• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

બ્લેંકેટ આગોતરા જામીન ન મળે

ભુજ, તા. 24 : મોહિત શાંતિલાલ ડેલરિયા, રોહિત શાંતિલાલ ડેલરિયા, કમલેશ ડિયોરાજ જૈન તથા પ્રકાશ ડિયોરાજ જૈનએ અલગ - અલગ ચાર આગોતરા જામીન મેળવવા માટેની અરજીઓ દાખલ કરી અને તેમાં એવી હકીકત જણાવી કે તેઓ વિરુદ્ધ હાલે કોઈ ફરિયાદ રજિસ્ટર થઈ નથી, પરંતુ તેઓને બીક છે કે, તેઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે અને તેઓની ધરપકડ થાય તેવી સંભાવના હોઈ આગોતરા જામીન મેળવવાની અરજી કરી, વધુમાં એવી રજૂઆત કરેલ કે, જૈન ગ્રુપ અને પારેખ ગ્રુપ સાથે મળી વર્ષોથી અલગ-અલગ ધંધા કર્યા અને સંયુક્ત રીતે મિલકતો પણ ખરીદ કરી બંને ગ્રુપોએ સોલ્ટ રિફાઈનરી વગેરે લગાવી અને બંને ગ્રુપ વચ્ચે જે પણ વિવાદ છે તે દીવાની સ્વરૂપનું છે અને તે કોઈ ફોજદારી ગુનો બનતો નથી. અશોક ચંપાલાલ પારેખ, દેવરાજ એન્ડ બ્રધર્સના ભાગીદાર છે તેણે પોતાના વકીલ વી. પી. આલવાણી મારફતે હાજર થઈ લેખિત વાંધાઓ રજૂ કર્યા જેમાં મુખ્ય એવી રજૂઆત કરી કે, અરદારોએ બ્લેંકેટ આગોતરા જામીન મેળવવા માટેની અરજી કરી છે. અરજીમાં એફઆઈઆર નંબર,  ફરિયાદીનું નામ અને કોઈ કલમ તળે ગુનો બને છે તેની કોઈ વિગતો આપી નથી, જેથી તેવા સંજોગોમાં બ્લેંકેટ આગોતરા જામીન આપી શકાય નહીં અને અરજદારો તેનો ગેરઉપયોગ કરે તેની પૂરે પૂરી સંભાવના છે. આમ ચારે અરજદારોના આગોતરા જામીનની અરજીઓ પાંચમા અધિક સેસન્સ જજ, ગાંધીધામએ રદ ફરમાવતો હુકમ આપ્યો છે. આ કામે વાંધેદાર અશોક ચંપાલાલ પારેખ વતી એડવોકેટ વી. પી. આલવાણી, વિશાલ કાનન, વર્ષા વિશાલ કાનન, મનીષ ડી. ગઢવી, રમેશ ખોખર, મેઘા રાઠોડ, વિવેક ગ્યાનચંદાની, ચિરાગ કે. ભાનુશાલી અને બંસરી ભદ્રા હાજર રહ્યા હતા. - ઝુમારાની જમીન બાબતે મનાઈ હુકમ : પાવરનામાના આધારે પાવરદારે પ્રતિવાદી ગુંસાઈ હરેશગર શંભુગર દ્વારા તા. 16/4/2007ના ખરીદનાર પ્રતિવાદી જુણેજા હાજી મામદ અજીમહાજી હસનની તરફેણમાં ઝુમારા (તા. લખપત)ના રે. સર્વે નં. 27/1વાળી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ દસ્તાવેજ રદબાતલ તથા વાદીને બંધનકર્તા નથી તેવી દાદ સાથે પિછિરન્સપાલ સિવિલ જજ, દયાપર ખાતે દાવા દાખલ કરતાં કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. વાદી તરફે કોર્ટમાં વકીલ તરીકે દીપકકુમાર પી. ચાવડા, પી. એમ. જાડેજા, એ. એ. ભટ્ટી હાજર રહ્યા હતા. - જામીન મંજૂર : મોબાઈલ ફોનમાં ગેમ રમવા ફોન લઈ પેમેન્ટ ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત, છેતરપિંડીના ગુનામાં આરોપી નારાણ કરમણ દનીચાના નિયમિત જામીન ભુજની સેસન્સ અદાલતે મંજૂર કર્યા છે. આરોપીના એડવોકેટ તરીકે કે. પી. ગઢવી, નીતા પી. દોટ, અનિલ એમ. ગોરડિયા હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd