• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

અંજારમાં તહેવારની તારીખ સર્વસંમતીથી નક્કી કરાઈ

અંજાર, તા. 24 : શહેરમાં આગામી દિવસોમાં આવનારા ધાર્મિક તહેવારોની ઉજવણીની તારીખો નક્કી કરવા માટે શહેરના વિવિધ મંદિરોના મહંતો  અને પૂજારીઓની એક બેઠક યોજાઈ હતી. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આગામી તહેવારોની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત શહેરનાં વિવિધ મંદિરોના મહંતો અને પૂજારીઓ દ્વારા પરસ્પર ચર્ચા-વિચારણા  કરવામાં આવી હતી. અને બાદ આગામી તહેવારોની તારીખો સર્વસંમતિથી નક્કી કરવામાં આવી હતી.  તા. 5 થી તા. 10 સુધી  દિપોત્સવી પર્વની ઉજવણી કરાશે. આ નિર્ણયના આધારે શહેરમાં આગામી ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ બેઠક માં સચ્ચિદાનંદ મંદિર, રામસખી મંદિર,  રૂઘનાથજી મંદિર, માધવરાયજી મંદિર,  દ્વારિકાધીશ મંદિર,  સત્યનારાયણ મંદિર, ખાખચોક લક્ષ્મીનારાયણ મંદિર, અંબાજી મંદિર ,  ગાયત્રી શક્તિપીઠ,મોમાય મંદિર, વાઘેશ્વરી મંદિર, બાલાજી મંદિર,  જડેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ મંદિર (ગંગાનાકા) , જમીનવાળા હનુમાનજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,આશાપુરા મંદિર,  મકલેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરના મહંતો પૂજારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. - તહેવારોની તારીખો નીચે મુજબ રહેશે : તા. 5 નવેમ્બર, 2026, ગુરુવાર: અગિયારસ / વાઘ બારસ - તા. 6 નવેમ્બર, 2026, શુક્રવાર: ધનતેરસ - તા. 7 નવેમ્બર, 2026, શનિવાર: કાળી ચૌદસ - તા. 8 નવેમ્બર, 2026, રવિવાર: દિવાળી (લક્ષ્મીપૂજન) 0 તા. 9 નવેમ્બર, 2026, સોમવાર: દિવાળી (બપોર સુધી) 0 તા. 10 નવેમ્બર, 2026, મંગળવાર: નૂતન વર્ષ, આ દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવ 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd