• મંગળવાર, 17 નવેમ્બર, 2026

પાંચ વર્ષમાં ભારતમાં બે મોટી ક્રિકેટ સ્પર્ધા

નવી દિલ્હી, તા. 15 : ભારતમાં આવનારાં પાંચ વર્ષમાં બે મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે.  2029માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે, તો 2031માં વન-ડે વિશ્વકપમાં ભારત અને બાંગલાદેશ સાથે મળીને યજમાનપદ સંભાળશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ રવિવારે 2035 સુધીની પુરુષોની મોટી ટૂર્નામેન્ટનું કેલેન્ડર જારી કર્યું હતું. દરમ્યાન, 2028 ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થશે. અગાઉ, 1990ના પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટની સ્પર્ધા રમાઇ હતી. હવે લોસ એન્જેલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા બંને વર્ગમાં ટી-20 ક્રિકેટ રમાશે. ઈન્ડોનેશિયાના બાલીમાં થયેલી બેઠકો બાદ આઈસીસી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેલેન્ડરમાં વન-ડે વિશ્વકપ, ટી-20 વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઈનલ સામેલ છે. આ એલાન અનુસાર ભારતને બે મોટી આઈસીસી ટૂર્નામેન્ટનું યજમાન પદ ભારત ઓક્ટોબર 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પદ સંભાળશે, જ્યારે 2031માં ભારત અને બંગલાદેશ સંયુક્ત રૂપથી વન-ડે વિશ્વકપ આયોજિત કરશે. આ ટૂર્નામેન્ટના મુકાબલા 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી રમાશે. 2028માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રૂપથી ટી-20 વિશ્વકપની મેજબાની કરશે. આ ટૂર્નામેન્ટ 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી રમાશે. ત્યારબાદ 2030માં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ મળીને ટી-20 વિશ્વકપની મેજબાની કરશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો પહેલાની જેમ દર બે વર્ષે જૂનમાં રમાશે. 2029 અને 2031ના ડબલ્યુટીસી ફાઈનલની મેજબાની ઈંગ્લેન્ડ કરશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd