• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ભુજના એરપોર્ટ રોડ પર સી.એન.જી.નું પરિવહન કરતાં વાહનમાં અચાનક આગ લાગવાથી દોડધામ

ભુજ, તા. 28 : શહેરના એરપોર્ટ રોડ પર સી.એન.જી.નું પરિવહન કરતાં વાહનમાં અચાનક આગ લાગવાથી દોડધામ મચી હતી, જોકે,  આ બનાવ ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા બુધવારે એરપોર્ટ રોડ પર, ભૂતનાથ મહાદેવ ચોકડી નજીક ઓફસાઇટ (લેવલ-3) કટોકટીની યોજેલી મોકડ્રીલ હતી. આ કવાયત દરમિયાન CNG પરિવહન કરતા વાહન (લાઇટ કોમર્શિયલ વ્હીકલ) સાથે અકસ્માત સર્જાયો હોય, ત્યારબાદ ગેસ લીકેજ અને આગ લાગી હોય તેવી પરિસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી અને પ્રતિસાદની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું તેમજ CNG પરિવહન સંબંધિત મોટી દુર્ઘટનાનું સંચાલન કરવા માટે સરકારી વિભાગો તથા કટોકટી પ્રતિસાદ એજન્સીઓ વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાનો હતો. આ કવાયત ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા તેના મ્યુચ્યુઅલ એઇડ ભાગીદારોના સંકલનથી શરૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વહીવટીતંત્રે ઘટનાના સંચાલનનો કબજો સંભાળ્યો હતો અને સંબંધિત એજન્સીઓએ પોતાની જવાબદારી અનુસાર પ્રતિસાદની પ્રવૃત્તિઓનું સંકલન કર્યું હતું. આ મોકડ્રિલમાં જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક કચેરી (DISH), લોકલ ક્રાઇસિસ ગ્રુપ ભુજ, ટ્રાફિક પોલીસ, પોલીસ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, નગરપાલિકા ફાયર બ્રિગેડ, PGVCL, જિલ્લા આરોગ્ય વિભાગ, 108 એમ્બ્યુલન્સ સેવા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, GSPL ટ્રાન્સમિશન લિમિટેડ (મ્યુચ્યુઅલ એઇડ ભાગીદાર તરીકે), BKT ઇન્ડસ્ટ્રી હિતના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કવાયત દરમિયાન કટોકટી પ્રતિસાદની પ્રક્રિયાઓ સક્રિય કરવામાં આવી હતી અને ભાગ લેનારી ટીમોએ બચાવ કામગીરી, આગ બુઝાવવાની કામગીરી તથા તબીબી પ્રતિસાદના નિદર્શન દ્વારા સંકલિત કાર્યવાહીનું પ્રદર્શન કર્યું હતું. ગુજરાત એનર્જી લિમિટેડે ઉચ્ચ સલામતી ધોરણો જાળવવા, સમયાંતરે મોકડ્રિલ યોજીને કટોકટીનો સામનો કરવાની સજ્જતા વધારવા તથા સરકારી વિભાગો અને કટોકટી પ્રતિસાદ એજન્સીઓ સાથે સતત સંકલન જાળવવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd