• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

તિલક એન્ડ કંપનીએ કિવીનાં મોઢામાંથી જીતનો કોળિયો છિનવ્યો

નવી દિલ્હી, તા. 24 : તિલક વર્મા અને નીતીશકુમાર રેડ્ડીની ભાગીદારી અને નમન ધીરની પણ ઝડપી બેટિંગના બળે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ચાર વિકેટે રોમાંચક વિજય મેળવી 5 મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે. 181 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે ભારતે માત્ર 70 રનમાં 5ાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને છેલ્લી 5ાંચ ઓવરમાં 68 રનની જરૂરિયાત સામે છ વિકેટ પડી ચૂકી હતી. આવી સ્થિતિમાં તિલક અને નીતીશે ન્યૂઝીલેન્ડનાં મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. 17મી ઓવરના અંત સુધી તિલક વર્મા 13 બોલમાં માત્ર 17 રન બનાવી સંઘર્ષ કરતો હતો 18 દડામાં 46 રનની જરૂર હતી. ત્યારબાદ તિલકે અચાનક ગિયર બદલ્યું. 19મી ઓવરમાં નાથન સ્મિથ સામે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી 18 રન લીધા બાદ તેણે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી 11 રન ભારતે એક બોલ બાકી રહેતા બનાવી લીધા હતા. તિલકે 26 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા, જ્યારે નીતીશકુમાર રેડ્ડીએ 13 બોલમાં ઝડપી 26 રન ફટકાર્યા હતા. બન્ને વચ્ચે 30 બોલમાં થયેલી અણનમ 69 રનની ભાગીદારીએ મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું. ભારતની ઇનિંગ્સની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. સંજુ સેમસને પ્રથમ ઓવર મેડન રમી હતી. ત્યારબાદ તેની અને વૈભવ સૂર્યવંશી, કેપ્ટન શ્રેયસ ઐયર, અક્ષર પટેલ અને અભિષેક શર્માની વિકેટો ટપોટપ પડી હતી. સંજુએ 17 દડામાં 14, અભિષેકે 21 દડામાં 27, વૈભવે આઠ દડામાં ચાર, શ્રેયસે 11 દડામાં સાત રન કર્યા હતા. 11મી ઓવરમાં 70 રને અડધી ટીમ પેવેલિયનમાં હતી, ત્યારે નમન ધીરે ફરી 17 બોલમાં 31 રનની આક્રમક ઇનિંગ્સ રમી ટીમને મેચમાં જીવંત રાખી હતી. આ અગાઉ ટોસ હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટિમ સીફર્ટ (સાત)ને અર્શદીપાસિંહે, ડેરીલ મિશેલને ભુવનેશ્વરકુમારે અને ફિન એલન (16)ને પ્રિન્સ યાદવે બોલ્ડ કરી 41 રનમાં જ કિવી ટીમને ત્રણ ઝટકા આપ્યા હતા. જો કે, ત્યારબાદ ગ્લેન ફિલિપ્સે 43 બોલમાં 70 રન અને બેવન જેકબ્સ 46 બોલમાં 58 રન બનાવતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5ાંચ વિકેટે 180 રનનો સ્કોર બનાવ્યો હતો. અર્શદીપે 33માં બે, પ્રિન્સે 30માં એક, નીતીશે 31મા એક વિકેટ ખેરવી હતી. ભુવનેશ્વરે ચાર ઓવરમાં 50 રન આપ્યા હતા અને એક વિકેટ ખેરવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd