ગાંધીધામ, તા. 28 : પશ્ચિમ અને પૂર્વ કચ્છ એલસીબીએ
દારૂના બુટલેગરો પર તવાઈ બોલાવી હતી. પશ્ચિમ કચ્છ ગુનાશોધક શાખાએ લાયજા-પાંચોટિયા માર્ગ
પર કારમાંથી રૂા. 2,54,496ના
દારૂ સાથે શખ્સને પકડી પાડયો હતો, જેમાં
મહિલા સહિત ત્રણ સામે ગુનો દર્જ કરાયો હતો. આ કાર્યવાહીનાં પગલે દારૂ મોકલનારના કબજાના
મકાનમાંથી રૂા. 3,26,472નો
શરાબ જપ્ત કરાયો હતો. બીજી બાજુ રાપરના માંજુવાસ નજીકથી રૂા. 2,74,800નો દારૂ હસ્તગત કરાયો હતો, પણ રાબેતા મુજબ આરોપી હાથમાં આવ્યો ન હતો. પશ્ચિમ
કચ્છ એલસીબીની એક ટીમ માંડવી - લાયજા - પાંચોટિયા ત્રણ રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી
દરમ્યાન માધાપરની હંસાબા હરિસંગજી જાડેજા નામની મહિલાએ પાંચોટિયાના જીવરાજ ઉર્ફે જીલો
ખીમરાજ ગઢવી પાસેથી દારૂ મગાવી કારમાં ભરી તે કાર મુંદરા મોકલવાની તથા તે કાર આવી રહી
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.દરમ્યાન કાર આવતાં તેને રોકવવા જતા
ચાલકે કાર રોકી નહોતી જેથી બીજી ટીમ આ ગાડીની સામે આવી જતાં ચાલક ઊતરીને નાસવા લાગ્યો
હતો. પોલીસે પચાસેક મીટર સુધી તેનો પીછો કરી આ ચાલક એવા રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ
પ્રવીણસિંહ જાડેજા (રહે. ગુંદિયાળી)ને પકડી પાડયો હતો તથા કારમાંથી રોયલ ચેલેન્જની
750 લિ.લિ.ની 120 બોટલ, ચેરી રિસર્વની 60 બોટલ, 8પી.એમ.ના
180 મિ.લિ.ના 191 ક્વાર્ટરિયા, ગ્રીન લેબલનાં 47 ક્વાર્ટરિયા, કિંગ ફિશર બિયરના 239 ટીન તથા 143 અન્ય બોટલ એમ કુલ રૂા. 2,54,496નો દારૂ જપ્ત કર્યો હતો. આ
દારૂ હંસાબાએ જીવરાજ ગઢવી પાસેથી મગાવી અને મુંદરા લઈ જવાનું કહ્યું હોવાનું બહાર આવ્યું
હતું. આ ગાડીમાં નંબરપ્લેટ જી.જે.-12- સી.જી- 8754 લગાવાઈ હતી
જે ખોટી નંબરપ્લેટ લગાવાઈ હોવાનું તથા તેની સર્વિસ બુકમાં જી.જે.-12-એફ.ઈ.-0057 હોવાનું બહાર આવ્યું હતું.
આ દારૂ મોકલનાર જીવરાજ પાસે હજુ માલ હોવાનું અને સગેવગે કરવાની તજવીજમાં હોઈ પોલીસ
પાંચોટિયા ગામમાં ધસી ગઈ હતી. આ શખ્સે બાડાના આશા કારા ભુવાના બંધ મકાનમાં દારૂ સંતાડયો
હોવાનું બહાર આવતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને આ મકાનમાંથી પાર્ટી સ્પેશિયલની 750 મિ.લિ.ની 300 બોટલ, ચેરી રિસર્વની 60 બોટલ, કિંગફિશરના 575 ટીન, હેવર્ડ 5000ના 96 ટીન એમ કુલ રૂા. 3,26,472નો દારૂ જપ્ત કર્યો હતો, પણ આરોપી હાજર મળ્યો ન હતો. હાથમાં ન આવેલા
હંસાબા તથા જીવરાજ ગઢવીને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.વધુ એક કાર્યવાહી
પૂર્વ કચ્છ એલસીબીએ રાપરના માંજુવાસમાં કરી હતી. મોમાયમોરા આ વિસ્તારમાંથી આવતી ઇનોવા
ગાડીમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ ગાડી આવતાં તેને
રોકાવતાં ચાલકે ગાડી આગળ હંકારી દીધી હતી અને આગળ જઇ કારનો દરવાજો ખુલ્લો મૂકી પોલીસના
હાથમાંથી સાબૂના ગોટાની જેમ સરકી ગયો હતો. કાર નંબર જી.જે.-18-બી.-એફ.- 7461માંથી વાઇટલેસ વોડકા 180 મિ.લિ.ના 720 કવાર્ટરિયા તથા કિંગ ફિશરના
1680 ટીન એમ કુલ્લ રૂા. 2,74,800નો દારૂ જપ્ત કરાયો હતો તથા
રબારી જગાજી ગલાજી લખેલ એટીએમ કાર્ડ, યુ.જી.વી.સી.એલ.ની રસીદ, ચેકબુક વગેરે હસ્તગત કરાયું
હતું.