાઇ, કૌશલ્યાબેનના સાસુ, નિતલ, આશા, આરતી, સરિતા, તુષાર, હિતેષ, મયૂર, અંકિતાના મોટીમા, રોશનીબેન, ખુશાલીબેનના મોટા સાસુ, કૃપા, માન્યા, વિશ્વા, ઓમ, હર્શિવના દાદી, નિધિ, ઉર્મી, ખુશી, રાજ, યશ, હર્ષ, નમ્રતાના નાની, રુચિતકુમાર, વિનીતકુમાર, જાન્હવીના નાનીસાસુ, સ્વ. મણિશંકર, સ્વ. લીલાધર, સ્વ. દયારામ, વાલજીભાઇ, જયેષ્ઠારામ બોડા (કાદિયા નાના), ગં.સ્વ. શારદાબેન નારાણદાસ (મોટી બેર), હેમલતાબેન વાસુદેવ (દેશલપર-ગું.), સ્વ. અનસૂયાબેન નવીનચંદ્ર (સાંગલી)ના બહેન, સ્વ. શારદાબેન, નર્મદાબેન, પ્રવીણાબેનના નણંદ, ઇશ્વર, નિતેશ, મનોજ, પ્રદીપ, રસીલાબેન, રાજેશ, રમેશ, રેખાબેન, પીયૂષ, જનકના ફઇ તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-5-2024ના મંગળવારે સાંજે 4થી 5 વાલરામ વિશ્રાંતિ ધામ, ના. સરોવરધામ ખાતે.

ડોમ્બિવલી (મુંબઈ) : મૂળ દેશલપર (વાંઢાય)ના મિષ્ટી સુરેશભાઇ પ્રેમજિયાણી (.. 4) તે પ્રિયાબેન સુરેશભાઇના પુત્રી, વિમળાબેન શાંતિલાલના પૌત્રી, સતીષ તથા પ્રીતિબેનના નાના ભાઇના પુત્રી, શીતલબેનના દિયરના પુત્રી, નીલ, પ્રિન્સીના કાકાઇ બહેન, પ્રદીપભાઇ ખીમજી પોકાર (મંગવાણા હાલે નાસિક)ના દોહિત્રી તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-5-2024ના સોમવારે એક દિવસ સવારે 8.30થી 11, બપોરે 3.30થી 5 નારણ માવજી પ્રેમજિયાણીના નિવાસસ્થાને.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang