• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ફિલિપાઇન્સમાં હવામાં બે વિમાનો ટકરાયાં, ચાર પાયલોટના મોત

મનીલા, તા. 24 : ફીલીપાઈન્સમાં એક અતિ વિચિત્ર છતાં આંચકાજનક ઘટના બની. તે જોઈ લોકો આશ્ચર્યચક્તિ પણ થઈ ગયા સાથે વ્યથિત પણ તેટલા જ થયા. તે ઘટનાક્રમ તેવો છે કે લિપાન સીટીનાં એરફાર્સ બેઝ ઉપર બે ટ્રેનર વિમાનો એકબીજા સાથે અથડાઈ પડયાં. ફીલીપાઈન્સ એરફોર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, સાથે શોક પણ દર્શાવવામાં આવ્યો હતો.  ચાલુ વર્ષે આવી પાંચમી દુર્ઘટના હતી.સ્થાનિક મીડિયા જણાવે છે કે આ અકસ્માત એરફોર્સ-બેઝ ઉપરનાં આકાશમાં જ થયો તેથી આસપાસ તો કોઈ નુકસાન થયું ન હતું. જોકે એરફોર્સ અધિકારીઓએ તુર્ત જ મૃત્યુ પામેલા પાયલોટ્સના કુટુમ્બીજનોનો સંપર્ક સાધી તેમને આશ્વસ્ત કર્યા હતા. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનો- એસ.એફ.-260, હળવા પ્રકારનાં વિમાનો છે. તે ઇટાલીમાં ડીઝાઈન કરવામાં આવે છે. આ વિમાનો 1960માં બનાવવામાં આવ્યાં હતાં. તેથી તેઓ પ્રમાણમાં ઘણાં જ જૂના પણ થઈ ગયા હતા. તે માત્ર ટ્રાનિંગ માટે જ ઉપયોગમાં લેવાતાં હતા. તે વિમાનમાં બે પાયલોટ બેસી શકે તેવી જ વ્યવસ્થા હોય છે. તેમાં પિસ્ટનવાળું એન્જિન હોય છે. આમ છતાં તે એક્રોબેટિક-કેપીસીટીવાળું છે. ફીલીપીનો એરફોર્સ તેનો ઘણા સમયથી ઉપયોગ કરે છે. 2017માં મરાવી-સીટી ઓપરેશનમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. આ વિમાનો હળવા હોવા છતાં ઝડપી પણ છે. તેથી તેની લોકપ્રિયતા વધુ છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તે પૈકીનાં કેટલાંએ વિમાનો ક્ષતિગ્રસ્ત થતાં રહ્યાં છે. ચાર મહિના પહેલાં જ એક એસ.એફ.-260 વિમાન ક્રેશ થયું હતું તેમાં બંને પાયલોટ માર્યા ગયા હતા. 2023માં પણ આવી જ દુર્ઘટના બની હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd